________________
એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી. સર્વમાન્ય હતું એ વાત અમાન્ય થઈ શકે એમ નથી. હવે મહાવીરાચાર્યનું ગણિતશાસ્ત્ર ભાસ્કરાચાર્યના કરતાં પહેલું છે કે નહિ તે સમજવું કઠણ છે. તે પણ ભાસ્કરાચાર્યના (લીલાવતી અને બીજગણીત મળી બનેલ) ગ્રંથ સિદ્ધાંતશિરોમણી બ્રહ્મગુપ્તના બ્રહ્મસ્કુટસિદ્ધાંતને વધારે સુલભ અને સુધારો કરીને લખાયેલ છે તેથી એમ જણાય છે કે તે ગ્રંથની પહેલાં અને બ્રહ્મસિદ્ધાંતની પછી મહાવીરાચાર્યને ગણિતસારસંગ્રહ ગ્રંથ લખાયેલ છે. કદાચિત મહાવીરાચાર્ય જેન હોવાથી તેમાંથી ઉલ્લેખ લેવાનું ભાસ્કરાચાર્યને યોગ્ય નહિ લાગ્યું હોય એટલું જ ! બાકી મહાવીરાચાર્યને ગણિત સારસંગ્રહ ગ્રંથ ઉત્તરમાં વિશેષ નહિ પણ દક્ષિણ દેશમાં કાનડી ભાષાના પ્રદેશમાં તે અત્યંત પ્રખ્યાત હતો એ નિર્વિવાદ છે; કારણ કે ૧૧ મા શતકમાં રાજમહેદ્રીમાં પ્રખ્યાત રાજા-રાજનરેંદ્ર રાજ્ય કરતો હતો અને તેના વખતમાં મહાવીરાચાર્યના ગણિતશાસ્ત્રનું તેલંગૂ ભાષામાં પધાત્મક ભાષાંતર પાઉલુરીમાને કરી તેને સામાન્ય જનમાં પ્રસાર કરેલ હતો એવું હમણાની મદ્રાસ એરિયંટલ લાયબ્રેરીમાં રાખેલા કેટલીક જૂની ખંડિત પ્રતમાંથી સિદ્ધ થાય છે. આ પરથી દક્ષિણાત્ય પ્રદેશમાં તે વખતે તે ભાગમાં જેનલોકને વિશેષ પ્રચાર હેવાથી) મહાવીરાચાર્યના “ગણિતસારસંગ્રહ” સર્વત્ર પ્રચલિત હતું એ સ્પષ્ટ છે. સારાંશ કે મહાવીરાચાર્ય એ એક કાળે સારી રીતે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હોઈને તેના ગણિતસારસંહને દક્ષિણમાં ઘણો દૂર પ્રસાર થયો હતો.
ગણિતસારસંગ્રહને વાંચકને અલ્પ પરિચય થાય તેથી અહીં છેડા ઉતારા તેમાંથી આપવામાં આવે છે. ગણિતશાસ્ત્રનું મહત્વનું વર્ણન કર્તા નીચે પ્રમાણે કરે છે
लौकिके वेदिके वापि तथा सामायिकेऽपि कः । व्यापारस्तत्र सर्वत्र संख्यानमुपयुज्यते ॥९॥ द्वीपसागरशैलानां संख्याव्यासपीक्षिपः भवनव्यंतरज्योतिर्लोककल्पाधिवासिनाम् ॥१३॥ नारकाणां च सर्वेषा श्रेणीबंधेद्रकोत्कराः । प्रकीर्णकप्रमाणाद्या बुध्यते गणितेन ते ॥१४॥ बहुभि विप्रलापैः किं त्रैलोक्ये सचराचरे । यत्किचिद् वस्तु तत्सर्वं गणितेन विना नहि ॥ १६ ॥ तीर्थकृद्भयः कृतार्थेभ्यः पूज्येभ्यो जगदीश्वरैः । तेषां शिष्यप्रशिष्येभ्यः प्रसिद्धाद गुरुपर्वतः ॥१७ ।। जलधे रिव रत्नानि पाषाणा दिव कांचनम् । शुक्त मुक्ताफलानीव संख्याझानमहोदधेः ॥१८॥ किंचिदुधृत्य तत्सारं वक्षेऽहं मतिशक्तितः । अल्पं ग्रंथ मनल्पार्थ गणितं सार संग्रहम् ॥१९॥