________________
૩૨૪
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
-
-
-
-
-
-
-
-
પહેર્યો છે ત્યારથી હું રાજાને પણ રાજા બન્યો છું. કેશા! ખરેજ હું પહેલા કરતાં વધારે સામર્થ્ય સાથે અત્રે આવ્યો છું.”
કેશા– પણ તે સામર્થ્ય જે તમે મહને ચાહતા બંધ થયા છે તે શા કામનું છે?”
યૂ ના , હું તને ચાહતે બંધ થયો નથી. મેં કોઈને પ્રેમ ઉતારી નાખ્યો નથી. બધે જેમને અગાઉ નહેતે ચાહતે તેમના સુધી પણ મેં હવે પ્રેમ લંબાવ્યો છે. તને, મારી બેનને, મારી. માતુશ્રીને, મારા નેકરને, મારા રાજાને ભારા, મિત્રને, મારા શત્રુને, એક પશુને, એક પક્ષીને, એક કીડીને પણ હવે હું મારા જીગરથી ચાહું છું. સધળાને ચાહવું, સઘળાને ઉદય ઈચ્છ-સઘળાનું સુખ જોઈ રાજી થવું એજ હવે મારી જંદગીનું કર્તવ્ય છે.'
કેશાન્તે હું સમજતી નથી. તમને કેઈએ ભભૂતી નાખી છે. એ ભભૂતીની અસર હમણાંને હમણાં જ જોવાઈ શકવી મુશ્કેલ છે. પણ ભલા, મને કહેતે ખરા કે, શું હવે તમે મને હાવભાવ કરવા પ્રેરશો નહિ? શું હવે તમે–'
– કેશા ! કેશા! સ્વસ્થ થા ! તારી ભ્રમણ દૂર થાઓ! કેશા! કહે, તને ડીવારને પ્રેમ જોઈએ છે કે હમેશને? તારા વગર બધેજ હું સમજી શકું છું કે તું પ્રેમને હમેશને જેવા ઈચ્છે છે. અરે સમજ હાવભાવાદિ સર્વ કાંઈ બાહ્ય પ્રેમનાંશારીરિક પ્રેમનાં ચિન્હ છે; અને શરીર જરૂર નાશ પામવાનું છે, તે શરીર સાથે તે પ્રેમ પણ નાશ પામવાને જ છે. નહિ, કોશા ! આપણે આત્મિક પ્રેમ જેડીશું. જે પ્રેમ કાળે પણ નાશ ન પામે અને વિયોગના પરિણામરૂપ રૂદન સહન કરવાની ફરજ ન પાડે એવા પ્રેમથી આપણે જોડાઈશું. હાવભાવ અને ચુંબન એ બાલીશ ક્રિયાઓ છે. મોટા ભાણ સની બાબતમાં બાલીશ ક્રિયાઓ કદરૂપી લાગે છે. ભદ્રે ! સ્વસ્થ થા. હું જોઉં છું કે હમેશના પરિચિત વિચારો અને આ નવા વિચાર સાથે તારા દિલમાં યુદ્ધ થાય છે. તું સ્થિર રહે, સ્વલ્પ રહે, તે યુદ્ધમાં તું પડીશ નહિ. તે વિચારેનેજ પડી રહેવા દે. એ ગરબડથી તું જરા કે ગભરાતી ના. હું ઈચ્છું છું અને ભાવના ભાવું છું કે, આ ગભરાટમાંથી તું જલદી મુક્ત થા. જવરમય વિકારે તને છોડી ચાલ્યા જાઓ. જ્યાં એક સાધુનાં પગલાં છે ત્યાંથી તે બલાઓને એ અદશ્ય દે! દૂર કરો ! દૂર કરો! કેશા ! તું સ્વસ્થ થા; જ, આરામ લે અને આરામની સ્થિતિમાં જે કંઈ જુએ તે મને કાલ કહેજે.'
કેશા તદનજ શબવત ઉભી રહી, તે કઈ બોલી શકી નહિ. તેણીની કમલ જેવી આંખોમાંથી સ્વચ્છ જળ મોતીની માફક પડવા લાગ્યું. પછી તે બીજા ખંડમાં ચાલી ગઈ.
બીજે દિવસે કેશા ગંભીરવદને સ્થૂલભદ્ર પાસે આવી અને કહેવા લાગી, “ઓ ગુરે ! હમારે કેટલો આભાર માનું? તમે મને નવું જીવન આપ્યું છે. તમે મને સર્વસ્વ આપ્યું છે. આજ પછી કોઈપણ માશુકને આશક મળો તે તમારા જેવા જ મળશે કે જેણે પ્રથમ શારીરિક સુખમાં સંતોષ આપીને પછી કાયમનાં સુખોમાં પણ ભાગ આપ્યો. મારા વિચારો બદલાઈ ગયા છે, જેને માટે તમને ચળાવવા બહુ બહુ રીતે પ્રયાસ કર્યો અને તમે ચળ્યા નહિ તે કંદર્પનું મે વિદારણ કર્યું છે. આપને છોડી કાલે હુ શયનગૃહમાં ગઈ, અને આપના જ ધ્યાનમાં મગ્ન બની તે વખતે મને અલૌકિક વિચારો થયા. આ