SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ જેને કૅન્ફરન્સ હૈરેલ્ડ. રીતિથી અભ્યાસ કરનારને આજના ગણિતશાસ્ત્રનાં અંગે પણ તેમાં ઘણાં સમાયેલાં , લાગશે. આથી પ્રેફેસર યુજેન સ્મિથ જેવા વિદ્વાન વ્યક્તિએ આ પુસ્તક વાંચી તેનું અધ્યયન કરી તે સંબંધે સને ૧૮૦૮ ના એપ્રિલ માસમાં રોમ શહેરમાં ભરાયેલ ચતુર્થ zuia2401314 organizal yue Fourth International Congress of Mathematicians માં એક નિબંધ વાંચી બતાવ્યું હતું તેવી રીતે અહીંના વિદ્વાન જેવા કે ગણિતકેશરી પ્રોફેસર રઘુનાથ પ્રાંજપે (પુનાની ફર્ગ્યુસન કોલેજના પ્રિન્સિપલ) કે જે આપણું અર્વાચીન મહાવીરાચાર્ય ગણાય તે આવા ગણિતશાસ્ત્ર વિષય ગ્રંથને અભ્યાસ કરી હિંદુસ્થાનવાસીઓના અને પાશ્ચાત્યના ગણિતશાસ્ત્ર, તેમજ ચિનના અને જાપાનના પ્રાચીન અને અર્વાચીન ગણિતશાસ્ત્રની સમાલોચના કરી ઉત્તમ કાણુ, સુલભ કોણ, સવાંગપૂર્ણ કણ એ બાબતને નિર્ણય કરી ગણિતશાસ્ત્રનો ઇતિહાસ લખે તો કેવું સારું. પ્રો. યુજેન સ્મિથ મહાવીરાચાર્યની ગણિત પદ્ધતિ સંબંધી એક સ્થલે જણાવે છે કે, The shadow Problems, Primitive cases of trigonometry and gnomonies suggest a similarity among these three writers, yet those of Mahaviracharya are much better than oue to be found in either aaga or Hitrari and no question is duplicated, અર્થાત–છાયા સંબંધી પ્રકન, ત્રિકોણમિતિ અને ... ... ના પ્રાચીન વિષે જણાવી આપે છે કે ત્રણે ગણિતશાસ્ત્રીઓમાં સમાનતા છે, છતાં પણ મહાવીરાચાર્યે તે તે સંબંધી જે જણાવ્યું છે તે બ્રહ્મગુપ્ત અથવા ભાસ્કરાચાર્યમાં જે જોવામાં આવે છે, તેના કરતાં ઘણું સરસ કહેલ છે અને કઈ પણ પ્રશ્ન બેવડાયો નથી આ પાશ્ચાત્ય પંડિતનું કેટલું સૂક્ષ્મ અવલોકન છે તેનું ઉદાહરણ ઉક્ત કથન પૂરું પાડે છે. પ્રો. રંગાચાર્યું આ પુસ્તકનું ભાષાંતર કરીને મદ્રાસ સરકારે તે પ્રસિદ્ધ કરી જેનવાંમયનું નિષ્પક્ષપાતપણે સન્માન કર્યું છે તે માટે જૈન સમાજ તેના ઋણી છે. આજ પુસ્તકની એક તાડપત્ર પરની જૂની પ્રત શ્રી પંડિતાચાર્ય ચારૂકીર્તિ ભટ્ટારકના મઠમાં જેવાની તક તેને મળી હતી અને પ્રો. રંગાચાર્ય જેવા પંડિતની દષ્ટિએ આ ગ્રંથ ન આવ્યું હોત તે કોણ જાણે કેટલાઅ શતકે આ પુસ્તક પ્રગ્નેટ થતાં પસાર થાત. આવાં અનેક પુસ્તકો ભંડારમાં પડયાં છે અને તે કોણ જાણે કયારે બહાર આવશે એ સમજવું કઠિણ છે. આ તાડપત્ર પર લખેલ ગ્રંથની બીજી પ્રત ઓરિયંટલ લાયબ્રરી-મદ્રાસમાં ન હત તો આજ આપણા પૂર્વાચાર્યના અમૂલ્ય ગણિતશાસ્ત્ર પર ગ્રંથ જેવાને અવકાશ મળતા નહિ. રગાચાર્યની પહેલાં મી. એચ. છ ટુઅર્ટ ડાયરેકટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશન-મદ્રાસનું લક્ષ આ ગ્રંથ ઉપર ગયું હતું એ વાત અહીં જણાવીએ છીએ. સંખ્યાપરિજ્ઞાન નામને મહાવીરાચાર્યને બીજો એક ગ્રંથ ઉપર જણાવેલ મઠમાં છે, આ ગ્રંથમાંથી વિશેષ મતલબ ઉદાહરણ સાથે કઈ વેળા બતાવાય તે વધારે સારું તે તેને માટે અન્ય સ્થાન શોધીશું. આ લેખ રા. તાત્યા નેમિનાથ પાંગળના વિવિધ જ્ઞાનવિસ્તાર નામના પ્રસિદ્ધ અને વિદ્વતાપૂર્ણ મરાઠી ભાસિકમાં આવેલ લેખને અનુવાદ છે.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy