________________
૩૧૬
જૈન કૅન્ફરેન્સ ર૭. રાજા પણ જોવા આવેલો છે તે જાણીને પિતાની ઉત્કૃષ્ટતાનું ભાન લાવીને વિસ્તાર સહિત ગંગાની સ્તુતિ કરવા લાગ્યું. તે સ્તુતિ કર્યા પછી તેણે જે યંત્ર પતે ગોઠવ્યું હતું તે ચલાવ્યું પણ સોનામહોરની પિોટલી તે તેના હાથમાં આવીને પડી નહિ; પછી તે તે હાથથી કરીને તે પોટલી શોધવા લાગે, પણ નહિ જડવાથી મૌન રહ્યો. પછી મંત્રીશ્વરે કહ્યું “કેમ ! આટલી સ્તુતિ કર્યા પછી પણ ગંગા આજ કંઈ નથી આપતી? બીજું તે રહ્યું પણ તારું થાપણ તરીકે રાખેલું દ્રવ્ય પણ ગાંગા ન આપે? કે તારે આવી રીતે તે શોધવું પડે છે!” ત્યારે બ્રાહ્મણે કહ્યું “કંઈ સમજાતું નથી. આજ સુધી તે ગંગા મારે ભાગ્ય આપતાં, આજ આપતાં નથી. શું કરવું? અભાગ્ય ઉદય આવે છે ત્યારે પુરૂષને દારિદ્રય
આવે છે. ભાગ્યોદય થાય છે ત્યારે તે સરસ્વતી પણ વશવર્તી થાય છે.” આ ઉપરથી મંત્રીએ પિતે પેલી થેલી બતાવી અને પૂછયું કે “ એ કોની છે?” બ્રાહ્મણ વિચારમાં પડે; જે
એ મારી નથી એમ કહું, તે થેલી જાય છે, અને તે મેં મૂકી હતી તેથી હારી છે એમ કહું તો ખોટ કરું છું.' આખરે મારી નથી એમ કહીશ તે લક્ષ્મી સમૂળગી જતી રહેશે એ ઠીક નહિ તેથી બોલ્યો કે “તે મારી છે.” આથી સર્વને ખબર પડી કે વરરૂચિએ ગંગા નદીમાં એક યંત્ર બેઠવ્યું હતું અને તેની અંદર ૧૦૮ સોના મહેરને લુગડામાં બાંધીને રાખતા. પછી પ્રભાતમાં ગંગા નદીમાં સ્નાન કરીને તે તે યંત્રને પગથી દાબત તેથી તે સોનામહોરની થેલી ઉછળીને તેના હાથમાં પડતી. આ જાણ રાજા અને લોકેએ તેને ધિક્કારી કાઢો. આના પરિણામે–ત્યારથી આ બ્રાહ્મણ મંત્રી ઉપર વેર રાખવા લાગે અને તેનાં છિદ્ર જેવા લાગ્યો.
હવે વરરૂચિ પણ મનમાં ઈષ્ય લાવીને મંત્રીપર પિતાનું વૈર વાળવાની ઈચ્છા કરવા લાગે, તેથી ભત્રીના ઘરની સઘળી વાતો મંત્રીની એક દાસીને મળીને પૂછવા લાગ્યો. એક દિવસ તે દાસીએ વરરૂચિને કહ્યું કે શ્રીયકના લગ્નમહોત્સવમાં મંત્રી રાજાને પિતાને ઘેર જમાડવાને છે, અને તે દિવસે રાજાને ભેટ આપવા માટે તે શ તૈયાર કરાવે છે; કારણ કે રાજાઓને તે ભેટ અત્યંત પ્રિય હોય છે. આને લાભ લઈને છળના જાણનારા એવા તે વરરૂચિએ ગામના છોકરાઓને ચણા આદિક આપીને ગામમાં એવું બલવાને શિખવ્યું કે “રાજા એમ જાણતા નથી કે શકટાલ મંત્રી પિતાને (રાજાને ) મારીને શ્રીયકને ગાદીએ બેસાડવાને છે.” છોકરાંઓ હમેશાં આવું આવું બોલવા લાગ્યા એટલે લોકના મુખથી રાજાને ખબર પડતાં તેણે વિચાર્યું કે “બાળકોનું વચન અન્યથા હોય નહિ; કારણ કે કહ્યું છે કે –દિવસે વિજળી નિષ્ફળ હોય નહિ, રાત્રિનું ગજિત નિષ્ફળ હેય નહિ, સ્ત્રી કે બાળકનાં વચન, અદ્રશ્ય વાણી અને દેવનાં દર્શન નિષ્ફળ હોય નહિ.” આની ખાત્રી કરવા રાજાએ પિતાના એક ગુપ્ત માણસને મોકલ્યો. તે માણસે મંત્રીને ઘરને વૃત્તાંત જણાવ્યું કે શસ્ત્રો તૈયાર થાય છે. પછી સેવા વખતે મંત્રીએ આવીને જેવો રાજાને નમસ્કાર કર્યો કે તુરત રાજાએ ધથી તેના સન્મુખ પણ જોયું નહિ.
મંત્રીએ તુરત રાજાને ભાવ જાણી લઈ ઘેર આવી શ્રીયકને કહ્યું: “કોઈએ મારા વિષે રાજાને કંઈ બૂરું સમજાવ્યું છે, માટે આ આપણું કુલને અકસ્માત ક્ષય થવાને વખત નજદીક આવી પહોંચ્યો છે, પણ જે હું કહું તેમ તું કરે તો સર્વ કુલનું રક્ષણ થઈ શકે તેમ છે. માટે હવે જ્યારે રાજાને નમન કરું ત્યારે તારે મારું મસ્તક છેદી નાંખવું અને