________________
સ્થૂલભદ્ર.
૩૨૩
પિતે જમતી. પછી તે વેશ્યા અને મને રથાદિક કરતી દુસહ ભૂકુટીરૂપ બાણને હલાવતી મુનિની પાસે આવતી. મુનિ અને કેશા સાથે અનેક પ્રકારના સંવાદો થતા. મુનિ તત્ત્વમાર્ગે દેરી લઈ જવા માંગતા અને કેશા શંગારમાં ઝબોળવા પ્રવૃત્તિ કરતી હતી. આ સંવાદ કેવા પંકારને હવે તેમાં આપણે ડોકીઉં કરીએ.
કેશાએ પહેલાં પ્રથમજ પૂછયું-“હે સ્વામિન ! સ્વાધીન એવી કામિનીનાં આલિંગન આદિ છોડીને આવું કઠોર તપ શા માટે કરે છે? આ ત્યાગ સાધવાને સમય નથી, માટે મારી સાથે ફરીથી યથેચ્છ વિષયસુખ ભોગવી તેને સ્વાદ લ્યો. ફરીથી આ મનુષ્ય ભવ પામે દુર્લભ છે, અને આ યૌવન પણ પામવું દુર્લભ છે.
.-“હે ભદે ! અપવિત્ર અને મલભૂલનું પાત્ર એવા કામિનીના શરીરને આલિંગની કરવાને કાણુ ઈછે? વળી આ વિષયો અનેકવાર ભગવ્યા છતાં તેનાથી તૃપ્તિ થતી નથી અને થઈ નથી.
अवश्यं याताराश्वरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । वजंतः स्वातंत्र्यादतुल परितापायमनसः
स्वयं त्यक्त्वा ह्येते शिवसुखमनंतं विदधति ॥
આ વિષયે લાંબા વખત સુધી રહીને પણ છેવટે જનારા છે એ નક્કી છે, તો પછી તેના વિયોગમાં લેર કયાં રહ્યો કે જેથી માણસે પિતાની મેળે વિષયને છેડતા નથી કેમકે જે એ વિષયે પિતાની મેળે આપણુથી છુટા પડે છે તે મનને અતિ પરિતાપ ઉત્પન્ન કરે છે, પણ જે આપણે પોતે જ ખુશીથી તેનો ત્યાગ કરીએ છીએ તે તે અનંત મોક્ષનું સુખ આપે છે.
માટે સર્પની ફેણ જેવા આ વિષયને છેડી દઈ શીલરૂપી અલંકારથી તારા સંદર અંગને અલંકૃત કર. આ મનુષ્ય ભવ ફરીથી મળવા મુશ્કેલ છે, અને તે ભવ ધર્મવિના હારી જઈશ, સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે –
न धम्मकज्जा परमत्थि कज्जं न पाणिहिंसा परमं अकज्जं । . न पेमरागा परमत्थि बंधो न बोहिलामा परिमत्थि लाभो ॥
-ધર્મ કાર્યથી ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી, પ્રાણીની હિંસા ઉપરાંત બીજું કોઈ અકાર્ય નથી, પ્રેમરાગથી વિશેષ કઈ બંધન નથી અને બધિ (સમ્યકત્વ)ના લાભ ઉપરાંત બીજે કઈ પરમ લાભ નથી.
માટે પ્રેમ રાગ છોડી દે.
કેશા–“વાહરે પ્રધાનજી! રાજાએ હમને આવું જ પ્રધાનપણું આપ્યું કે ! જાઓ જી જાઓ! આવા ઢગ છોડી દે !
સ્થ–મેં ખરે જ સઘળા ઢગ છોડી દીધા છે, કોશા ! રાજાએ મને પ્રધાનપણું આપવા ઈચ્છયું તે લેવું કે નહિ તેને વિચાર કરતાં મને પ્રધાનપણ કરતાં રાજાપણુંમહારાજાપણું લેવા મન થયું. તેથી આ વેશ અંગીકાર કર્યો છે. જયારથી મેં આ વેશ