________________
૩૦૪
1.
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
પ્રજામાં પ્રસરી ગયાં. આ નામના ઉપદેશોએ જે કાંઈ પણ કર્યું હોય તો તે એટલું જ કે જૈન પ્રજામાંથી ધર્મનું સંજ્ઞા માત્ર નામ જતું અટકાવી રાખ્યું છે. ધર્મને સ્થાને ધમોભાસ, જ્ઞાનને સ્થાને ક્રિયાજડતા આવ્યાં ખરાં, પણ કોઈને ઈ રૂપે ધર્મ રહે તે ખો. (ઉપકાર !) નામના ઉપદેશકે એ ટકાવી રાખેલ એ નામના ધર્મથી કંઇ વિશેષ લાભ નથી. એવા ધર્માભાસથી સંતોષ માની બેસી રહેવું એ શ્રેયસ્કર નથી. '
. જૈન દર્શન જે તત્વજ્ઞાનથી ભરપૂર છે અને “ત' પર બંધાયેલ છે, તેનું રહસ્યપૂર્ણ જ્ઞાન પામવાની યોગ્યતા સંસારવાસનામાં સુખ માનનારા, બહારના આડંબર-ટાપટીપ-વિચારશુન્ય ક્રિયામાં લાગી રહેલા જ્ઞાનરહિત પુરૂષોમાં હોવી જ ઘટતી નથી, તે એ દર્શ. નના ઉત્તમ વિચારોને અન્યમાં સંક્રાન્ત કરવાની યોગ્યતા તે ક્યાંથી હોય ? જૈનધર્મી મલિન–અસ્વ-નાસ્તિક-સારરહીત અને અગ્રાહ્ય છે એવું કેટલેક સ્થળે મનાઈ જાય છે તે પણ આવા નામના ઉપદેશકેને પ્રતાપેજ. લેકમત હમેશાં હાર્દ સમજીને બંધાતો નથી, લેકને કંઈ તત્વ સમજવાની ઈચ્છા નથી–અવકાશ નથી-તેમ જરૂર પણ નથી. એ તે ઉપરઉપરની ક્રિયા, બાહ્ય વ્યાપાર, અનુયાયી વર્ગના આચારવિચાર અને ધર્મની કહેવાતી પુરાણ કથાઓ ઉપરથી કાંઈક સાધાર અને કંઈક નિરાધાર ક૯પનાઓને પ્રમાણ રૂપે ગણી મત બાંધે છે. આવા સ્વભાવવાળા પ્રજાવ, નામના ઉપદેશકોના ઉપદેશ, શિથિલાચાર, જડક્રિયાપરાયણતા અને અનુયાયીવર્ગની અજ્ઞાનયુક્ત પ્રવૃત્તિઓ જોઈ વિરૂદ્ધ અનુમાન બાંધે છે તેમાં અપરાધ એમને નહિ પણ જૈન દર્શનના જ્ઞાન તથા કર્મ આદિના રહસ્ય અને ગૌરવથી છેક અજ્ઞાન એવા ઉપદેશકે છે, એમ કહેવામાં ધૃષ્ટતા નહિ જ ગણાય. આમ આપણે જોયું કે કોઈ પણ સમાજ અને ધર્મની ઉન્નત અવસ્થા થવામાં વિદ્વાન ઉપદેશકવર્ગ બહુ અગત્યનો ભાગ બજાવે છે અને વિશેષ કરીને એ વર્ગ જેમ ત્યાગી, નિસ્પૃહી, સર્વસંગપરિત્યાગી, જ્ઞાનવિજ્ઞાનયુકત, દેશકાલાદિને સૂક્ષ્મવિવેક કરી કર્તવ્ય યોજના ઘડનાર, તેને અમલમાં મૂકાવવાની શક્તિ ધરાવનાર, અને તેથીજ પૂજ્ય અને વંદનીય, હોય, તેમ તે વધારે સારું કામ બજાવી શકે છે. જૈન ધર્મમાં આવા સમર્થ ઉપદેશક થઈ ગયા છે. અહિં આ વાત લખતાં લેખકને અભિમાન થાય છે કે જૈનમાં જે ચતુર્વિધ સંઘનું બંધારણ તથા તેના કર્તવ્યવિભાગ આદિની વ્યવસ્થા છે તે બહુ સુંદર, ઉપકારક અને સર્વ પ્રકારના દેશકાળ પરિસ્થિતિમાં કામ લાગી શકે તેવી ઉત્તમ છે. આ ધર્મે સ્ત્રીઓને વિસારી નથી, મોક્ષનો અધિકાર તેના હાથમાંથી છીનવી લીધો નથી, તેને પણ પરમ ગતિ પામવાને અધિકાર સ્વીકાર્યો છે; અને વિવેકવિરાગસંપન્ન મોક્ષેચ્છ તેમજ શાસ્ત્રોક્ત લક્ષણયુક્ત સ્ત્રી ઈચ્છાનુસાર પુરૂષની પેઠે જ દીક્ષા લઈ શકે છે. આવા સાધ્વીના વર્ગ માટે કેટલાંક ઉંચા પ્રકારનાં બંધારણો બાંધવામાં આવ્યાં છે. સાધુવર્ગને ઉપદેશને લાભ સ્ત્રીવર્ગ ચોક્કસ જ મર્યાદામાં પામી શકે છે તેમનો સહવાસ અમુક નિયમો આધિન રહી સેવી શકે છે અર્થાત એ વર્ગને વધારે લાભ લઈ શકાય એમ નથી. આ શ્રાવિકાવર્ગની ઉન્નતિ માટે સાધીને વર્ગ બંધાય છે. સંસારની કટુતામાં સ્ત્રીવર્ગ તરફથી વધારે નહિ પણ ઘટાડો કરવા, તેને સ્વર્ગમય બનાવવા, સ્ત્રીનાં કતવ્ય તેને યથાવત સમજાવવા, કર્તવ્યમાં ઉત્સાહ લેતી કરવા, ધર્મ અને નીતિના સંસ્કાર ભરવા, તે સાધ્વી વર્ગને કેળવવાની કેટલી અગત્ય છે એ વગેરે બાબતનું વિવેચન કરવાને અહિં