________________
૩૦૪
જૈન અને કેળવણી. જેનો અને કેળવણી.
( લખનારા . રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીઆ એમ.એ. એલ. એ. બી.)
જગત આનંદથી જુએ છે કે જેનોએ કેળવણીની જરૂર ત્વરાથી સ્વીકારી છે અને તત્પરતાથી પગલાં ભરવા કમર કસી છે. પરંતુ, દીલગીરી સાથે જણાવવું પડે છે કે એટલાં બધાં નાણાં બહોળે હાથે ખરચવામાં આવે છે, છતાં કેળવણી વિષે સંગીન અભ્યાસ કરી, સ્વતંત્ર વિચારે બાંધી શકે તેવા કેળવણી-પૂજો દેખાતા નથી. આવા કેળવણીપૂજકોને અભાવે જે ખરચ થાય છે તેને લાભ જેટલો મળવો જોઈએ તેટલો મળતો નથી.
કેળવણી-પૂજકો એ ન શબ્દ વાપરતાં તેને હું શું અર્થ કરું છું તે મારે કહેવું જોઈએ. પૂજક એટલે પૂજનાર; કેળવણીને પૂજનારાઓ જૈનોમાં નથી એમ ન કહેવાય, જે પુજકમાં હું પૂજનાર” એટલે જ અર્થ સમાવું તે પૂજક એટલે પૂજનાર ખરા, પણ હાલના આપણું તાતા પૂજનાર જ નહિં, પણ કેળવણી વિષયે ખરું જ્ઞાન મેળવી, આપણી જરૂરીયાતોને ઉંડો વિચાર કરી, ખરી કેળવણીના પ્રચાર માટે પિતાનું સર્વસ્વ તજી દઈ, ખરો ભકત પિતાના દેવને જેવી રીતે પૂજે-પૂજે તેટલું જ નહિ પણ–પિતાપણું ભૂલી જઈ પૂજ્યદેવમાં જ પિતાપણાને સમાવેશ કરી દે તેવા ભકત, તેવા અનન્ય ભક્તનેજ “કેળવણી પૂજક હું કહું છું. ખાસ કરીને ત્રણ બાબતેના વિચારમાં જ પિતાનું - જીવન–અગર જીવનની અમુક ઘડી સમર્પવાને તૈયાર હોય તેવાજ કેળવણીપૂજક કેળવણી સંબંધે કાંઈક કહી શકે અને તેવાજ ખરો લાભ આપી, વપરાતા પૈસાને પૂરો બદલે લઈ શકે. તે ત્રણ બાબતે હું નીચેની ગણું છું.-૧ ખરી કેળવણી કેને કહેવાય એ દેશકાળ અને પાત્ર વિચાર કરી જાણવું; ૨ તેવી કેળવણી કેવી પદ્ધતિથી આપી શકાય તેને વિચાર કરી, આચાર માટે માર્ગ નિર્દેશ કરે. ૩ તેમ કરવા માટે જોઇતાં નાણાં એકઠાં કરવા અને તેને સન્માર્ગે ખરચવા જીવતડ પ્રયાસ કરવા. આવી રીતે પ્રયાસ કરનારાને અને ઉપર કહ્યું તેટલું જ્ઞાન અને વિચાર કરનારાઓને જ હું કેળવણીપૂજક કહું છું. આવા સંપૂર્ણાર્થમાં કેળવણીપૂજક કેઈપણ નહિં હોવાથી જૈનને કેળવણી માટે ઉત્સાહ ખારી જમીનમાં પ્રવેશ કરનારા ઝરણ પેઠે ગુમ થઈ જાય છે અને કેળવણી માટે ખરચાતાં નાણાં અનુત્પાદક બી પેઠે સંત સડી જાય છે અને નહિતર બહુજ કંગાળ પેદાશ આપે છે.
આ ખરેખર ખુશી થવા જેવું છે કે, જેને સારે પૈસા કેળવણી માટે ખરચી શકે તેવા છે અને ખરચે પણ છે. પરંતુ ઉપર કહેલા કારણને લીધે તે પૈસાને પૂરે લાભ મળી શક્તિ નથી એ બતાવવાને આ પ્રયાસ છે.
કેળવણી કેવી જાતની આપવી જોઈએ એ તો કોઈપણ વિચાર કરતું જ નથી. દેશકાળને ધ્યાનમાં લઈ ઘટતા ફોરફેર સાથે કેળવણી આપવાનું બની શકે તો, ખરેખર, જેનો પણ એક આગળ પડતી કામ થઈ જાય. હમણાં તો જૂને ચીલે વગર વિચાર્યું જ જવાય છે, અને તેમાં માત્ર ધર્મને વિષય ઉમેરાય છે; તે ઉમેરે પણ કેટલાં સારાં ફળ આપશે એ તે અત્યારે કઈ કહી શકે નહિ.