________________
જૈન કોન્ફરન્સ હેર.
'
પણ પૂજ્ય માનતે હશે. વળી મહાવીરાચાર્ય એ જિનસેન અને ગુણભદ્રથી પૂર્વે થયા કે પછી એ એક મોટે પ્રશ્ન છે. જિનસેન અને ગુણભદ્દે મહાવીરાચાર્યને ઉલ્લેખ કર્યો નથી તેમ મહાવીરાચાર્યે તે બેને ઉલ્લેખ કર્યો નથી. તેથી પ્રથમ કોણ થયા અને પછી કોણ થયા તે પ્રશ્નનું નિરાકરણ થતું નથી, કારણ કે, જે ભગવન જિનસેનને મહાવીરાચાર્યની માહિતી હોત તે તેણે પિતે તેમજ ગુણભદ્ર રચેલ પૂર્વાચાર્યમાલિકામાં તેમને ઉલ્લેખ કર્યો હત-જે સમકાલિન તદન હોય તો અવશ્ય તેને ઉલ્લેખ થયે હેત ! જે મહાવીરાચાર્યને જિનસેન અને ગુણભદ્રની પછી થયેલ માનીએ તે તે બંનેનો ઉલ્લેખ કર્તાએ પિતાના ગણિત સારસંગ્રહમાં કર્યો હેત, પણ તેણે પિતાના સંબંધમાંજ કંઈ ઉલ્લેખ કર્યો નથી તો પછી તેને પણ સાથે નજ થાય, આથી મહાવીરે ચાય જિનસેન અને ગુણભદથી પૂર્વે થયા છે કે પછી થયા છે તે ચેકસ કરવું કઠિન છે.
૨. તાત્યા પાંગળે એવો મત ધરાવે છે કે મહાવીરાચાર્ય જિનસેન-ગુણભદ્મદિની પૂર્વ થઈ ગયા હશે કારણ કે નહિ તેણે તે મહાન બે વિદ્વાનને ઉલ્લેખ પિતાના ગ્રંથમાં કય હેત, જ્યારે જિનસેન-ગુણભદ્ર પિતાના ગ્રંથમાં મહાવીરાચાર્યને ઉલ્લેખ એક ગણિત ગ્રંથ લખ્યો તેથી તે મહાન વ્યક્તિ થયા એવું કંઈ ગણાય નહિ અને તેથી તેને ઉલ્લેખ ન કર્યો હોય.
તથાપિ મહાવીરાચાર્ય એ અમોઘવર્ષના સમયમાં થઇ ગયા છે એ નિશ્ચિત છે. આથી વધુ માહીતી તેના સંબંધે મળતી નથી. ઇ. સ. ૮ મા શતકમાં તે થઈ ગયા એ એ માનવામાં કંઈ હરકત નથી.
હવે સાતમા શતકમાં થઈ ગયેલ બ્રહ્મગુપ્ત અને ૧૨ મા શતકમાં વરાહ આ બંનેના મધ્યના વખતમાં-૮ મા શતકમાં મહાવીરાચાર્ય થયા એ સ્પષ્ટ છે. ભાસ્કરાચાર્યની પેઠે મહાવીરાચાર્ય જ્યોતિષશાસ્ત્રજ્ઞ પણ હશે, કારણકે જોતિષશાસ્ત્રની ઉપયુક્તતા માટે ગણિતશાસ્ત્રને આધાર અને મહત્વ વિશેષ છે એવું પ્રતિપાદન કરેલું છે. જેમકે
सूर्यादिग्रहचारेषु ग्रहणे ग्रहसंयुतौ ।।
त्रिप्रश्ने चंद्रवृत्तौ च सर्वत्रांगी कृतं हि तत् ॥ १२ ॥ તે પણ જ્યોતિષી તરીકે તેની પ્રસિદ્ધિ થઈ નથી અને તેવા પ્રખ્યાત જ્યોતિષી હશે પણ નહિ. જૈનધર્મમાં ગણિતશાસ્ત્રનું મહત્વ વિશેષ છે. ચાર અનુયોગના વર્ણનમાં પ્રત્યેક સ્થળે ગણિતશાસ્ત્રમાં સંખ્યાને સંબંધ હોય છે, અથાત જેનોને વ્યવહાર પેઠે ધર્મની બાબતમાં પણ તેને વધારે ઉપયોગ છે.
બ્રહ્મગુપ્તના બ્રહ્મક્ટસિદ્ધાંતને અને મહાવીરાચાર્યના ગણિતસારસંગ્રહને વિચાર કરતાં એમ જણાય છે કે મહાવીરાચાર્યને બ્રહ્મગુપ્તના સિદ્ધાંતને પરિચય હતું, કારણ કે ગણિતસાર સંગ્રહ એ તેણે બ્રહ્મગુપ્તના સિદ્ધાંતને સુધારી તે ધરણપર લખેલ છે. મહાવીરાચાર્યની ગણિત વિષયે જ્ઞાન આપવાની પદ્ધતિ સારી અને સુબોધક છે, અને તેમાટે અનેક ઉદાહરણ આપ્યાં છે. સારાંશમાં કહીએ તે બ્રહ્મગુપ્તનું ગણિતશાસ્ત્ર મહાવીરાચાર્યની પૂર્વે
જૈન ઇતિહાસ પ્રમાણે જે વરાહમિહિર ભદ્રબાહુ સ્વામી (કે જે ઈ. સ. પૂર્વે ૩૫% માં સ્વર્ગસ્થ થયા) તેને ભાઈ હતા તે આ વરાહમિહિરથી જૂદા લાગે છે.