________________
૨૪૮
જેન કરન્સ ટૅર.
હળીને રાજા રે, ગુણ વિનાને સંયમી.” ક્રિયા જેને માટે માત્ર એટલે અપવાદ સ્વીકારવો પડશે કે, જેઓ પિતે સરળ છે, અને વિચારજેના આશ્રિત બનીને જેઓ ક્રિયા કરનારા છે, એટલે કે પિતામાં તથા પ્રકારની અજ્ઞાનતા છતાં તથાપ્રકારને જ્ઞાનીઓને કહ્યા મુજબ તદનુયાયી બની, ક્રિયા કરનારાઓને જૈનપણમાંથી બાતલ કરવા જોઈતા નથી.
હાલમાં રૂપરંપરાથી ભૂખ સમૂહો અને અર્ધદગ્ધોના સમૂહોમાં એમ સુદ્રઢ મનાઈ ગયું છે કે, કોઈપણ જૈનનામધારક હોય તેને અમુક અમુક જાતની ક્રિયા તે કરવીજ જોઈએ; જે કોઈ જાતની ક્રિયા ન કરે તો તે જૈન ન કહેવાય. કોઈ વિચારજન તેમને કહે કે
હું જેન છું,” તે તેવાને હાલના જૈનમ હસી કાઢશે, ધિક્કારશે, અને જૈન કહેવાને આંચકો ખાશે, એટલું જ નહિ પણ “તું જૈન નથી, જેન હેય તે અમે જેમ કરીએ, છઈએ તેમ તું કેમ કરતા નથી?’ એમ બોલી દેવાને તૈયાર થશે. આવી માન્યતાથી જેન ધર્મને અમુક જ્ઞાતિએ જાણે ઇજા લીધે હૈયે, તેમ મનાઈ ગયું છે ત્યાં કોઈ મુસલમાન, પારસી, કે અંગ્રેજ અગર યાદી, અંતઃકરણમાં જૈન તત્વોની સુદઢ છાપ પડવાથી જેનનાં તો સત્ય અને તે પણ યથાર્થ સત્ય છે એમ માનતા હોય, તે તો ઉપર તેમને સંપૂર્ણ શ્રદ્ધા હોય, પણ કેટલાક સંજોગેને લઈને અથવાત જ્ઞાતિના કારણને લઈને, તેઓ જૈનધર્મની બાહ્ય ક્રિયા ન કરી શક્તા હોય, કંઈ ત્યાગ ન કરી શકતા હોય, તે તેવાઓને જૈન ન જ કહેવા એમ હાલના જેને એકી અવાજે, ઘણા ભાગે, કહેવા તૈયાર થશે. અફસોસ! કે એવાઓએ વિચારની વિશુદ્ધિને ગૌણ ગણી, અને બાહ્ય વ્યવહારને મુખ્ય ગણે છે. જો કે ઘણે ભાગે જેઓમાં વિચારજૈનતા પ્રકટે, તેમને વ્યવહાર ક્રમશઃ પવિત્ર થવો જોઈએ, પણ ધારો કે તેમ કરવા તે અસમર્થ નીવડયો તેથી તે નકોટિમાં ન ગણાય એમ જે કહેવું અગર માનવું તે તદન ભૂલભરેલું છે. જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ, અથવા ક્ષયથી થાય છે. શ્રદ્ધા ( યથાર્થ શ્રદ્ધા ) સમ્યવ, સમિતિમેહનીકમના ક્ષયોપશમથી અથવા ક્ષયથી પ્રકટે છે; અને ત્યાગ વૃત્તિ ચારિત્રમોહનીય કર્મના પશમ અગર લયથી પ્રાપ્ત થાય છે. આમ કર્મો એકબીજા ગુણોને આછીદન કરવામાં ભિન્ન ભિન્ન છે, ત્યારે તે ગુણના પ્રકાશ કરવામાં તે ગુણનો અભાવ પણ ભિન્ન ભિન્ન રીતે કારણભૂત છે. કેઈએ જ્ઞાનાવરણીય કર્મને યોપશમ કર્યો, તે તેને માત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ સમ્યત્વને અભાવે અયથાર્થતા હોવાથી, અજ્ઞાનના નામથી ઓળખાય છે. સમ્યકત્વ, મિથ્યામોહનીય કર્મના પશમ, લાયક અથવા ઉપશમપણુથી થાય છે. તો કઈમાં માત્ર શ્રદ્ધા હોઈ શકે, કેઈમાં જ્ઞાન અને શ્રદ્ધા બને હોઈ શકે, અને કેદમાં ચારિત્ર સાથે ચારિત્રમોહનીકર્મનો ક્ષયોપશમ હોય તે ત્રણે પણ હોઈ શકે, એટલે કે કોઈપણ જાતને એમાં નિયમ જ્યાં નથી ત્યાં અમુક સ્થિતિવાળાને જ જેને કહેવા, એમ માની લેવું, તે પિતાનું ડહાપણ નહિ તે બીજું શું?
ચતુર્થ ગુણસ્થાનકથી ક્રમશઃ પાંચમા છઠા ગુણસ્થાનક સુધી આર્ત-રૌદ્રધ્યાનની મંદતા થાય છે, અને ધર્મધ્યાનની શ્રેષ્ઠતા વધતી જાય છે. જો કે ગુણસ્થાનકની હકિકતમાં ચૌદે ગુણસ્થાનકનાં નામ આપેલ છે, કે જેથી હવે પછીના ગુણસ્થાનકના સ્વરૂપનું દિગદર્શન પણ કરવું જોઈએ, એમ વાચકન્દને લાગશે, અને વસ્તુતઃ તે સત્ય છે, પણ અમારે વિષય જેન” છે, એટલે કે, જેને નામથી વર્તમાનકાળમાં વર્તનારા મનુષ્ય પોતાને