________________
સ્થૂલભદ્ર.
કુરૂપ
જંદગી કે જેને હું રંગરાગનું નાટક સમજતી હતી તે ભ્રમણું–તે નિદ્રા ટળીને હું તેને કર્તવ્યને એક “યુગ” અથવા “કાળ” સમજવા લાગી છું. મારા જીગરને પ્રથમ કરતાં વધુ શક્તિ મળી છે અને અલૌકિક આનંદ મને થયો છે. હું હવે તમારી શિષ્યા બની રહીશ, હું તમારો ઉપદેશ પ્રતિદિન સાંભળ્યા કરીશ અને હાલત એક શુદ્ધ શ્રાવિકા બનીશ. !:
એક વખતના આશુક-માશુક, હાલ ગુરૂ-શિષ્યા મારક શિષ્યાને ત્યાં જ દિવસો ગુજારવા લાગ્યા. પ્રતિદિન તેઓ નવી નવી ધર્મકથાઓ કરતાં, જ્ઞાનચર્ચામાં ભાગ લેતાં, આત્મધ્યાનની અનુભવ કરતાં અને આત્મિકબળમાં વધતાં જતાં. કેશાએ શ્રાવિકાનાં બાર વ્રત અંગિકાર કર્યો અને રાજાએ મોકલેલ પુરૂષ સિવાય અન્ય પુરૂષને વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ! એ પ્રમાણે ભોગ સંબંધી પચ્ચખાણ લીધું તેમ જ જીવ અજીવ આદિ તત્ત્વોની પણ જાણકાર થઈ.
(૫) ગુણ છૂમને મારું માન.
એ પ્રમાણે કેશ વેશ્યાને પ્રતિબંધ પમાડી ચાતુર્માસ પૂર્ણ કરી ચૂલિભદ્ર સ્વગુરૂ શ્રી સંભૂતિવિજયની પાસે આવ્યા. પેલા સિંહગુફાવાસી આદિ ત્રણ મુનિઓ ચાતુર્માસ કરી
સ્થૂલિભદ્રની પહેલાં આવ્યા હતા તેઓને ગુરૂએ દુષ્કર કાર્ય કર્યું એ પ્રમાણે એકવાર કહીને માન આપ્યું. સ્થૂલભદ્ર આવતાં દૂરથી ગુરૂએ ઉભા થઈ તેને “દુષ્કર કાર્ય કર્યું, દુષ્કર કાર્ય કર્યું, દુષ્કર કાર્ય કર્યું એમ ત્રણવાર કહી ઘણું આદરપૂર્વક ભાન આપ્યું. પાસે બેઠેલા તે ત્રણ મુનિઓને ભસર આવ્યો અને વિચારવા લાગ્યાઃ “આપણે સામાન્ય કૂળમાં જન્મેલા છીએ અને આ સ્થૂળભદ્ર તે શાળ મંત્રીને પુત્ર અને ! એથી ગુરૂએ એને એ પ્રમાણે અતિ દુષ્કરકારક એમ કહ્યું. રસના આહાર ભોગવનારાની તેમણે પ્રશંસા કરી. ગુરૂને પણ કોઈક અધિક છે, ને કેઈ ઓછો છે! માટે હવે આપણે આવતા માસામાં દુષ્કરદુષ્કરકારક થઈશું.’
(આ પછી ૮ મહિના કાઢીને બીજા ચોમાસામાં સિંહગુફાવાસી મુનિ ગુરૂએ ઘણે વાર્યા છતાં કેશાને ત્યાંજ ચોમાસું ગાળવા ગયો અને કેવી રીતે પુર્ણને નાશ કરી આખરે તે કેશાથી પ્રતિબોધ પામી પતીત અવસ્થામાં પણ નવીન મુનિ તરીકે આવ્યો તે વાત અમે અત્ર અવકાશને અભાવે કરતા નથી.)*
- કેશા અને સ્થૂલભદ્રનો કાલ્પનિક સંવાદ સાક્ષર શ્રી સુશિલે સં. ૧૯૬૭ ના ભાદરવા-આસો માસના આનંદ માસિકમાં (પુસ્તક ૯ અંક ૧-૨ ) ઘણી ઉત્તમ રીતે ચમત્કારવાળે અને સહૃદયતાથી પૂર્ણ લખી પ્રસિદ્ધ કર્યો છે તે ખાસ અવલોકવાની વાચકેને અમે વિનતિ કરીએ છીએ. એ સંવાદ મેટો હોવાથી અહીં સ્થાન વધુ ન હોવાને લીધે આપી શકાયો નથી. આ સિવાય તે સંવાદ શ્રી વીરવિજયજી મહારાજે રચેલ શ્રી સ્થૂલભદ્રજીની શિયલ-વેલ (મહૂમ સમરથ ન સ્મારકમાળા. ૩ કે જે રા. મોતીચંદ ગિરધર કાપડીઆને લખવાથી ટપાલ ખર્ચ મોકલ્યું મફત મળી શકે છે.) માંથી પણ જેવા યોગ્ય છે. તંત્રી
* વળી આ ઐતિહાસિક કથામાં-સ્થૂલભદ્રની કથા સાથે સંબંધ રાખતાં સત્ય પાત્રો૧૪