________________
જૈન.
૯૯
તથાપ્રકારના
નામાં જૈનપણું માની આગળ વધતા અટકે છે, તેમને જૈનપણું પ્રાપ્ત કરવું એ કેટલું દુર્લભ અને દુષ્ટ છે તેજ બતાવવાના આ લેખને ઉદ્દેશ છે. જ્યારે આપણામાં અધુરાશ મનાશે ત્યારે લધુતા પ્રાપ્ત થશે, અને લઘુતા અનુત્પન્ન ગુણાને પાતાનામાં ઉત્પન્ન કરશે, તેમજ તેવા ગુણા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવા માટે તથાપ્રકારના અભ્યાસ તરo લક્ષ ખેંચાશે. વર્તમાનકાળમાં સરળ હૃદયના ઘણા જેને! હસ્તી ધરાવે છે, જે માત્ર જ્ઞાનને અભાવે, ઉપદેશ અગર સ`ગત જે તરફ ઘસડી જાય છે, તે તર‰ સત્યતા માની ઘસડાય છે. તેવા અવાસિત સરળ હૃદય વાળાઓને માટે, આ લેખ ઉપયાગી થઈ પડે અને તે એમ સમજતાં શીખે કે, જૈનપણું પ્રાપ્ત કરવાને માટે આપણે આ દિશા સ્વીકારવી જોઇએ. જેએએ ઘણું વાંચ્યું છે, ઘણું નડ્યું છે, તેને માટે આ લેખ લખવાનો ઉદ્દેશ નથી. લેખક પોતે પણ પેાતાનામાં તથાપ્રકારના ગુણાને સદ્દભાવ થયા છે, એ માનવાનું અભિમાન ધરાવતા નથી; તે પણ સત્ય શું છે તે જાણવું' અગર જણાવવુ' એ સર્વમાન્ય સિદ્ધાન્તને માટે કોઇથી ના કહી શકાય તેમ નથી; કેમકે તથાપ્રકારની સ્થિતિ નહીં પ્રાપ્ત કરેલા અનધિકારીના તથાપ્રકારની સ્થિતિ દર્શાવવાના અધિકાર નથી એમ માનવાનું નથી. સત્ય એવી ચીજ છે, કે જે સર્વને પ્રિય જ હોય છે, અને તેની પ્રશંસા ગમે તે સ્થિતિમાં રહેલા મનુષ્યાથી થયા વિના રહેતી નથી. તમે જોઇ શકશેા કે, નાટકમાં નાટકકારક પાત્રા અનેક જાતનાં નાટક ભજવે છે, પ્રેક્ષકા અનેક હેતુથી ત્યાં પ્રેક્ષક તરીકે પાતાની હાજરી આપે છે; તેઓમાં દરેક ગુણગ્રાહી હોતા નથી, તેમ સર્તનવાળા દરેક હોય તેવા નિયમ હાતા નથી, છતાં પણ જ્યારે સીતા અને રામચંદ્રજીનું નાટટ ભજવાતું હોય, તેમાં રાવણ સીતાને હરી જઈ, અશાક વાટિકામાં રાખી પેતે પ્રેમભિક્ષા માગે છે, અને સીતા તે વખતે રાવણને તિરસ્કાર કરે છે, તે વખતના દેખાવની અસર, જે રાવણને ધિક્કારવા તૈયાર થઈ ાય છે. તેના મનમાં સજ્જડ થઈ જાય છે. ભર્તૃહરિના નાટકમાં પી’ગલા પ્રપંચ કરી, ભર્તૃહરીને છેતરે છે, અને તેનું પાકળ જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તે વખતમાં એક અવાજે પ્રેક્ષકા પીંગળાને ધિક્કારવા તૈયાર થાય છે, અને ભર્તૃહરી તરફ યાજનક સ્થિતિએ જેવા આતુર બને છે. આવી રીતે પ્રેક્ષકાના મનની સ્થિતિ અનેક નાટકામાં ઘણે ભાગે નીતિના પાત્ર તરફ જ આકર્ષાય છે, અને અનીતિનાં પાત્રો તરફ અપમાનની નજરથી જુએ છે. ભલેને પાતામાં તેવી નીતિ-પાત્રતા ન હોય, છતાં નીતિ સર્વપ્રિય હોવાથી, અનીતિનાં પાત્રાને પણ નીતિ પ્રિય જ લાગે છે. તેમ આ લેખકમાં યથાર્થ જૈનતા પ્રાપ્ત થઈ છે એમ એ પોતે પાતામાં માનતા નથી, પણ યથાર્થ જૈનતા ઉત્તમ અને શ્રેષ્ટ છે, તેની આવશ્યક્તા છે, તેની જરૂર છે, તે વિના મેાક્ષનિકટવર્તિ કાઈ કાળે બની શકાય તેમ નથી, આત્મહિત અને સંસારપરિભ્રમણના છેડા યથાર્થ જૈનતા પ્રાપ્ત થયેથી જ થશે, એમ લેખક સમજે છે, લેખકને તે પ્રિયકર છે, તેથી જે કઇ હૃદયમાં સ્ફુર્યું છે, તે આ લેખ રૂપે લખાયું છે; એટલે ખીજી રીતે કહીએ તે લેખકે પોતે પાતામાં યથાર્થ જૈનપણું પ્રાપ્ત કરવાને આ લેખ દ્વારા એક જાતની ભાવના ભાવેલી છે; તે ભાવના પેાતાને માટે, અને વાંચકાને માટે સફળ થાઓ, એમ ઇચ્છી આટલેથી વિરમે છે.