________________
મુનિજીવને. શીલતા, હૃદયવિસ્તાર પરાર્થ બુદ્ધિ, તત્ત્વભાવના અને જ્ઞાન પર રૂચિ, અંતર દે ટાળવાની પ્રવૃત્તિ તથા હરેકની કશું સાંભળવાની વૃત્તિ જોવામાં આવે છે. જમાનો વિચારસ્વતંત્રતાને છે. ન્યાયસિદ્ધ પ્રમાણોની કસોટીએ ચડાવેલા સિદ્ધાન્તજ સ્વીકારાય છે, દરેક સિદ્ધાન્તનું રહસ્ય જોવાય છે. દરેક ક્રિયાનું પ્રયોજન-ફલ-વિધિ પૂછાય છે, જેવુંતેવું ચલાવી લેવામાં આવતું નથીઃ આવી સ્થિતિ થતી જાય છે–થવા પર છે.
આથી મુનિવર્ગ ઉપર પણ અસર થવા માંડી છે. એ વર્ગ પણ પોતાની ખરી મહત્તા શામાં છે તે આસ્તે આસ્તે સમજવા લાગે છે. જો કે પ્રમાણમાં અજ્ઞાન, અંધકાર અને અથડામણ વિશેષ છે ખરાં, પણ કંઈક સંતોષ થાય એવી સ્થિતિસૂચક ચિન્હ જોવામાં આવે છે ખરાં. | મુનિઓએ કેવા થવું અને શું કરવું એ બે પ્રકને હમેશાં વિચારવા જોઈએ. તેમના કેટલાક ધર્મો દેશકાલાદિની દષ્ટિએ ફેરવાય છેકેટલાક નથી ફેરવાતા. જમાનાને વિચાર કરી પ્રજાહિત માટે તેમણે તત્પર રહેવું જોઈએ. ભગવાન શંકર, બુદ્ધ, પતંજલી વગેરે પૂર્વાત્ય અને કેન્ટ, મીલ, હર્બર્ટ સ્પેન્સર વગેરે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞ, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રીના વિચારને પ્રવાહ, સંબંધ, સહવાસ અને આજુબાજુની હવાને અંગે બેસતા કેટલાક સંસ્કરે, એ સર્વપર લક્ષ રાખી હાલની કર્તવ્યાજના ઘડવાને દીર્ધદષ્ટિથી અભ્યાસ કરનાર, ઘડેલી જનાને અમલમાં મૂકનાર તેમજ મૂકાવવાની શક્તિ (સત્તા) ધરાવનાર મુનિવર્ગની અત્યારે જરૂર છે. પાશ્ચાત્ય તત્ત્વોના ઉલ્લેખો અને સ્વતંત્ર લેખોથી વાકેદ થઈ નવશિક્ષિત યુવકોને નવીન પદ્ધતિએ જેન ધર્મનાં રહસ્યભૂત તો હમજાવવાની અગત્ય છે. નવીન ફિલોસોફી સાથે જેને તત્ત્વજ્ઞાનને સરખાવી સર્વ હકીકત બરાબર રીતે સમજાવવા-ઉપદેશવા પૂરતી જ્ઞાનસામગ્રી મેળવવી જોઈએ. પ્રજાની જરૂરીઆતો અને પરિસ્થિતિ સમજી તેમના ઉદ્ધાર માટે વિચારપુરઃસર ઉપદેશપદ્ધતિ ઘડવી જોઈએ. પ્રજહિત અને આત્મહિતના વિશુદ્ધ સંકલ્પ અને સત્ય વિચારોમાં નિમગ્ન રહેવું જોઈએ. એમ અનેક વિધિઓ જમાનાની નજરે બતાવી શકાય એમ છે.
સમાજરૂપ ગાડાને યોગ્ય માર્ગે દોરી જવાનું સારથીપણું જેને પ્રાપ્ત થયું છે એવો મુનિવર્ગ વેગમાર્ગના જ્ઞાનવાળો, તેવે માર્ગ દેરી જવાથી શકિતવાળો, કુશળ, વિવેકી હેજ જોઈએ એ નિઃસંદેહ છે. એ વર્ગ તે થાય તે માટે પ્રયાસ લેવાનું કામ સર્વનું છે. વાસ્તવિક રીતે મુનિઓને કર્તવ્યપ્રદેશ સંકુચિત નહિ પણ વિશાળ છે. વિસ્તારમાંથી અહિં તે કંઈક દિગ્દર્શન આ પ્રમાણે થઈ શકે – | (1) મુનિજીવનને પાયે વિશુદ્ધ વિરાગ અને વિવેક ઉપર રચાવો જોઈએ.
(૨) વિવેક-વિરાગસંપન્ન જ્ઞાની મુનિ હોય તેજ પિતાના કર્તવ્યપદેશનું સ્વરૂપ હમજી તેમાં ચારે ખૂણે વિચરી શકે છે.
. (૩) કર્તવ્ય જાણવાની ઈચ્છા, કર્તવ્ય સમજવાની શક્તિ અને કર્તવ્ય પાળવાની હતા એ કર્તવ્યનિકાનાં ત્રણ અંગ છે, આ ત્રણમાંથી એક પણ અંગ જેમાં ન્યૂન ન હોય તેજ કર્તવ્યનિક રહી શકે છે.
(૪) આ વિવેકવિરાણશીલ, જ્ઞાની, કર્તવ્યનિષ્ઠ મુનિને કાર્યપ્રદેશ વિશાળ હોય છે, અને વગર બતાવ્યું છે તેમાં ઘૂમી શકે છે અને ઉચ્ચતમ પરિણામ લાવે છે.