________________
જન કૉન્ફરન્સ હેરડ.
વગેરેને સ્પષ્ટ નિષેધ હોઈ જ્ઞાન અને સુધારાનાં દ્વાર બંધ થયાં છે. ધર્મને નામે સંકુચિત દષ્ટિ, વહેમ, જડતા ઉપદેશાય છે. અને કંઈ પણ સક્રિય થાય તે ધર્મને ભંગ થાય, સમકિત નાશ થાય. કર્મબંધ થાય, એવી માન્યતાથી કેવળ અહં ત્વપૂર્વક આભપરાયણ રહેવામાં ધર્મ અને મુનિર્વ સમાયેલાં હમજાય છે. મુનિ શામાં છે અને શાસ્ત્ર તેમ
વ્યવહારની દષ્ટિએ વિચાર કરતાં એમ તે નહિ જ જણાય કે, નિયમબદ્ધ ખાનપાનના પાલનમાં, ડોળડમાકવાળાં ટાપટીપીઆં ભાષણમાં, નાટકીયાં ગાયને રચવામાં અને જેવાતેવાં પુસ્તક બહાર પાડવામાં મુનિર્વ સમાયેલું છે; તે પછી પરસ્પર વિક્રેપ કરવામાં, અન્યનાં છિદ્રો તપાસવામાં, અન્યના જરા જેટલા દોષને મોટો કરી બતાવવામાં, ઝીણી ઝીણી વાતોને મનમાં રાખી કુસંપ વધારવામાં, પિતાના વાડામાંનાં ઘેટાંઓ બીજાના વાડામાં ન ઘુસી જાય તે માટે એક નાદાન ભરવાડ જેટલા જ જુસ્સાથી હોટ ઇંગોરા લઈ સામસામાં શબ્દવિષથી ભર્યા પ્રહાર કરવામાં, શિષ્ય કરવા માટે એક અમુક ગૃહસ્થ જેટલી ચિંતા સેવી ગમે તેવા પ્રપંચમાં પડવામાં, અને બિચારા ભોળા અજ્ઞાન વર્ગને ફસાવવામાં મુનિત્વ શાનું જ હોય? પરંતુ જનોઈના દોરામાં બ્રાહ્મણત્વ અને રાતાં વસ્ત્રમાં સંન્યાસીત્વ મનાય છે તેમ, મુનિ પણ એવા એવા નિષિદ્ધ વ્યવહારમાં મનાઈ ગયું છે. વિરાગ, અ
ભ્યાસ, વિચારણા, ધર્મધ્યાન, યોગાનુષ્ઠાન, પ્રજાહિતના સંકલ્પ, અભ્યદયસાધક ઉપદેશ અને શિક્ષણ એનાં તે સ્વપ્નાંજ રહ્યાં છે. કોઈ કોઈ ઉપદેશકનાં વ્યાખ્યાન કવચિતજે સંભળાય છે. મનના નિતિ મનન કરે છે માટે “મુનિ કહેવાય છે પરંતુ મનન શાનું? શું આહીર, નિધ, ભય, મૈથુનાદિ પશુધનું? શું કેવળ આપસ્વાર્થનું ? પરદોષદર્શન કે પરનિન્દાકથનનું? શાસ્ત્રનિષિદ્ધ ત્યાજ્ય વ્યવહારનું? ના, ના, એમ તે નજ હોય અને નથી જ. એ મનન તે નિદ્રા, લોકવાર્તા, શરીર આદિને વિસ્મરણપૂર્વક આત્મભાવનું, શાસ્ત્રનું, લોકસ્થિતિનું, દેશકાલાદિનું, વારંવાર બદલાતી જતી જવાબદારીનું મનન છે. આવા મનનમાં મસ્ત એજ મુનિ, આવાં મનનને પરિણામે નીપજતી સંશય અને વિપર્યયરહીત નિશ્ચિત કર્તવ્યપદ્ધતિને ઘડવામાં અને જવાબદારી બજાવવામાં નિમગ્ન એજ મુનિ. આત્મિહિત સાધી ચૂકેલો, ભવસાગર તરી પાર ગએલ, અહેતુક વ્યાથી લોકહિત અર્થે પ્રયતમાન એજ “યતિ.” આનંદઘનેમિ'માં કહ્યું છે કે આતમજ્ઞાની શ્રમણ કહાવે; બીજાતે દ્રવ્યલિંગી રે.....” શાન્ત-દાન-ધીર-રાગપરહીત-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમમાં જ ક્રીડા કરનાર-પ્રીતિરાખનાર--મિલેનાર તેજ પૂજ્ય–વંદનીય જૈનમુનિ છે. શાસ્ત્રદીપના પ્રકાશવડે આવું આદર્શ મુનિત્વ સ્પષ્ટ હમજાય છે. ચિત્તગત દોષોના સામર્થ્યવશાત આ વાત આપણે ન સમજીએ, એ પ્રકાશથી જ્ઞાન પામી તદનુસાર ન વતીએ, તે આપણે દોષ છે, અને તેની શિક્ષા પણ આપણેજ ભોગવવી પડે છે-ભોગવીએ પણ છીએ.
તે પણ જમાને પલટાવે છે, હજી પલટાય છે. મુદ્રણકળા, પત્રવ્યવહારાદિની થએલી સવડ, કેળવણીની સુલભતા, પાશ્ચાત્ય વિચારેનો સહવાસ, નવશિક્ષિત યુવક વગે, બદલાયેલા દેશકાલ સંબંધ આદિ યોગ થાય છે. અંધશ્રદ્ધા, ધર્મઘેલછા, ગચ્છભેદના કલહ, મતભેદની
અસહિષ્ણુતા, હદયસંકોચ, સ્વાર્થ, આડંબર, બાહ્ય સ્થલ વિચારશુન્ય ધર્માભાસયુક્ત જડક્રિયાપરાયણતાઃ એ સર્વને સ્થાને કોઈ કોઈ સ્થલે કંઈક કંઈક (સર્જાશે તે નહિજ) ઘણો ભાગ હજી ઉપર કહી તેવી સ્થિતિમાં છે. વિચારયુક્ત શ્રદ્ધા, ખરું ધર્માભિમાન, સહ