SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કૅન્ફરન્સ હૈર૭. ધર્મોની ક્રિયાઓ, એકબીજાથી વિભિન્ન છતાં સર્વને માન આપે, જેને વર્તમાનકાળમાં લોક પંચપીરીયાના નામથી બોલાવે છે. ચતુર્થ ગુણસ્થાનક–ચતુર્થ ગુણસ્થાનકવતિ જીવની, ઉપર લખવામાં આવેલ છે તે પ્રમાણે ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ સમ્યકત્વ અને ક્ષાયક સમ્યકત્વ, એ ત્રણ પ્રકારનાં સમ્યકત્વવાળી સ્થિતિ ચતુર્થગુણસ્થાનકમાં હોય છે. આંહી ઉપશમ, પશમ અને લાયક એ ત્રણે ભાવ મિથ્યાત્વમોહની કર્મ અને તેના વેદ સંબંધી સમજવાનું છે. ઉપશમ ઇત્વરકાળિક અને ક્ષેપશમ અને ક્ષાયિક દીર્ધકાળક છે. આ ગુણસ્થાનક થી જૈનત્વ પ્રકટે છે. મિથ્યાત્વ મલના અસહ્મા, આત્મિક શક્તિ, નિર્મળ હોઈ યથાર્થ જ્ઞાન વડે કરી વસ્તુસ્થિતિને સ્વરૂપને સમજી શકે છે. સમ્યક્ દષ્ટિએ જ અર્થ સૂચવે છે કે, યથાર્થ દષ્ટિ. જે વસ્તુ, જે જીવ, જે જીવની ક્રિયા અથવા જે કર્મના ઉદયથી સુખ, લાભ, હાનિનું થવું, વગેરે અમુક અમુક કર્મના સભાવને લઈને છે એમ જ્યારે સમ્યફષ્ટિપણાને લઈને સમજાય છે, ત્યારે તે જીવ, ત્યાં નિમિત્તકારના ઉપર રાગ ૮૫ કરતા નથી. દાખલા તરીકે એક માણસે ગાળ દીધી, બીજાએ સ્તુતિ કરી, એક માણસ હવા તૈયાર થયો, બીજાએ રક્ષણ કર્યું. એકે ઘરમાંથી ચોરી કરી, બીજાએ તે ચેરીનું ધન મેળવી પાછું સેપ્યું. એવી જ રીતે સંગવિગ વગેરે જે જે નિમિત્તાથી થતા હોય, તે નિમિત્તે તેમાં કારણભૂત છે, એમ ન માનતાં; આ બધએ કર્મપ્રવાદ છે; જે મારાં તથા પ્રકારનાં કર્મો ન હોય તે આવા જીવોને જુદી જુદી રીતે જુદું જુદું કરવાનું મારા માટે મન શાનું થાય? એમને તેમ કરવાની જે પ્રેરણ થઈ, અથવા એમનામાં જે ઇચ્છા થઈ, તેમાં મારાં શુભ અશુભ કર્મ મૂળકારણરૂપ છે, તે પછી આ નિમિત્તે કારણે ઉપર મારે રાગ કરો, અગર દેષ કરે તે નકામે છે, કારણ કે તેઓ જેનાથી કરે છે; તે મારા કર્મો છે. રાગ દ્વેષ કરૂં અગર તેવા કર્મોથી દુર થવા પ્રયત્ન કરું, અગર શુભકર્મ ઉપજેવા પ્રયત્ન એવું એ બધું મારું, મારા માટે, મારાથી જ થતું, અને થવાનું કર્તવ્ય છે. આવી સ્થિતિમાં સમ્યક દષ્ટિ જીવ વર્તતે હોવાથી, રાગદ્વેષને મંદ કરે છે, તેથી જ તે ખરે જૈન કહેવાય છે. જેઓ જૈનપણાનું અભિમાન ધરાવતા છતાં એકબીજા ઉપર વેરવિરોધ ઉભા કરે છે અને રાખે છે, અમુક વ્યક્તિએ મારું આ બધું બગાડ્યું માટે તે મારો ક શત્રુ છે, આણે મારું ભલું કર્યું તે મારો મિત્ર છે; દ્રવ્યની પ્રાપ્તિથી અને પુત્રના જન્મથી પરમાનંદ માનો, અને તેમ તે બન્નેના જવાથી પિક મુકવી, દીલગીર વીથવું, હાયપીટ કર, વૈરી સાથે વેર લેવાં, પ્રાણાંત સુધી પ્રયત્ન યોજવા, અને જે પિતાનું ચાલી શકે તે તેને દુનિયાપાર કરતાં મનમાં આંચકે ન ખાવો, ધર્મના નામથી ઝઘડા ઉભા કરવા અને તે નિમિત્તે હજાર રૂપિયાને લડાઈઓમાં ધુમાડે કરવો, એ વગેરે મલિન ધીકારવા લાયક પ્રવૃત્તિ સેવવી અને અમે જેન છઈએ એમ દુનીયામાં છાતી ઠોકીને ને પિતાને ઓળખાવવું, એ શરમાવા જેવું નહિં તે બીજું શું? વર્તમાનકાળમાં એટલા સુધી અનુભવ પુરૂષ અનુભવી શક્યા છે કે, કેટલાક મિથ્યાભિમાનીઓના માનની ક્ષતિ કઈ વ્યક્તિ તરફથી કે સમુદાય તરફથી સકારણ કરવામાં આવી હશે, તે તેનું વેર લેવા, સામાજીક, ધાર્મિક કાર્યની ક્ષતિના ભોગે પણ, પોતાની વાત કેમ રાખવી, એજ કરવામાં જેમને જીવન પુરૂં થતું જોવાય છે, તેવા પિતાને માત્ર જેનના નામથી ન ચલાવી લેતાં,
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy