________________
જ્ઞાનચર્ચા.
૩)
પ્રાણને શુદ્ધ ચેતન્યાત્મા ગણીને પણ કૃતિ કહે છે કે –
स ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमः स्वरान् ।
स एव विश्नुः स प्राणः स कालाग्नि स चंद्रमा ॥ તે દેશકાલ વસ્તુ પરિચ્છેદરહિત શુદ્ધાત્મ ચૈતન્યજ બ્રહ્મા, શિવ, ઇંદ્ર, અક્ષર, પરમ, સ્વરા, વિષ્ણુ, પ્રાણ, કાલાગ્નિ અને ચંદ્રમા છે; અર્થાત એ સર્વ શુદ્ધાત્માનાં નામે છે. આ કૃતિમાં પ્રાણનેજ આત્માનું બીજું નામ કહેલ છે. આનેજ મળતું કથન મનુસ્મૃતિમાં પણ છે કે –
एतमेके वदन्त्यग्निं मनुमन्ये प्रजापतिम् ।
इंद्रमेके परे प्राणपपरे ब्रह्मशाश्वतम् ।। અંતર્યામી નિવિશેષ શુદ્ધાત્માને કોઈ અગ્નિ, કેઈ મનુ, કઈ પ્રજાપતિ, કઈ ઇદ્ર, કઈ પ્રાણુ અને કઈ સનાતન બ્રહ્મ કહે છે. ભાવાર્થ એ છે કે એ સર્વ નામ શુદ્ધાત્માનાં જ છે.
સામવેદીય ઉદ્વીથ પ્રકરણમાં એક કથન છે કે-ચાકાણું અષિ, પ્રસ્તતા-સ્તુતિ કરનારાઓને કહેવા લાગ્યા કે, પ્રસ્તુત ! જે દેવતાની તું સ્તુતિ કરે છે તેને, તે જાણ્યા સિવાય(તે દેવતાનું ઓળખાણ કર્યા સિવાય-સાક્ષાત્કાર કર્યા સિવાય કેવલ અજ્ઞાનતાથી કે અંધશ્રદ્ધાથી કે માત્ર પરંપરાથી)-સ્તુતિ કરીશ તે તારું શિર તૂટી પડશે. આવું વાક્ય શ્રવણ કરીને પ્રસ્તતાએ પૂછ્યું કે, હે ભગવન્! તે દેવતા કેણ છે? ત્યારે ઋષિએ ઉત્તર દીધે કે, તે દેવતા તે પ્રાણ છે. અત્ર પ્રાણ શબ્દવડે શુદ્ધાત્મ પરબ્રહ્મ સમજવા કે પ્રાણવાયુ સમજે તે સમજાવવા બ્રહ્મસૂત્રકાર શ્રી વ્યાસજી ઉપદેશ છે કે “અર પર કાળઃ” અત્ર પ્રાણુ શબ્દવડે શુદ્ધાત્મ-ચૈતન્ય પરબ્રહ્મ સમજવા, પણ પ્રાણવાયુ નહિ. શ્રુતિ ભગવતી પણ ઉપદેશ છે કે " अतः सर्वाणि हवा इमानि भूतानि प्राणमेवाभिसंविशंति प्राणमभ्युज्जिहते"
અર્થ એ છે કે, સર્વ ભૂત, પ્રાણને વિષે લીન થાય છે તથા પ્રાણથી ઉપજે છે. ભાવાર્થ એ થાય છે કે પ્રાણ છે એજ આ સ્થળે પરબ્રહ્મ ચૈતન્ય સમજવા.
કૌશીતકિ બ્રાહ્મણ પનિષનું પણ કથન છે કે-દિવોદાસના પુત્ર પ્રતર્દને (કાશીનો રાજા) સ્વર્ગમાં જઈને ઈદ્ર સાથે યુદ્ધ કર્યું, ત્યારે ઇદ્ર પ્રસન્ન થઈને કહ્યું કે, હે પ્રતર્દન ! તું મારી પાસેથી વર માગ. ત્યારે પ્રતર્દન બોલ્યા કે, હે ઈદ્રજે મનુષ્યને વાસ્તે અતિહિત વર તું માને છે તેજ મારે વર છે. ત્યારે ઈંદ્ર બોલ્યા કે “gorfમ મા તમામશુપરિશુvra” હું પ્રજ્ઞાસ્વરૂપ પ્રાણ છું. તેથી મારી આયુ અમૃત એ રૂપકવડે ઉપાસના કર. અત્રે પ્રાણ શબ્દવડે વાયુ માત્ર જાણો, કે દેવતાત્મા જાણે કે જીવ જાણો, કે પરબ્રહ્મ જોયું તે પરમાર્થ સમજાવવા ભગવાન વ્યાસજી નિરાકરણ કરે છે કે “છાળતાનુજમા” પ્રાણુ શબ્દવડે પરબ્રહ્મ-શુદ્ધાત્માનું ગ્રહણ છે એમ જાણવું, કારણ કે તેમાં પૂર્વાપર પદોને બ્રહ્મ-આત્માની સાથે સંબંધ છે, પણ દેવતા વિશેષ ઈદનું ગ્રહણ નથી. જુઓ “બયા કરનારા માનિતિ ” અધ્યાત્મ સંબંધ જે પ્રત્યગાભાને સંબંધ તેનું ભૂમા–બાહુલ્યથી પરબ્રહ્મનું પ્રાણ શબ્દવડે ગ્રહણ છે, પણ દેવતાવિશેષ અદ્રનું નહિ,