________________
જૈન કોન્ફરન્સ હૅલ્થ
ટીએ કસાયેલી વાર્તા માત્ર સ્વીકારવી, એ પ્રદ્યાષ આધુનિક વિદ્યાનેા તરફથી થઈ રહ્યા છે. આવા દ્વિધાવર્તનવાળા જમાનામાં સત્ય બતાવવા પહેલાં કેટલુંક લખવાની આવશ્યક્તા આ લેખકે સ્વીકારી છે, અને તેને અંગે જ શરૂઆતમાં કેટલુંક લખવું પડયું છે.
૨૮૮
મૂળ વિષય જૈન છે, જે શબ્દ નિરૂપાધિક અવિશિષ્ટ છે. જયાં અગર જેમાં આવું જૈનત્વ હોય, તે પવિત્રાત્માનું અંતઃકરણ પણ નિરૂપાધિક અને અવિશિષ્ટ હોવું જોઇએ. એવા જૈનને જ જૈન તરીકે કહેવા એ સર્વથા ઉચિત છે. હાલમાં કેટલેક અંશે, તેથી વિપરીત જોવામાં આવે છે. અમેા જૈન ઇએ એમ કોઇ વ્યક્તિ તરફથી કહેવામાં આવે, ત્યાં તરતજ શ્રોતા તરફથી પ્રશ્ન ઉભા થાય છે કે, તમેા કેવા જૈન છે ? ત્યાં ઉત્તરમાં ઉપાધિ–વિશેષણનું પુંછડું વળગાડી પોતે પોતાને એળખાવવા તૈયાર થાય છે કે, અમે અમુક જાતના જૈન છએ. આ સાધારણ દીલગીરીના વિષય નથી ? જૈન બનવું, જૈન તરીકે પેાતાને એળખાવવું, અને બીજા જૈનોથી જુદા પડવું, કે તે જૈન અમે નથી, તે કેવી વાત ? જૈન શબ્દનો અર્થ એટલાજ થાય છે કે, “જિન-રાગદ્વેષ વિજેતાના માર્ગ સ્વીકારનાર" તે જૈન. જેના માર્ગમાં રાગદ્વેષ જીતવાના જ મુખ્ય ઉદ્દેશ છે, અને જે માર્ગને સ્વીકારનારાઓમાં રાગદ્વેષની મંદતા જ ઉપલબ્ધ થવી જોઇએ, તેમાં જો તેની જ વૃદ્ધિ નિહાળવામાં આવે, એકબીજા એકબીજાથી ભિન્ન બની, એકબીજાને પેાતાના પ્રતિપક્ષિ તરીકે ગણે; તે તેવાઓને નિરૂપાધિક જૈન શબ્દ લાગુ થઇ શક્તા નથી. જ્યાં ઉપાધિ છે, ત્યાં રાગદ્વેષ છે; જ્યાં રાગદ્વેષ છે ત્યાં સાંસારવૃદ્ધિ છે; અને જ્યાં સંસારવકતા રહેલી છે ત્યાં ખરૂં જૈનત્વ કયાંથી હોઇ શકે ?
જૈન એ શબ્દ, ધર્મ”નું વિશેષણ છે. એટલે જૈન ધર્મ એવા અર્થના, ‘જૈન' શબ્દ એધ કરે છે. ધર્મ એ કોઇપણ વિભાવિક વસ્તુ નથી. પણ આંહી જૈનધર્મ એ શબ્દથી આત્મિક ધર્મ સમજવાના છે. જેટલે અંશે રાગદ્વેષ વિનિવૃત્તિ, તેટલે અંશે મેાના નાશ, અને મેાહ સાથે તથાપ્રકારના અજ્ઞાનને નાશ અને જ્ઞાનને પ્રકાશ થાય છે, જે પ્રકાશ આત્માના ધર્મ છે. તેવા ધર્મને જે પ્રકટાવે અથવા તેવા ધર્મ જે પ્રાપ્ત કરે, તેજ જૈન કહી શકાય. તેને માટે તીર્થંકરાએ આત્મગુણની સ્થિતિના પ્રકાશક્રમ માટે ચૌદ સ્થાનક કહેલાં છે. જે સ્થાનકાને, ‘ગુણસ્થાનક’ના નામથી એળખાવેલ છે; તેવાં ગુણસ્થાનકાને ક્રમશઃ પ્રાપ્ત કરવાં અને આગળ વધતા જવું તેને. ગુણસ્થાન મારેહણ ’ કહેવામાં આવે છે. જૈનપણાની શરૂઆત ચતુર્થાં ગુણસ્થાનકથી થાય છે; કેમકે ગુણસ્થાન ચૌદ છે, જેનાં નામ નીચે મુજબ છેઃ—
**
(૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન ગુણસ્થાનક (૩) મિશ્રગુણુસ્થાનક (૪) અવિરતિ સભ્યષ્ટિ ગુણસ્થાનક (૫) દેશવિરતિ ગુણસ્થાનક (૬) પ્રમત્ત સંયત ગુણસ્થાનક (૭) અપ્રમત્ત બાદર (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્ત બાદર ગુણસ્થાનક (૧૦) સૂક્ષ્મસ’પરાય ગુણસ્થાનક (૧૧) ઉપશાંતમેાહ ગુણસ્થાનક (૧૨) ક્ષીણમેાહ ગુણસ્થાનક (૧૩) સયાગીકેવલી ગુણસ્થાનક (૧૪) અયાગીકેવલી ગુણસ્થાનક.
ગુણસ્થાનકની સ્થિતિને આધાર જેનાએ માનેલાં આ કર્મ અને તેના ભેદોનો ઉદય, સત્તા, તથા ઉપશમ, ક્ષયાપથમ, અને ક્ષાય ભાવા ઉપર રહે છે, જેનુ' સવિસ્તર વર્ણન