________________
સ્થૂલભદ્ર.
૩૧૭
* #vv
કહેવું કે સ્વામીને અભક્ત સેવક એવો પિતા પણ વધ કરવા લાયક માટે ઘડપણથી મૃત્યુને પ્ય થયેલે એ હું જે આવી રીતે મૃત્યુ પામીશ, તે તું મારા કુલગ્રહને રૂં. ભરૂપ થઈને લાંબા કાળસૂધી આનંદ પામીશ.
શ્રીયક આંખોમાં આંસુ લાવી કહેવા લાગ્યો–“હે તાત ! આવું ઘર કમ એક કસાઈ પણ શું કરી શકે ખરે?”
મંત્રીશ્વર—એવો એવો વિચાર કરીને તે તું કેવલ વૈરીના મનોરથોને સંપૂર્ણ કરીશ. માટે જેટલામાં રાજા કુટુંબ સહિત મને મારી નાખે નહિ તેટલા સુધીમાં એક ફક્ત મારા, જ નાશથી આખા કુટુંબનું તું રક્ષણ કર. વળી હું મુખમાં તાલપુટ નામે ઝેર રાખીને નમસ્કાર કરીશ, તેથી મને હણવાથી તને પિતૃહત્યાનું પાપ પણ લાગશે નહિ.”
આવી પિતાની શિખામણથી શ્રીયકે તેમ કરવા કબુલ્યું અને તે પ્રમાણે જ કર્યું. આગામી કલના સુખ માટે બુદ્ધિમત્તે પિતાના નાશપર્યત પણ ભયંકર કાર્ય કરે છે.
આથી રાજાએ સંબ્રમપૂર્વક પૂછયું- હે વત્સ! તેં આ દુષ્કર કાર્ય શું કર્યું?– તે વૃથા પિતાને વધ કેમ કર્યો?”
શ્રીયક–જે મારા સ્વામી એવા રાજાને દેવી થાય તેને એવી જ શિક્ષા થવી જોઈએ! જ્યારે આપે મારા પિતાને દોષિત જાણ્યા ત્યારે મારે તેમનું મરણ કરવું પડ્યું, કેમકે ચાકરેએ તે સ્વામીના ચિત્તને અનુસારે જ વર્તવું જોઈએ. વળી ચાકર પિતે જ્યાંસુધી દેને જાણે ત્યાં સુધી જ તેઓ તેના ઉપાય માટે વિચાર કરે, પણ જ્યારે સ્વામી પિતે જ તે દેશોને જાણે ત્યારે તેમાં ચારે વિચાર કરવા જેવું હોય જ નહિ !”
* રાજાએ ફરીથી કારણ પૂછયું, ત્યારે તેણે પેલા બ્રાહ્મણનું સ્વરૂપ કહી બતાવ્યું, તે ઉપરથી નંદરાજાએ બ્રાહ્મણને દેશયાગ કરાવ્યું. પછી શકટાળની સર્વ ઔર્વદેહિક ક્રિયા અગ્નિસંસ્કાર ર્યા પછી શ્રીયકને કહ્યું: “તને ધન્ય છે ! તું જ સઘળા સેવકોમાં શિરેમણિ છે. શાસ્ત્રોમાં સેવકનું સ્વરૂપ કહ્યું છે તેવો જ તું છે. કહ્યું છે કે જે યુદ્ધને પ્રસંગે આગળ ચાલે, નગરમાં પાછળ ચાલે, મહેલમાં દ્વાર પાસે સદા ઉભે રહે, તે સેવક રાજાને વલ્લભ થાય. વળી સ્વામીએ બોલાવ્યો છતો ચિરંજીવ’ એમ કહે તે, કૃત્યાકૃત્યમાં ચતુર, અને જે પિતાના ધ્યાનમાં આવ્યું એમ કરનારો ન હોય તે સેવક રાજાને વલ્લભ થાય; તેમજ તેજસ્વી એવો સૂર્ય પણ જેમ કિરણ વિના દીપ નથી, તેમ લકે પર અનુગ્રહ -દયા કરનારા એવા સેવકે વિના રાજા દીપતો નથી. આમ છે માટે, હે શ્રીયક ! તું મંત્રીમુદ્રા ગ્રહણ કર.”
શ્રીયક—મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર કેશા ગણિકાના આવાસમાં પિતાજીની કૃપાથી ભોગવિલાસ ભોગવે છે તેને એ મુદ્રા આપે.”
રાજાએ વિચાર્યું કે અહો ! આવો નિર્લોભી મેં કોઈ જોયો નથી, કારણ કે પૃથ્વી ઉપર તે ઘણું કરીને બહુ લોભીઓ જ દેખાય છે, લોભને વશે તો તેઓ વિદેશ જાય છે, સમુદ્રમાં પણ ફરે છે, વળી તૃષ્ણ પણ ભયંકર છે. કહ્યું છે કે-સર્વ દાંત પડી ગયા, બુદ્ધિ જાડી થઈ ગઈ, હાથ પગ કંપવા લાગ્યા, આંખમાંથી પાણી સરવા લાગ્યું, બળ ગળી