________________
૩૩૪
જેન કૅન્ફરન્સ હૈરહ્યું.
the Government Oriental Library and Sanskrit Professor in the Presidency College ) some years ago became interested in the work of arterrari, ( Jain Mathematician) and has completed its translation, thus making the mathematical world his perpetual debtor. ”
મદ્રાસની પ્રેસીડેન્સી કોલેજના પ્રોફેસર (શિક્ષાગુરૂ) અને ગવર્નમેંટની ઓરિએંટલ લાયબ્રેરી ના ક્યુરેટર પ્રોફેસર એમ. રંગાચાર્યે (કે જે બ્રાહ્મણ છે) અંગ્રેજીમાં જૈનાચાર્ય મહાવીરાચાર્યથી લખાએલ ગણિતશાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે (અને મદ્રાસ સરકારે તેને પ્રસિદ્ધ , કર્યું છે, તેને માટે મી. સ્મિથ તેને ઉપકાર માનતાં કહે છે કે તેની તલસ્પર્શી વિદ્વત્તા અને વિશાલ ખંતને માટે તેને ધન્યવાદ ઘટે છે અને તેને જ લઈને પૌર્વાત્ય ગણિતશાસ્ત્ર કે જે હિંદના બીજા ભાગમાં અને જે આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યના વચ્ચેના સમયમાં અને બ્રહ્મગુપ્ત થયા પછી બે સદી પછી જ્ઞાત થયું હતું તેના પર હમણાં આપણને નવીન પ્રકાશ મળે છે. આથી ગણિતશાસ્ત્રમાં રસ લેતી પ્રજા પર શાશ્વત ઉપકાર થયો છે. સાથે અમે જનપ્રજા તરફથી તે પ્રેફેસરનો ઉપકાર માનીએ છીએ
મહાવીરાચાર્ય પહેલાં અને પછી પણ ઘણું જેનેતર વિદ્વાન ગણિતશાસ્ત્ર થઈ ગયા છે, આર્યભટ્ટ ઈ. સ, પમા શતકમાં વરાહમિહિર ૬ ઠા શતકમાં, બ્રહ્મગુપ્ત ૭ મા શતકમાં અને ભાસ્કરાચાર્ય ૧૨ મા શતકમાં થઈ ગયા છે. મહાવીરાચાર્યના કાલ સંબંધમાં તેણે પિતાના ગણિતશાસ્ત્રને છેડે પિતાની પ્રશક્તિ લખી નથી તેથી તેની ગુરુપરંપરા નિવાસસ્થાન કે કાલ જાણવાનું કાંઈ સાધન નથી. તેમણે જે રાજાને ઉલ્લેખ કર્યો છે તે પરથી તેને કાલ ઠરાવવામાં હરકત આવતી નથી. પહેલાં શ્રી મહાવીર પ્રભુની સ્તુનિ કરી મંગલાચરણ કરે છેઃ
अलंध्यं त्रिजिगत्सारं यस्यानंतचतुष्टयम् । नमस्तस्मै जिनेंद्राय महावीराय तायिने ॥१॥ संख्याज्ञानप्रदीपेन जैनेंद्रेण महात्विषा ।
प्रकाशितं जगत्सर्वं येन तं प्रणमाम्यहम् ॥२॥ –જેના અનંત ચતુ ટય (અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતચારિત્ર અને અનંત વીર્ય ત્રણ જગતના સારરૂપે છે અને જેને પાર પામી શકાય તેમ નથી એવા તારક નિંદ્ર શ્રી મહાવીરને નમસ્કાર કરું છું તે મહાકાંતિમાન જેને કે જેણે સંખ્યાના જ્ઞાનરૂપી દીપકથી સર્વ જગતને પ્રકાશિત કર્યું છે તેને હું પ્રમાણ કરું છું પછી જણાવે છે કે –
प्रीणितः प्राणिसस्योघौ निरीति निरवग्रहः । श्रीमताऽमोघवर्षेण येन स्वेष्टहितैषिणा ॥३॥ पापरूपाः परा यस्य चित्तवृत्तिहविर्भुजि । भस्मसाद भावमीयुस्तेऽध्यकोपोऽभवत्ततः ॥४॥