________________ મુનિજીવન. 305 પ્રસંગ નથી, એટલે એ સંબંધમાં મૌન રાખવું પડે છે. તે પણ સુવિચાર, વિવેકી વાચક જોઈ શકશે કે, આ ધર્મ અને નીતિના વૈરાગ્ય, અને જ્ઞાનના સંસ્કારથી સંસ્કૃત થયેલા સાધ્વીવર્ગના સંસર્ગથી શિખી સ્ત્રીવર્ગ ધાર્મિક અને નીતિમય જીવન શિખી સંસાર સુધારી શકે છે, પિતાને અને પિતાનાં કુટુમ્બીઓને ઉશ્ચગતિએ લઈ જઈ શકે છે. પુરૂષ અને સ્ત્રીવર્ગ જે રાત્રિદિવસ સંસારના કાર્યના ભારથી દબાયલો, ધર્મ અને પરમાર્થજ્ઞાન પામી શકવાને અનુકળ નહિ તેવી સ્થિતિમાં રહેલો છે, તેમને સાધુ અને સાધ્વીવર્ગ કે જે ઉપાધિરહીત, નચિંત છે, ધર્મ અને પરમાર્થનાં તથા નીતિ અને વ્યવહારના સ્વરૂપને યથાવત સમજી તેમ સમજાવી શકે છે, ઉત્તમ પ્રકારનાં ચારિત્રશીલ છે, તે, ધર્મનાં સુવ્યવસ્થિત બંધારણોને લેઈ પિતાને લાભ આપે-અભ્યદય અને નિઃશ્રેયસુસાધક ઉપદેશ આપે-એ બંધારણ કેટલું બધું ઉત્તમ છે! ધમ, નીતિ, ચારિત્ર્ય, સંયમ, તપ આદિ સાત્વિકત્તિ અને પ્રવૃત્તિઓનાં વાતાવરણયુકત સ્થાન, ઉત્તમ સંસ્કારવાળા, સંયમી, ચારિત્રશીલ શાસ્ત્રનિર્દિષ્ટ લક્ષણથી યુક્ત સાધુસાધ્વીવર્ગ અને શ્રદ્ધા-તત્પરતાયુક્ત ભોળાભલો ધર્મ ઉપર રૂચિવાળે શ્રાવક શ્રાવિકાનો વગ, આ સર્વને સુઘટિત સંયોગ; અહે આ દર્શન કેટલું બધું રમ્ય, આકર્ષક અને રેચક છે ! આ કેટલું બધું ઉન્નતિકર બંધારણ છે ! ધન્ય છે તે શાસનના રચનારાઓને! ધન્ય છે તેમની તત્વભાવના તથા ક્રિયા-કાંડાદિના સહસ્થજ્ઞાનવાળા ઉપદેશકવર્ગને, કે જેમના ધસથી, શુદ્ધ સંકલ્પથી, સત્ય વિચારથી જૈનધર્મ એક વખત સર્વોપરી પદને પામી ચૂક્યો હતો; અકબર અને જહાંગીર જેવા બાદશાહો પાસે પિતાના તીર્થસ્થળમાં હિંસા બંધ કરવાની પરવાના લેઈ શક્યો હતો. એક વખત હેટ હેટા રાજા રાણાઓ આ શાસનની સત્તામાં મસ્તક નમાવતા હતા, નિઃસ્પૃહી ત્યાગી સાધુ મહાત્માઓના પગ પાસે તાના રાજ્યની સર્વ વિભૂતિ-ઐશ્વર્ય અર્પણ કરતા હતા, તેમને સામે હાથ જોડી ઉભા રહેતા હતા; અને આ મહાત્માઓ પણ તત્ત્વભાવનાઓમાં, તત્ત્વચિંતનમાં, સ્વકર્તવ્યમાં એટલા મસ્ત રહેતા હતા કે એ સર્વથી લેશ પણ ડગતા નહિ કે ઘમંડ કરતા નહિ. પરંતુ ક્યાં છે એ રમ્ય મનોહર ચિત્ર, ક્યાં છે એ ઉત્તમ વાતાવરણથી યુક્ત સ્થાનકો, ક્યાં છે એ જ્ઞાની ચારિત્ર્યશીલ સાધુ મહાત્માઓ, ક્યાં છે એ ધમ પર રૂચિ રાખનારો શ્રદ્ધાળુ રોતાવર્ગ, ક્યાં છે એ વખતનાં શ્રેષ્ઠ સ્લાય પરિણામો? શી કાળની વિચિત્રતા, ગ્રહના અવળા યોગ ! શી અગમ્ય કારણની પરંપરા ! આજ એમાંનું કશું નથી. “કશું નથી એટલે કેવળ શન્ય છે એમ નથી; અમારા આ ઉદ્દગાર સમગ્ર રીતે છે નહિ, હોઈ શકે પણ નહિ, ગમે તેમ તોએ માનવદષ્ટિ પરિચ્છિન્ન છે; અમુક મર્યાદાથી બહાર તેની ગતિ નથી, એટલે આ દષ્ટિની પરિછિન્નતા, તથા જ્ઞાનની અલ્પતાના અંશ, એ ઉદ્દગાર કહાડવાનાં કારણોમાં ભળી જાય. આવી સ્થિતિમાં ઉચ્ચારાયેલા આ ઉદ્ગાર માટે કવાયત્યાગી સાધુમહાત્માઓ તથા શ્રાવક વર્ગ ક્ષમાદષ્ટિ રાખશે એવી આશા છે. વસ્ત્રપાત્રાદિ ઉપકરણોની તાલમેલ, શિષ્ય, ક્ષેત્ર અને પુસ્તકણું, આહારપાણીની તજવીજ અને ગેચરીના જ નિયમોનું પઠન પાઠન જ્ઞાન, તથા ગામગપાટામાં સાધુ જીવન વ્યતીત થાય છે તેથી વધારે શોકની વાત કઈ છે વારૂ? કેટલેક સ્થળે તે સમજ્યા વગરના સૂત્રસિદ્ધાન્તોના અશુદ્ધ મુખપાઠ સિવાય અન્ય શાસ્ત્રનાં વાચનને, કાવ્ય વ્યાકરણ સાહિત્ય ફિલોસોરિ આદિના અભ્યાસને વિષ્ણુને, અન્ય ધર્મના વિચારને સંસર્ગને,