________________
સ્થૂલિભદ્ર અને કેશો.
“લાગે છે આ મગજ અમને ભાર ખાલી થતે રે, દીસે છે આ હદય ખુલતું ચક્ષુઓ ઉઘડે કે; આ કણે જે કથન તમ તે સુણતાં, સુણતાં ના, તેમાંથી એ સ્વર તમ તણે ઉતરે દૂર દૂર આ. ઈચ્છા મારી ફરી ગઈ દીસે આપને બોધ છે, મીઠી લાગે અહહ! અતિ આપની વાણી આજે; જાણે મહારા શરીર પર આ લાખ ચંદ્રો ઢળ્યા છે, આવી શાંતિ નકી નથી કદિ ભેગવી જન્મ લેને. ચંદામાંથી ઝરતું અમીનું વહન, કે એમ આજે, મહારામાંથી મમ ગુરૂ પ્રતિ પૂજ્યવૃત્તિ ઝરે છે. ઝૂકે છે આ ધરણી જનની પાદમાં જેમ વેલી, ઉંડા ભાવે મમ વનલતા આપને છે નમેલી. શું વિચારૂં ? હૃદય મુજ આ છેક પિચું બન્યું છે, આભારે આ હૃદય મમ તે ઉભરાઈ ગયું છે; ચારે બાજુ નજર કરતાં આપની મૂર્તિ દેખું, આખા વિષે વહન કરતે આપથી પૂર્ણ વાયુ. વિચારે તો મલિન મનના નષ્ટ આજે થયા ને, વિશુદ્ધિ આ રગ રગ મહીં હર્ષથી ઉછળે છે; જાણે અધું જગત સહુ આ સૂર્ય ને સેમ સાથે ! જાણે ધોઉં તમ પદદ્રય ઉદધી સસ આબે ! શી શી રીતે સજી શકું? કહે આપની દેવ! સેવા, શું શું અપે? સમજી શકું ના તુચ્છ સૌ ભેટ, દેવા! શક્તિ કાંઈ નથી નકી અરે ! આપને અપવા, હા ! તે સ્વિકારે નયન ઝરતી અશુની ઈશ! માળા !” કોટીએ ચડેલું તે, નીકળ્યું શુદ્ધ કુંદન, ગુરૂની શુભ આશીષ, મેળવ્યું મુક્તિનું સુખ. દેવળીઆ (રાજનું)
–ગામૃત તા. ૨૫-૫-૧૩
આ ઉચિત છે. અત્રે જણાવવું કે કેટલાક માસ પહેલાં “આનંદ” માસિકમાં પ્રસિદ્ધ થયેલો આજ મથાળાવાળો એ પ્રભાવશાળી ગદ્ય સંવાદ વાંચીને તેજ કથા પદ્યમાં ઉતારવાને આ શુદ્ર યત્ન છે. સુદર પદ્ય લખી શકે છે એવા એ પ્રતિભાવાન લેખકે આ કથા ગદ્યને બદલે પદ્યમાંજ લખી હોત તે ગુજર જીન સાહિત્યને એ કેવી મૂલ્યવાન બક્ષીસ, થાન ?-લખનાર.