________________
સ્થૂલભદ્ર. વરરૂચિ ત્યાર પછી રાજા પાસે પોતાનાં કાવ્યો બોલવા લાગે ત્યારે મંત્રીએ તેની પ્રશંસા કરી અને રાજાએ સંતુષ્ટ થઈ ૧૦૮ સોના મહોર આપી અને હમેશાં એવી રીતે ૧૦૮ સેના મહોર રાજા દેવા લાગ્યો. મંત્રીએ રાજાને આમ કરતે જોઈ પૂછ્યું “આ આપ શું કરો છો ? ” ત્યારે રાજાએ કહ્યું “ફક્ત તે તેની પ્રશંસા કરેલી તેથી જ હું તેને દાન કરું છું, કારણ કે જો હું મારી પિતાની ઈચ્છાથી જ કરતે હોઉં તે પહેલાં જ શા માટે ન આપત?” ત્યારે મંત્રોએ કહ્યું “મેં કંઈ તેની પ્રશંસા કરી નથી, પણ આ૫નાં કરેલાં કાબે ઉત્તમ છે એમ મેં પ્રશંસા કરી છે. ત્યારે રાજાએ કહ્યું: “તે બ્રાહ્મણ બીજાનાં કરેલાં કાવ્યો અહિં પોતાના તરીકે લેખાવીને સ્તુતિ કરે છે તે બાબતની ખાત્રી શું?” ત્યારે મંત્રીએ યુતિ શોધી કહાડી કહ્યું કે “તે કાવ્યો તો મારી પુત્રીઓ (કે જે ઉપર કહેવા મુજબ સ્મરણ શક્તિવાળી હતી) પણ જાણે છે અને હું તેની આપને આવતી કાલે પ્રભાત ખાત્રી કરાવી આપીશ.”
બીજી સવારે મંત્રી પિતાની છ પુત્રીઓ સહિત રાજસભામાં આવ્યો. વરરૂચિ નવાં " કરેલ પિતાનાંક ૧૦૮ કાવ્યો બોલ્યો. તે પહેલી પુત્રીએ સાંભળ્યાં એટલે ફરી બોલી ગઈ, પછી બીજી બોલી: ગ, એમ અનુક્રમે સાતે પુત્રીઓ તે કાવ્યો એલી ગઈ ! રાજાએ ચમકાર પામી મંત્રીને કહ્યું: “આપની પુત્રીઓ સાક્ષાત્ સરસ્વતી છે.” અને વરરૂચિ પર ગુસ્સે થઈ તેને દાન આપવું બંધ કર્યું, કેમકે મંત્રીઓના ઉપાયે નિગ્રહ-અનુગ્રહ કરવામાં સમર્થ જ હોય છે.
હવે તે બ્રાહ્મણે એમ કરવા માંડયું કે દરરોજ પ્રભાતે ૧૦૮ કાવ્યથી ગંગાની સ્તુતિ કરીને તે તેની પાસેથી ૧૦૮ મહોરો મેળવવા લાગે. આ વાત સર્વ લોકમાં પ્રસિદ્ધ થઈ તેથી એની સ્તુતિ થવા લાગી. “અહો ! આ બ્રાહ્મણ તે પુણ્યવાન છે, જ્ઞાનવાન છે-પૂર્વે તેણે જ્ઞાનની આરાધના કરી હશે કારણકે કહ્યું છે; કે-જ્ઞાનદાનથી જ્ઞાનવાનું થવાય છે, અભયદાનથી નિર્ભય થવાય છે, અન્નદાનથી સુખી થવાય છે અને ઔષધદાનથી નિરોગી થવાય છે.” આ વાત રાજાએ લોકોના મુખેથી સાંભળીને મંત્રીને કહી. શટલ મંત્રી મહાનિપુણ અને ચતુર હતા, તે સમજી ગયો કે દેવતાની આવી પ્રસાદી બ્રાહ્મણપર થઈ છે એ વાત ખોટી હેવી જોઈએ અને કંઈક યુક્તિ તે બ્રાહ્મણે કરી દેવી જોઈએ. આમ વિચારી જવાબ આપે કે “રાજન ! જે એમ હોય તો આપણે પ્રભાતમાં ત્યાં જઈ નજરે જોઈ ખાત્રી કરીશું.” રાજાએ પણ તેમ કરવાનું કબૂલ કર્યું. પછી સંધ્યાકાલે મંત્રીએ ગુપ્ત માણસને નદીને કિનારે તેની તપાસ કરવા મોકલ્યા. તેમને એક કોઈ જોઈ ન શકે તેમ એક પક્ષી માફક ઝાડીમાં ભરાઈને બેઠો. રાત્રીને સમય હતો. અંધકાર હતો તેવામાં વરરૂચિએ ગુપ્ત રીતે ત્યાં આવી નદીના પાણીમાં સોના મહોરોની થેલી રાખીને પાછો તે પિતાને ઘેર ગયે. પછી પિલા ગુપ્ત પુરૂષે તેના (વરરૂચિના) જીવીત સરખી તે થેલીને લઈને ગુમરીતે આવી મંત્રીને સંપી. હવે પ્રભાતે મંત્રી પણ તે થેલી પિતાની સાથે ગુપ્તપણે રાખીને રાજાની સાથે ગાંગાને કિનારે ગયો તથા તે વખતે વરચિ પણ ત્યાં આવ્યા. આ વખતે તે મૂઢ
*ભરતેશ્વર બાહુબલીવૃત્તિમાં ૫૦૦ ની સંખ્યા આપી છે. ગંગા નદીને કિનારેજ પાટલીપુત્ર નગર આવેલું છે.