________________
૩૨૨
* જૈન કોન્ફરન્સ હૈં.
•...
સ્થૂલભદ્ર રાજા પાસે ગયા અને પછી મુનિવ્રત લીધું. આ વાતની ખબર કેશાને પડી ત્યારે બહુ દુઃખિત થઈ આંખમાં આંસુ લાવી વિરહતુરપણે વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગી કે-હ ચતુર ચાણક્ય! તમે રાજ્યમુદ્રા તજીને ભિક્ષુમુદ્રા શા માટે અંગીકાર કરી ? હે પ્રાણનાથ ! મારે તમારા વિના કે આધાર છે? હવે હું શું કરું? કેવી રીતે જીવું?” એવી રીતે અનેક પ્રકારનાં વિરહવાક્ય બોલવા લાગી. આમ અનેક દિવસ, ભાસ, વર્ષ વીતી ગયાં, પરંતુ તેને સ્થૂલભદ્ર મુનિનાં દર્શન થયાં નહિ. તે બિચારી જાણતી ન હતી કે મુનિનાં પવિત્ર પગલાં પિતાની ચિત્રશાળામાં થવાનાં છે, એક ઘર માટે નહિ પણ ચાર માસ સુધી થવાનાં છે, અને તેનાં ભોગવિલાસમાં રહીને પણ નિલેપ મુનિ રહી તેણુને જ પ્રતિબોધવાના છે! અહે ! એ વિચિત્ર સંગમાં કેવી અવનવી મધુરતા, ભક્તિ અને ધર્મપ્રીતિ રહેલી છે તે પરિણામે જ જણાય છે; નહિ તે,
અભ્રષ્ટ તતભ્રષ્ટ, થયા કાં યોગભ્રષ્ટ એ,
ગણયા ભૂલને પાત્ર, હતા માત્ર મનુષ્ય એ. સ્થૂલભદ્ર સમર્થ રોગી હતા,–રમ રમે યોગ હતો, મન વચન અને શરીરના યોગને નિગ્રહ કરનાર અપૂર્વ આત્મસંયમી હતા, અને તેની કસોટીથી પરીક્ષા કરાવી પિતાનામાં કેટલું પ્રબલ ચેતન છે તે જણાવવા ઉપર જણાવ્યા પ્રમાણે પૂજ્ય ગુરૂની આજ્ઞા લઈ ગત વર્ષોમાં–ગૃહસ્થપણે જેની સાથે પોતે અનેક ભોગવિલાએ કર્યા હતા, તેમાં રસ લીધું હતું અને તેથી અનેક કમબંધન બાંધ્યા હતાં તે કેશા વેશ્યાને ઘેર મુનિ તરીકેનું ચાતુર્માસ કરવા આવી પહોંચ્યા. આગળની હાલી કેશા સામે આવી, ઓળખી લીધા અને વિચારતી રહી કે કેલના સ્તંભ સરખા સાથેલવાળા કેમળ શરીરવાળા આ સ્થૂલભદ્ર વ્રતભારથી ખિન્ન થઈને અહીં પાછા આવ્યા જણાય છે; પછી- " કેશાહે સ્વામિન, આપ ભલે પધાર્યા, તથા આપનું શું કાર્ય હું કરું? તુરત જ
કરમ. ફરમાવો. આ શરીર, ધન, પરિવાર વગેરે સઘળુંઆપનું જ છે. સ્વર – ચાતુર્માસ સુધી રહેવા માટે તમારી ચિત્રશાલા મને આપે ! કેશાન્તે આપની જ છે. ખુશીથી ગ્રહણ કરે અને આનંદ આપે.
સ્થૂલભદ્ર કેશાની રજા લઈ તેમાં તે રહ્યા. ધ્યાનમાં સ્થિત થઈ મનસાથે ગોષ્ઠી કરવા લાગ્યાઃ “એ પ્રબળ આત્મન ! તું સાવધાન થા; ઉચ્ચભાવના રૂપી દેવદૂત! હાયમાં રહો ! પેલી લલિત બલાને તેણીને ખરા રૂપમાં જોવાની–પ્રતિબંધવાની મને શક્તિ આપ.”
કેશા મનસાથે એવું વિચારવા લાગી. મુનિવ્રત સહન ન થવાથી અહીં પૂર્વસ ચાખવા આવ્યા છે. લજજાને લીધે તે હમણાં કંઈ નહી બોલે, અનુક્રમે બોલશે અને મને લક્ષ્મી આપશે. હું એને ક્ષણવારમાં ચાતુર્ય અને શૃંગાર રસરૂપી સમુદ્રમાં ડુબાવીશ.” આમ વિચારી તે બાકણ, સંબાકણ અને સંબાનેય એવા ત્રણ પ્રકારના ધાન્યથી, તથા દૂધ દહીં ઘી કાંજી છાશ અને મધ એ છ રસોથી, તથા મૂળ, કંદ, ઈક્ષરસ, લતા, પુત્ર, પુષ્પ અને ફળ એ છ પ્રકારના શાકથી મુનિને જમાડવા લાગી. તેમના જમી રહ્યા પછી પડી રહેલું