SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ મ. ૨૮૯ કરવાનું આ સ્થળ નથી, કેમકે તેમ કરતાં લેખગૌરવને ભય રહે છે. માત્ર આંહી જૈન એજ હકીકત સમજાવવાની છે; તેાપણ સામાન્યતઃ કેટલાંએક ગુણસ્થાનકની સ્થિતિનું દિગ્ દર્શન અ માત્રથી કરાવીએ છીએ. મિથ્યાત્વ—વસ્તુસ્થિતિના યથાર્થ જ્ઞાનના અભાવને લઈને જે અયથાર્થ શ્રદ્ઘાન તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે; કેમકે યથાર્થપણાની શ્રદ્ધા તથા જ્ઞાન એ જ આત્માના ગુણ છે, પણ તે ગુણ મિથ્યાત્વમેહની નામે કર્મના આચ્છાદનથી વિભાવ દશાને પામી ગએલા, જેથી અયથાતાને ભજે છે. પણ તે વિભાવિક પણ આત્મિક ગુણ છે, તેથી તેને ગુણસ્થાનક કહેવામાં આવે છે. આત્મા સાથે વળગેલા કર્મપરમાણુઓ ઉદયમાં હોય છે, તેને ઉદયકભાવ કહેવામાં આવે છે, અને તે જ કર્મ પુદ્ગલા ઉદયમાં હોય તેટલા ક્ષય થઇ જાય, ખરી જાય, અને સત્તામાં રહેલાં કર્મ પુદ્ગલે ઉદ્યમમાં ન આવે તેવી સ્થિતિને આપમિકભાવ કહેવાય છે; અને ઉદયમાં આવેલાં કર્મપરમાણુઓના રસના ક્ષય થઇ જવાથી, શુદ્ધ નિર્મળ કર્મપરમાણુએ આત્માથી જુદા પડેલા ન હોય, એટલે આત્મા સાથે રહ્યા હોય તે નિર્મળ કર્મપરમાણુ દ્વારા આત્મશક્તિનો આવિર્ભાવ થએલા હોય, તેવી સ્થિતિને ક્ષાપમિકભાવ કહેવામાં આવે છે; અને ઉદયમમાં આવેલાં અમુક જાતનાં કર્માં સદંતર નાશ પામી જાય, અને ફરીથી તેવાં કર્મપરમાણુગ્માતે આવવાપણું ન રહે, તેવી દશાને ક્ષાયકભાવ કહેછે. આ ત્રણ પ્રકાર અમુક કર્યાં અથવા અમુક કર્માંના ભેદોના સંબંધમાં હોઇ શકે છે. ઉપર બતાવેલા પશમિકભાવ એ સ્થિતિએ હોઈ શકે છે; એક તેા અંતરમુર્હુતકાળ સુધી સર્વથા મિથ્યાત્વના વેદક જીવને આપશમિક સમ્યકત્વ થાય છે તે, અને બીજો ઉપશમશ્રણીપ્રતિપન્ન જીવને મિથ્યાત્વને ઉપશમ થતાં સ્વશ્રેણીગત પશમિક સમ્યકત્વ થાય છે. આ બન્ને પ્રકારનું ઉપશમસમ્યકત્વ એ બીજા ગુણસ્થાનક સાસ્વાદનની ઉત્પત્તિમાં મૂળ કારણ છે. હવે જ્યારે શાન્ત થએલાં મિથ્યાત્વ કર્મપુદ્ગલા, ક્રોધ, માન, માયા. લાભ એ ચારમાંથી એક પણ જ્યારે ઉદયમાં આવી જાયછે, ત્યારે પશનિક રૂપ ગિરિશિખરથી પડતાં મિથ્યાત્વ રૂપ ભૂતળને પ્રાપ્ત થતાં, પહેલાં એક સમયથી લઈને છ આવલિકા કાળ સુધી જીવ, જે હદે અટકે છે, તેને સાસ્વાદન ગુણસ્થાનક કહેવામાં આવે છે. જેમ એક માણસે દુધપાક અગર ખાલુદીનું ભાજન કરેલ હોય અને તેને પાછી ઉલટી થઈ જાય તે વખતે મુખમાં ફરીથી જમેલા ભાજનના સ્વાદ આવે છે, તેની માક પતિત જીવને પૂર્વકાળમાં અનુભવેલ પામિક શાંન્તિના આસ્વાદ માત્ર રહી જાય છે, તે કારણથી તેને સાસ્વાદન કહેવામાં આવે છે. મિશ્રગુણસ્થાનક—જે જીવ સમકાળે મિથ્યાત્વ, સમ્યકત્વ બન્નેના એકત્ર મળવાથી મિશ્રભાવમાં વર્તે છે, તે જીવ મિશ્રગુણસ્થાનકસ્ય કહેવાય છે. મિશ્રપણું જે છે તે બન્નેના મેળાપનું એક જાત્યંતરરૂપ છે. જેમ ગવ અને અશ્વ બન્નેથી ઉત્પન્ન થએલ ખચ્ચર ત્રીજી જાતી કહેવાય છે, તેમજ દહીં અને ખાંડ મળવાથી શ્રીખંડના એક વિલક્ષણ સ્વાદ થઈ જાય છે, જેને ખાટું પણ કહી ન શકાય, તેમ મીઠું પણ કહી ન શકાય; આવી દશા મિશ્રગુણસ્થાનકવતિ જીવની હોય છે. તે સત્ય—અસત્ય, યાગ્ય—અયાગ્યની તુલના કરતા નથી, કરવાની ઇચ્છા થત્તી નથી, સર્વને માન—સ્વીકારે, એટલે કે દરેક ધર્મોનાં તવેા, દરેક
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy