________________
૩૦૦.
Vમુનિજીવન.
લેખક - સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કચ્છી મુનિ T.
આ વાત સુસ્પષ્ટ છે કે, બધું દેહગત કાર્ય બહુધા બુદ્ધિથી જ થાય છે. ક્રિયાની પ્રવૃત્તિ અને મનની વૃત્તિઓની નેતા–રિક-પાલક-શાસક પ્રધાનપણે બુદ્ધિ જ છે, ( કે એ બુદ્ધિને પ્રકાશક, સ્વતંત્ર અને દિય-મન-બુદ્ધિના ધર્મોથી અલિપ્ત એ કે ચેતન પદાર્થ છે; પણ અહિં એ વિષય નથી, એટલે એ વાત પડતી મૂકી સામાન્ય રૂપક લીધું છે.) અને એટલા જ માટે મનુષ્ય શરીરમાં બુદ્ધિ શ્રેષ્ઠ સ્થાન ભોગવે છે. મનુષ્ય દર પ્રાણીઓથી શ્રેષ્ઠ અને એ શ્રેષ્ઠતાના પ્રમાણમાં વિશેષ જવાબદાર મનાય છે, તે પણ બુદ્ધિની પ્રાપ્તિથી જ. બુદ્ધિની જેવી જેવી સ્થિતિ, તેવા તેવા નિશ્ચયો બંધાદ આંતર તેમ બાહ્ય પ્રવૃત્તિઓનાં તેવાં તેવાં સ્વરૂપ ઘડાય છે, અને તદનુરૂપ ફલ મળતાં રહે છે. આ સાદુરૂપક સમાજને લગાડીને એમ કહીએ કે, સમાજરૂપ શરીરમાં તે તે સમાજગત વિધાન ઉપશકે વર્ગ બુદ્ધિનું શ્રેષ્ઠ (અને એટલા જ માટે વિશેષ જવાબદારીવાળું) સ્થાન ભોગવે છે, તો તેમાં કાંઈ અડચણ જેવું નથી. કોઈ પણ સમાજમાં ચાલતી વિચાર સંગતિ અને આચાર પદ્ધતિનું મૂળ સ્વરૂપ તેના વિદ્વાન ઉપદેશવર્ગ તરફથી ઘડાયેલું હોય છે, જો કે તેમાં સમાજગત વ્યક્તિઓની નિબળતા અને સદોષતાની દુષ્ટ ગંધ પાછળથી મળી જાય છે. બુદ્ધિશાળી વિદ્વાન ઉપદેશદ્વર્ગની જેટલી ગ્યતા, એકતા અને મહત્તા, તેટલી તે સમાજની અન્ય સમાજો કરતાં શ્રેષ્ઠતા અને મહત્તા હોય છે. ઈતિહાસ જોતાં જણાયું છે કે, સમાજની ચાલક તેમજ શાસક સત્તા જેટલે અંશે અને જેવારૂપમાં ગ્ય વિધાન ઉપદેશકવર્ગના હાથમાં હોય છે, તેટલે અંશે અને તેવા રૂપમાં તેની ઉચ્ચ સ્થિતિ થાય છે. એકની અસર બીજા ઉપર થાય એવા સંબંધથી જેમ દેહાદિ અને બુદ્ધિ, તેમ સમાજ અને વિદ્યાવર્ગ સંકળાએલા છે. રોગી અને દુર્બલ શરીર તથા નિર્બલ ભ્રમિત અને સાશંક મનની અસરથી બુદ્ધિ પણ વિકારી, દુર્બલ, સંશયશીલ, અસ્થિર અને મેલી બને છે અને તેથી તેને કરેલા નિશ્ચય પણ વિપરીત, અદઢ અને અસ્પષ્ટ હોય છે. તેવી જ રીતે અજ્ઞાન, વહેમી, જા અને દુર્બલ વ્યક્તિઓથી બનેલા સમાજમાં ઉપદેશકવર્ગ પણ યોગ્ય સ્થિતિમાં હતા નથી. એથી ઉલટું ઉપદેશકવર્ગની અગ્ય સ્થિતિ અને કર્તવ્યવિમુખતાને પરિણામે સમાજ પણ અધોગતિએ પહોંચે છે. આમ છે એટલે આ તે સ્પષ્ટ રીતે કહી શકાય કે, ઉપદેશકવર્ગની અમુક વિશિષ્ટ પ્રકારની સ્થિતિ હવામાં જેમ સમાજની સ્થિતિ પણ એક કારણરૂપ છે, તેમ સમાજની સ્થિતિ માટે ઉપદેશકવર્ગ જવાબદાર અને જોખમદાર છે. કોણ કેટલે અંશે કેવા પ્રકારે પરસ્પર અપકારક વા ઉપર કારક છે એ સંબંધી નિષ્ફળ તકરારમાં નહિ ઉતરતાં સામાન્ય રીતે વ્યવસ્થા ખાતર એટલું તે નિર્વિવાદ રીતે કહી શકાય કે, વિદ્વાન વર્ગની જરૂર સમાજની ઉચ્ચ સ્થિતિ થવા માટે ખાસ કરીને છે અને એ વર્ગની જેવી જોઈએ તેવી ગ્ય સ્થિતિ હોય, તેઓ ધર્મપરાયણ હોય એટલે કે પિતાનાં નિયત કર્તવ્ય બનાવવામાં તત્પર રહેતા હોય, પિતા: