________________
જૈન ફ્રાન્સ હૅરલ્ડ.
(૫) હવે કર્તવ્યપ્રદેશના અંગુલિનિર્દેશ કરીએઃ—આ સૂચનામાં કંઈ અપૂર્વવ ચમત્કાર કે વિશેષતા જેવું છે એમ લેખકનું માનવું નથી; તે પણ તેની પરિચ્છિન્ન દષ્ટિએ જણાતું કર્તવ્ય સૌની પેઠે તે પણ જણાવે છે.
કુંન્ટ
જ્યાં જ્યાં વિહાર કરવાના હોય ત્યાં ત્યાં લોકોની સ્થિતિ, ધર્મરૂચિ, જરૂરીઆતા વગેરેનું જ્ઞાન મેળવી, પછી લાંબે વિચાર કરી, તદનુસાર ઉપદેશપદ્ધતિ રાખવી અને કાંતે કઇ સારૂં કામ કરાવવું.
ધર્મની કેળવણીના, પુસ્તકાલયાના, સદ્નાનના પ્રસાર કરવા. ધર્મવૃત્તિને સતેજ બનાવી સમાજમાં ધર્મવૃદ્ધિ કરવી.
કુસંપ, વિદ્વેષ, ઝઘડા, તડ, વાંધાને સમૂલ નાશ થાય તે માટે બનતા પ્રયાસ કરવા. શાસ્ત્રજ્ઞાન પામી તેનું રહસ્ય લોકોને સ્વમજાવી ધર્મને નામે ચાલતી કેટલીક વિનાશક રૂઢીઓને નાશ કરવા; લોકાને ભ્રમમાંથી કાઢી સાચી હકીકતથી વાક્ કરવા. સાધુશાળા અને સાધ્વીશાળા ખેાલાવવી તથા સાધુસાધ્વીને વર્ગ ઉચ્ચ પ્રકારનો નીવડે એવા પ્રયાસ લેવા.
નમાલા ગ્રંથા બહાર પાડવાની, જગની ઝુડી મ્હોટાઇ મેળવવાની, અને જે પ્રવૃત્તિ સામાન્ય ગૃહસ્થો પણ સેવી શકે તેવી પ્રવૃત્તિમાં પડી કવિ-પડિત-લેખ ્--- થકાર કહેવડાવવાની લાલસાને અટકાવી. માગધી અને સંસ્કૃત ભાષામાં નિષ્ણાત થઇ ધર્મશાસ્ત્રોનાં ગભીર રહસ્યાના ચિ ંતનમાં મસ્ત થઇ અપૂર્વ તત્ત્વા બહાર લાવી નવીન પ્રકારા પાડવા. ઉંડા ઉતરી ખરાં મેાતી બહાર લાવવાં. સપાટી ઉપર તરવાથી કે કાંઠે કાંઠે ખડવાથી તે નમાલાં શ'ખલાં અને કાડીએ જ મળશે. આવાં શ'ખલાં અને કેાડીથી રમવાની બાલ રમતે મુનિને શાબે નહિ.
ધર્મના પ્રદેશમાંથી પ્રપંચ, પ્રતારણા દૂર કરવાં.
પ્રજાના હિતશેાધનમાં નિષ્કામભાવે મસ્તિષ્કનું વ્યય કરવું.
જૈન સમાજમાંથી ‘યોગનુ નામ જતું રહ્યું છે. યાગનો ઉપદેશ તા કાર્યકજ સ્થળે થતા હશે. તે આ પણ એક કર્તવ્ય છે. યાગ સાધવાને મુનિઓને કેટલીક અગવડા છે ખરી, પણ એક એવું ખાસ મંડળ સ્થાપી એકાન્ત સ્થળમાં એ શાસ્ત્રના અભ્યાસ થાય, કંઈક અનુષ્ઠાન થાય, અને યોગ-વિધા ખીલે ા અવશ્ય કંઇ સિદ્ધિ જણાય. આ વિષય એવા છે કે તેના પર વિસ્તારથી લખવાની જરૂર છે. સુજ્ઞ મુનિવરો વિચારશે.
લેખક પેાતાને ઉચ્ચસ્થાને બેસાડી કર્તવ્યને ઉપદેશ આપવાનુ ધડ નથી ધરાવતા; તે પણ એક સાધારણ વ્યક્તિ છે. તેને ઈચ્છાએ મહાન છે ખરી, એ ઇચ્છા પાર પાડવાની અનુકૂળતા તેને હાથ નથી. આવી ઇચ્છાના વેગે આ લેખને જન્મ આપ્યા છે. એ વેગની તીવ્રતામાં કંઇ વિરૂદ્ધ લખાયું હોય તે તે માટે ક્ષમા મળશે એમ તેને વિશ્વાસ છે. અંતમાં મુનિનું નિશ્ચિંત અવ્યગ્ર જીવન ગાળવાનું સદ્ભાગ્ય જેતે મળ્યુ છે તે વર્ગ તે જીવનનું સ્વરૂપ અને ઉદ્દેશ યથાવત્ હમજી તેને સદુપયોગ કરે અને તેના કુશળ સારથીપણાથી સમાજ ઉચ્ચ સ્થાનને પામે એવી પ્રાર્થનાપૂર્વક વૃત્તિ વિમે છે. ૐ શાન્તિ:
જૈન સ્થાનક, અંજાર | વિજ્ઞાન
તા. ૧૧-૭-૧૩
*
ભિલ્લુમલ’માના એક ‘ભિક્ષુ’ મુનિ T.