SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ જૈન કોન્ફરન્સ હૈર૯. - ^^^^^^ ગયું, સૌંદર્ય નાશી ગયું અને યમરાજાની મોટી દાસી જે જરા તે પણ આવી, છતાં તૃષ્ણા એ એકલી જ સુભટા દદયરૂપી નગરમાં નૃત્ય કરે છે.' પછી રાજાએ સ્થૂલભદ્રને તેડવાને પિતાના સેવકને મોકલ્યો. તેણે તે વેશ્યાની ચિત્રશાળામાં દેવાંગના સરખી તે સ્ત્રી સાથે પાસા રમવામાં તલ્લીન થએલા સ્થૂલભદ્રને પ્રણામ કરીને શકટાળ મંત્રીના મૃત્યુવિષે વાત કરી અને કહ્યું કે તેથી હવે રાજા આપને મંત્રીમુદ્રા આપવાના છે તે માટે બોલાવે છે? તે વખતે વજઘાત થયો હોય તેમ તેને લાગ્યું. નયનમાંથી આંસુ પડવા સાથે મુખનું તાંબુલ નાંખી દેતાં તેણે કેશ્યા પાસે દરબારમાં જવાની રજા માગી. કેશા—હે સ્વામિન ! જેમ વર્ષાઋતુમાં પાણી ચઢવાથી કમલિની (પિયણ) બં નહિ, તેમ સંધ્યા પ્રસરત એટલી વાર કોણ વાટ જોશે? બીજાં જે જોડલાં છે, તે અખંડ સુખ વૈભવને ભોગવે છે,–તેઓ ક્યારે પણ વિરહના દુઃખને દેખતાં નથી પણ તેઓને જ્યારે વિરહ થાય છે ત્યારે તેમને ભરણથી પણ અનંતગણું દુઃખ લાગે છે. વિરહના દુખથી ભય પામેલ મહાદેવ ત્રણ લેકની લાજ ત્યાગ કરીને સ્ત્રીને પાસે રાખીને અર્ધનારી જટેશ્વરરૂપ થયે-એવો એ મહાદેવ તે એક પ્રશંસવા યોગ્ય છે -આમ કહી, તેણીએ વિનતિ કરી “આપ પાછા આવો ત્યાંસુધી કેઈને પણ અહીં મૂકતા જાઓ.” આ ઉપરથી સ્થૂલભદ્રે ત્યાં પિતાના સેવકને બેસારીને રાજા પાસે જઈ પ્રણામ કર્યા. (૨) ત્યાગ. રાજમાં રહેવું બં, પગલે પગલે પાપ, રાજમાં રહેવું ભૂંડુ-નથુરામ. રાજાએ સ્થલભદ્રને કહ્યું “મંત્રી મુદ્રા પહેર; કારણકે તારે પિતા મૃત્યુ પામે છે, માટે એ પદ ક્રમ પ્રમાણે તું ગ્રહણ કર. સ્થૂલભદ્ર રાજાને કહ્યું “આપનું કહેવું પ્રમાણ છે, પણ વિચાર કરીને ગ્રહણ કરીશ.” સ્થૂલભદ્ર સીધે રાજ્યમહેલ પાસેના અશેકવનમાં ગયે. અહીં એકાંતમાં વિચાર કરવા લાગે; વિકારો અને વિતર્કોમાં વિખરાયેલી સર્વ આત્મિક શક્તિઓને એકઠી કરીને તે સર્વ શક્તિઓ એકજ દિશામાં “પ્રધાનપદ લેવું કે નહિ?” તે પ્રશ્નના નિરાકરણમાં કામે લગાડી અને તુરતજ જેમ દિવા આગળ પ્રકાશ થવો જ જોઈએ તેમ તેના આગળ જ્ઞાનને પ્રકાશ થયે. ગણિકા અને રાગરંગના ખ્યાલ હમણાં તેની કલ્પનામાંથી દેશનિકાલ થયાં હતાં. હમણાં તે સ્વસ્થ ચિત્ત અને મને શાંતિને લીધે નવીજ વિચારટિમાં મહાલત હતું. તેના Soul-vision-intuition અંતર્તાનમાં તેણે જે કાંઈ જોયું તેથી વિચાર છે કે “પિતાનું મૃત્યુ થયું. શાથી થયું,? તેજ વૈતરણી નદીરૂપ મંત્રી મુદ્રાએજ પિતાનું મૃત્યુ નિપજાવ્યું. આવી વિટંબનાકારક મુદ્રાનું શું ગ્રહણ કરવું ? નહિ જ-તેને ત્યાગ કરવો ઘટે છે. વળી જે માણસ આવા મંત્રી આદિકનાં કાર્યોમાં જોડાય છે, તે લોકો સ્નાન, જજ, નિદ્રા આદિક સુખો અનુભવી શકતા નથી, તેમજ તેવાં કા
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy