________________
જેને. .
૨૮9. આ બધુએ સચવાયું તે છેવટ સ્વમતાગ્રહ રૂપે મમતાએ પિતાને વેશ ભજવ્યું. આમ અનેકધા, અનેક વિષયમાં, મમતા સબળાને નિર્બળ બનાવે છે. એક સાદી અને નાનામાં નાની ચીજ, જેને આપણે નકામી માનતા હોઈએ, તેમાંથી પણ મમતા જન્મ પામે છે. તેને માટે એક દાખલો છે કે –
કોઈ તપસ્વી હતા, અને તે માત્ર એકજ લંગોટી મર્યાદા માટે રાખતો હતો. એક વખત તેના મનમાં સામાન્યતઃ એની ફુરણ થઈ કે, એકથી બીજી લંગટી હોય તે અનુકુળતા ઠીક થઈ પડે. આ ઉપરથી એકની બે લંગરી થઈ. ત્યાર પછી લંગોટી મુકવા માટે સ્થળ નિર્માણ કર્યું. સ્થળમાં ઉંદર લગેટી કાપવા લાગ્યા, એટલે બીલાડી રાખવાનું મન થયું. બિલાડીને બચ્ચાં થયાં તો તેને દુગ્ધપાન કરાવવા, તે મહાતપસ્વીએ ગાય રાખી; તેમાંથી વાછડા થયા, એટલે ખેતીવાડી કરવા લાગ્યા. રાજાની જમીન વિનાઆતાએ એડવાથી ગુનેહગાર ર્યા, કેદ પકડાયા, રાજ્ય તરફથી શિક્ષા મળી કે આખો દિવસ વાંસા ઉપર પથ્થર મુકી તડકામાં ઉભો રાખો. મહામાની તરતજ તે પ્રમાણે સ્થિતિ કરવામાં આવી, ત્યારે તે વખતે મહાત્માને વિચાર થયે કે, મારી આ દશા કરનાર આ લંગોટી છે. જે એકની બે લંગાટી ન કરી હોત તો હું આ સ્થિતિએ પહોંચત નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે, એક સાધારણ ચીજમાં ભમતા પિતાનું સા મ્રાજ્ય કેવી રીતે વધારે છે તે આવાં દ્રષ્ટાંતથી સમજી, તેથી વિમુખ કેમ રહેવું એ તરફ વિશેષ લક્ષ આપવા જરૂર છે. ત્યાગીઓ માટે જ્યારે આવી ફીકર રહે છે, તે પછી જે ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓ બહારથી એટલે વ્યવહારથી, ભલે અમુક જાતના નિયમો કે વ્રત સ્વીકારે, પણ તેઓએ એટલું ખાસ યાદ રાખવું જોઇએ કે, જ્યાં સુધી હદયમાંથી મમતા તૃણું મંદ થઈ નથી, તથા તે મંદ કરવા પ્રયત્ન સેવા નથી, ત્યાંસુધી તેઓ ઉચ્ચકોટિએ કદી પણ ચડી શકવાને અધિકારી બનવાના નથી. આ દરેક હકિકત ઉપરથી એમ સમજવાને સબળ કારણ મળે છે, જે ક્રિયા કરતાં વિચારજેને તેજ ખરા અને શ્રેષ્ઠ જૈન કહી શકાય. વિચાર અને ક્રિયા બન્ને પક્ષે જેઓમાં જૈનતા ઉદભવી છે, તેઓ શ્રેષ્ઠ તમ જૈનો તરીકે માની શકાય. પણ વિચારજેનપણું વિના કિયા જૈને માત્ર નામના જેને છે, એમ ઘણું ભાગે માનવું પડશે, અને તેથી જ કેટલાએક ઠેકાણે લખ્યું છે કે, મેરૂપર્વતના જેટલા ધા—મુહપત્તિ કેટલાએક જીવોએ ર્યા છે, તો પણ પાર પામી શક્યા નથી.
વિચારજન, ક્રિયાજન, વિચારયિાજૈન, એમ ત્રણ જાતના જેન કહેવાય. તેવાં પાત્રો પૂર્વકાળમાં કોણ કોણ હતા, તે તરફ આપણે આપણું લક્ષ ખેંચીએ. શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવ જેવા રાજાઓ, માત્ર વિચારજન હતા, અને તેઓએ ક્ષાયક સમ્યત્વ પ્રાપ્ત કરેલ હતું, જેથી તેઓ માત્ર સમ્યકત્વના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધવા ભાગ્યશાળી થયા છે. માત્ર ક્રિયા જૈનમાં કેટલાએક અભવી-દુભવી ગણવા પડશે. વિચારક્રિયા જૈનમાં આ નંદ, કામદેવ વગેરે પવિત્ર શ્રાવને ગણવા જેશે, કેમકે તેઓ સમ્યકત્વવાન હતા અને શુદ્ધ ક્રિયા કરનાર પણ હતા. મુનિઓને સમાવેશ પણ આજ ભેદમાં આવી જાય છે, કેમકે તેઓમાં પણ વિચાર-ક્રિયા સાથે જૈનપણું હોય છે. અને તથા પ્રકારના ગુણવિના માત્ર વેષધારીને સમાવેશ, વસ્તુતઃ ક્રિયાજેનોમાં પણ હોઈ શકતું નથી, કેમકે તેવા વેષવિડંબક ક્રિયામાં પણ અવ્યવસ્થિત હોય છે, અને તેથી તેઓને માટે નીચેનું વાક્ય લાગુ પડે છે કે –