________________
સ્થૂલભદ્ર.
૩૨૭ કવચિત્ દૃષ્ટિએ પડે છે કે જેઓ બાંધવે શરા હોય છે તેમ વખત આવ્યે છોડવે પણ તેવાજ શરા થઈ જાય છે. આ છેલ્લી જાતના પુરૂષ સ્થૂલભદ્ર હતા. તેના ચરિત્ર પરથી એ જણાય છે કે એકના એક બળને સારે તેમજ બેટો ઉપયોગ કેવી રીતે થાય છે. આપણને એક અમૂલ્ય પાઠ શીખવાને જેગ એ પરથી એ મળે છે કે આપણું સુખ તેમજ દુઃખ આપણું પોતીકા હાથમાં જ છે. આપણું પિતાની શક્તિના ઉપગની પસંદગી પર છે બાંધવે શરા તેમજ છોડે શરા એવા સ્થલભદ્રને આપણા સર્વની ત્રિકાલવંદના હૈ ! તેમની ચિત્તશાંતિ, હદયબળ અને પવિત્રતા સર્વને શાંત, બળવાન અને પવિત્ર બનાવો !
આ વાર્તાને ઉપદેશ સર્વે કોઈ સહેલાઈથી સમજી શકે તેમ છે. એમાં એક ખરેખરા. શીલવંત મહાપુરૂષનું ચરિત્ર વર્ણવ્યું છે. આ વાર્તા એમ સૂચવે છે કે સ્ત્રી કે પુરૂષના શીલની ખરી પરીક્ષા તો ત્યારેજ થાય છે કે જ્યારે એકાંત મળવા છતાં અને એક બીજાના અંગે પાંગ નિરખવા છતાં તેમજ ૩પ-ગુણ-દ્રવ્ય-સત્તા-ખેરાક-સામગ્રીઓ-નેહ વગેરેની હયાતી છતાં તે સ્ત્રી કે પુરૂષને રોમાંચ ન થાય, મન વિહલ ન થાય, કાયા ગરમ ન થાય.
“નિરખીને નવ વાવના, લેશ ન વિષય નિદાન
ગણે ધષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. બાકી ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલાક વીહીન હોવાથી, કેટલાક કદરૂપા હેવાથી કેટલાક પ્રસંગ નહિ મળવાથી, કેટલાક ઉપર જાતે રહેતો હોવાથી અને કેટલાક અતિ શરમાળ કે વ્હીકણ હોવાથી શરીરવડે વ્યભિચાર સેવવાના ગુન્હાથી દૂર રહે છેપણ તેથી કોઈ તેઓ પવિત્ર કહેવાય નહિ.
ગઢ લોઢાને ને બંદીખાનું, ચકી અખંડ જ્યાં લાગ ન બાનું, એ તે શિયળવ્રત શાનું ?--શિયળ નિર્મળ નહિ તે,
નારકી છે તૈચાર ભલે જગ ઠગતા અહિં તે. ' ઉપર પ્રમાણે સઘળી સગવડ અને લાલ છતાં જેઓ સ્વસ્વરૂપમાં ચાલી રહેલી અખંડ રમણતાને લીધે બાહ્ય આકર્ષણ તરફ ન ખેંચાય એને જ ખરા પવિત્ર ગણાય, એવાનું જ વચન ફળે. ' ઉગ્રતમ અગ્નિમાં પ્રવેશ કરવા છતાં જે દાક્યા નહિ, ખના અગ્રભાગને પામવા છતાં જે છે દાયા નહિ, કાળા નાગના જડબામાં આવવા છતાં દેશ પામ્યા નહિ, અને કાજળના ઘરમાં રહેવા છતાં જેને તેને લેશમાત્ર ડાઘ લાગ્યો નહિ એવા શ્રી સ્થલભદ્રનું ચરિત્ર મનુષ્યમાત્રને શીલથી શોભતા બના
આજ કારણે બાવીસમા તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથથી પણ શ્રી સ્થૂલભદ્ર વધારે મહાન છે
કારણકે શાસ્ત્રકારે કહ્યું છે કે –
श्री नेमितापि शकडालसुतं विचार्य मन्यामहे वयममुं भटमेकमेव । · देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविश्य ॥
-શ્રી નેમિનાથથી પણ વિચાર કરતાં અમે તે સ્થૂલભદ્રા ( શકાળમંત્રીના પુત્ર) ને એક જ મહાન ભટ-યુદ્ધમાં એક ગણુએ છીએ, કારણકે શ્રી નેમિનાથે તે ગિરનાર પર્વતને આશ્રય કરીને મહને છ છે; પણ ઈદ્રિયને વશ રાખનાર આ સ્થલિભદ્ર તો મોહના ઘરમાં પ્રવેશ કરીને તેને જીતી લીધો છે. આ શ્રી સ્થૂલિભદ્ર જેવો યોગી પુરૂષ કોઈ પણ થયો નથી કહ્યું છે કે –
श्री शांतिनाथादपरो न दानी दशार्णभद्रादपरोःनःमानी।
श्री शालिभद्रादपरो न भोगी श्री स्थूलिभद्राद परो न योगी ॥ -શ્રી શાંતિનાથ ભગવાન જેવો કોઈ દાન થયું નથી. દશાર્ણભદ્ર રાજા જેવો કોઈ માની થયે નથી, શાલિભદ્ર જે ભેગા અન્ય થયો નથી અને શ્રી સ્થલિભદ્ર સમાન યોગી બીજે થયું નથી