________________
૩ર૬
જન કોન્ફરન્સ હૈર૯.
યેગશાસ્ત્રમાં કહ્યું છે કે –
નિરાકરે વિદ્યા સર્વ જીવંતતા.
स्थूलभद्रादि साधूनां तन्निवृत्तिं परामृशन् ॥ શ્રાવ ( રાત્રિ વી યા બાદ ) નિદ્રા ઉડ્યા પછી સ્થૂલભદ્રાદિ સાધુઓએ જેમ સ્ત્રીઓને ત્યાગ કર્યો તેવો વિચાર કરતા થતાં સ્ત્રીઓનાં અંગોનું સ્વરૂપ તત્વ પૂર્વક વિચારવું. ઉપદેશમાળા ઉપદેશ છે કે –
ते धन्ना ते साहू तेसिं नमो जे अकज परिविरया ।
धीरा वयमसिहारं चरति जह थूलिभहमुणी ॥५९॥ જેમ ધૂલિભ મુનિએ આચર્યું તેવી રીતે જેઓ ચતુર્થવ્રત-અસિધાર સશ–ખની ધાર ઉપર ચાલવા જેવું આચરે છે-પાળે છે અને જેઓ અકાર્યથી નિવૃત્ત થયા છે એવા વીરપુરૂષોને ધન્ય છે, તેઓ સાધુ-સનુરૂષ છે, તે પુરૂષોને નમસ્કાર થાઓ. એટલે જેમ સ્થૂલિભદ્રે દુર્ધર વ્રતને ધારણ કરી ચોરાશી વીશી સુધી પોતાનું નામ રાખ્યું તેમ અન્ય મુનિઓએ પણ ગુરૂની આજ્ઞાને અનુસરી ગ્રહણ કરેલા વ્રતને પાળીને કીર્તિ વત થવું.
બાંધવે શરા તે છોડવે શરા' કાંઈ બધાએ માણસ હોઈ શકતા નથી. કેટલાક બાંધવે શરા હોય છે પણ છોડવે કાયર હોય છે, કેટલાક બાંધવે કાયર અને છોડવે શરા હેય છે; કેટલાક બાં ધવે કાયર તેમ છોડવે કાયર હોય છે.-એ ત્રણ જાતના લોકોથી એક જુદી જ જાતના પુરૂષો પણ નામે તેને ભાઈ મંત્રી શ્રીયક (કે જે આખર સાધુવ્રત સ્વીકારે છે), તેની ૭ બહેને (કે. જે આખર સાધ્વી થઈ મહાસતી તરીકે પૂજાય છે), નંદરાજા (કે જે આખર ચાણક્યની સહાયથી રાજ્યભ્રષ્ટ થાય છે અને ચંદ્રગુપ્ત તેની ગાદીએ બેસે છે), વરરૂચિ પંડિત (કે જે આખર શ્રીયક અને કેશા વેશ્યાની સહાયથી મૃત્યુકારક પ્રાયશ્ચિત્ત લેતાં મરણ પામે છે), કેશા વેશ્યા (કે જેણે સિંહગુફાવાસી મુનિને તેમ જ રથકારને સ્થૂલિભદ્ર ચરિત્રથી પ્રતિબધ્યા) વગેરેની વાતે તથા તેમનાં ચરિત્રે અત્ર અવકાશને અભાવે આપી શકાતાં નથી. પ્રસંગે તે દરેક અને તે પૈકી કેટલાક ઐતિહાસિક દ્રષ્ટિથી આપવામાં આવશે.
સ્થૂલભદ્રની કથા પણ અહીં અધુરી મૂકી દઈએ છીએ, કારણ કે, આ કથા લખવામાં નીચે જણાવેલ પુસ્તકની સહાય લીધી છે Early History of Inaia by Vincent Smith. રા. કેશલેલાલ હર્ષદરાય કૃત અને રા. સવાઈલાલ છોટાલાલ કૃત મુદ્રારાક્ષસનાં ભાષાંતર, ભરતેશ્વર બાહુબલી વૃત્તિ, ઉપદેશમાળા, ગશાસ્ત્ર, ઉપદેશપ્રાસાદ, જનહિતેચ્છુ ( પુ. ૧૦ અં. ૧૨), વીરવિજ્યકૃતિ સ્થૂલભદ્રની શીયલ–વેલ, ગુર્નાવલિ, પટ્ટાવલિઓ, વગેરે વગેરે-તે સર્વને ઉપકાર માનું છું.
આ કથા આ અંકમાં આવેલ “સ્થૂલભદ્ર અને કેશા” એ નામનું કાવ્ય વિશેષ રીતે કથાને ભાન-પૂર્વક સમજાય તેટલા પૂરતી આપવાનું યોગ્ય ધાયું છે, જ્યારે આખી કથા ઘણી લાંબી છે અને તે માટે અત્યારે સ્થાન જોઈએ તેટલું છે નહિ. બાર વર્ષને દુકાળ, ભદ્રબાહુ સ્વામીએ સ્થૂળભદ્રને આપેલ પૂર્વો (કે જે નાશ થવાની સ્થિતિ પર હતા) તેની અધુરી વાચના, તેનાં કારણ વગેરે બાબત બાકી છે તે પ્રસંગોપાત આપીશું
તંત્રી.