________________
૩૧
.
જેન ન્યુરન્સ દૂર૯.
જેને એ મુખ્ય કરીને વ્યાપારી પ્રજા છે. આપણું હાલના રાજકર્તાઓ પણ એક વ્યાપારી પ્રજા જ છે એમ સામ્ય આપીએ તે તેમાં અત્યુતિ કે ખુશામત કહેવાને કાંઈ કારણ નથી. પિતાની પરંપરાપ્રાપ્ત વૃત્તિને પિવી, કેળવી, સમર્થ કરવામાં આવે તે ભવિષ્યમાં જેને શું ન કરી શકે એ કહી શકાય નહિ. પણ તેવાં સામર્થ્ય માટે કઈ જાતની કેળવણી ઈષ્ટ છે તે વિચારવું જોઈએ. તે વિચારવા માટે કેળવણીનાં શાસ્ત્ર અને તેની કળાને પણ ગાઢ અભ્યાસ કરવો જોઈએ. જ્યાં સુધી જેવા વિચારને જ પિતાને જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવનારા ન નીકળે ત્યાં સુધી કેળવણીની દિશા નિર્ણત થઈ શકશે નહિ. માટે પહેલી જરૂર તે કેળવણી વિષે સંપૂર્ણ, સર્વતોમુખ, સર્વગ્રાહી, અને સ્વતંત્ર અભ્યાસ કરનારની મોટી જરૂર છે. જો જેમાં તેવા ન નીકળી શકે તે બીજેથી પણ તે જાતની મદદ લેવામાં નાણાં ખરચવાં પડે છે તે પણ લાભકારક ખરચ છે એમ સમજવું જોઈએ.
હાલ તેવું કઈ નહિ હોવાથી, હાલના જૈનોનાં કેળવણીખાતાંઓ પર દેખરેખ રાખનારા કાંતે વકીલવર્ગમાંના ઉત્સાહી પુરૂષ અને તે પણ ન મળે તે વેપારીવર્ગમાંથી કોઈ મહેનતુ સ્વયંસેવકે હેય છે. વકીલને ધંધે અને વેપારીની ઉધોગી જીંદગી દેખરેખ માટે પણ ભાગ્યે જ ફુરસદ આપી શકે છે. તે પછી કેળવણીની દિશા બતાવવાનું તે સ્વા લોકોથી કેમજ બની શકે ? અને કદાચ કોઈ તે બાબત પર મહેનત કરવા વિચાર રાખ, તો પણ તેમના પ્રયાસ છુટાછવાયા અને ક્ષણ ક્ષણનાજ હોઈ શકે.
જ્યારે લોકોની આંખમાં સામેથી પેસી જાય તેવાં પરિણામ બતાવી શકાતાં નથી, ત્યારે સ્વાભાવિક રીતે જ લેકે નાણાં આપવામાં ઉદાર રહી શકતા નથી. એટલે જેની કેળવણીની સંસ્થાઓમાં બીજી મુશ્કેલી નાણાંની પડે છે. એક વખત તે એક સંસ્થા તાબડતબ કાઢવામાં આવે છે, પણ પછી તે નિભાવવા માટે જોઈએ તેટલાં નાણાં નહીં હોવાથી જેમ તેમ કરી તેને ચાલુ રાખવામાં આવે છે. કેળવણી સારી આપવાના કે તેને માટે સારા શિક્ષક કે સારાં સાધનો પૂરા પાડવાના વિચાર માત્રને દૂર કરી દેવા પડે છે. માત્ર ઉઘાડેલું ખાતું કેમ ચાલે તેટલે જ વિચાર રાખી ગમે તેવું કામ સ્વીકારવું પડે છે. આવી સ્થિતિના ગેરફાયદાનું વિવેચન કરવાની જરૂર નથી. જે કોઈપણ એકાદ સંસ્થામાં ઉપર ફરતી નજર નાખશે તે પણ જાણી શકશે કે ઉપરની ટીકામાં કેટલું સત્ય છે.
જે પૈસા ખરચવે બહુજ ઉદાર છે, જેને નવા પ્રયાસ ખેડવે બહુજ સાહસિક હેય છે, જેને પરોપકાર માટે સદા તત્પર હોય છે, જેને સ્વધર્મ માટે બહુજ ચુસ્ત હેય છે, જેને એવી સુંવાળી અને શુભકરક્ત કોમ છે કે સારા રસ્તા બતાવવામાં આવે તો તે તુર્ત વળી શકે છે; આવા કોમના સાહજીક ગુણોને લાભ લેવો અને તેનાં સારામાં સારા પરિણામ લાવવાં એ દરેક સમજુ જૈનનું અને બીજા પણ–જુદ્દીનનું પણ કર્તવ્ય છે. તે કર્તવ્યનાં ભાનથી જ ઉપરની ટીકા કરવામાં આવી છે અને આશા છે કે તેને સારો અર્થ લેવામાં આવશે અને જૈન ભાઈએ તેમના કેળવણી માટેનાં પગલાંઓ વધારે ત્વરાથી અને વધારે લાભ આપી શકે તેવી રીતે ભરવાનું ચાલુ રાખશે. તથાસ્તુ.