________________
૨૮૫
* જૈન,
(લેખક:-મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજ્યજી–માંગરેલ ) .
આ વિષયની શરૂઆત કરવા પહેલાં દુનિયાં અને તેની પરિસ્થિતિ તરફ લક્ષ આપીએ તે સમજાશે કે, ભિન્ન રૂચિના મનુષ્ય ભિન્નતામાં તણાતા નજરે પડે છે. એક બીજાની ભિન્નતા એક બીજાને પ્રહારક, કે ઉપહાસ્યાસ્પદ્ અથવા તે કલહોત્પાદક થઈ પડે છે. વિચારની વિભિન્નતા વિચાર કરતાં અટકાવે છે, આગ્રહી બનાવે છે, અને પિતા તરફ બીજાઓને ખેંચવા લલચાવે છે. ઘણીવાર આવી પરિસ્થિતિમાં તણુતાં મનુષ્ય આગળ વધી શકતાં નથી, તત્વ નિહાળી શકતાં નથી, અને તે કોઈ વિદ્યાર્થિ-ઉમેદવાર નીકળે તે તેને મદીરામત્તની માફક ભાન ભૂલી, અતિચારી બની, પ્રહરવા–પરાસ્ત કરવા-છેવટ વગેવવા લેકે ધસી આવે છે; તેમજ પિતાના હદયપટમાંની જુની પુરાણી, જર્જરીત, નિર્માલ્ય અંધશ્રદ્ધાની દુર્ગધને બહાર કાઢી, યથાર્થ અને સત્યસુગંધને દબાવી દે છે, લેકોને તેને ઉપયોગ લેતાં અટકાવે છે, ભડકાવે છે, અને પિતાના જેવા દુરાગ્રહી બનાવે છે. આથી ઘણે ભાગે સત્ય છુપાયેલું રહી જાય છે. જાણતાં છતાં તેવું સત્ય પ્રકટાવવામાં ઉપલી બીને દષ્ટિ આગળ તરી આવે છે, અને તેથી ઘણું તત્વવેત્તાઓનું મન ઘણીવાર નિર્બળ બને છે. આવાં કાર્યોમાં પિતાની સત્તાનું પ્રબળ ન હોય તો તેવા અધીકારીઓ, સત્તાધીશો, રાજામહારાજાઓને ઉશ્કેરી સત્યશોધક અને સત્યપ્રકાશકોને, રાજ્યદંડ-અધિકાર શિક્ષા કરાવી દબાવવામાં આવે છે. આ વાત ગતકાળના ઇતિ (ઇતિહાસ)માંથી પણ પુરવાર થાય છે. આ ટેવ આર્યાવર્તમાં નહિ, બલકે, ઘણાભાગે દરેક દેશોમાં અનુભવાયેલ છે; પણ જે કાર્ય મનુષ્યશક્તિ-મનુષ્યબળ નથી કરી શકતું, તે કાર્ય જમાને કરી શકે છે. જમાનાની પ્રગતિ જે કે, બીજા સંજોગોને લઈને, ઉન્નતિના શિખર તરફ થાય છે, તે પણ આપણે કહીશું કે તેવા સંજોગોનું સેવન પણ જમાને જ શીખવે છે. બીજી રીતે “સંજોગેથી ઉત્પન્ન થએલ એક જાતની સમષ્ટિભાવનાને “જમાને” કહીએ, તે તે પણ અનુચિત અથવા અગ્ય નહિ ગણાય. વર્તમાન જમાને શોધખોળને, સત્ય સમજવાનું છે, જે વર્તમાન જમાનામાં વિચરતા મનુષ્યોનું વર્તન સિદ્ધ કરી આપે છે. એક તરફ વ્યાવહારીક–વૈદેશિક કેળવણીને લઈને, સમજ્યા પછી જ હા પાડવાની પડી ગએલ ટેવવાળા સાક્ષરેને નિહાળી, જુની આંખે જોનારા તેવાઓને ઉદ્ધત, અવિવેકી, શ્રદ્ધા હિન કહે છે; કેમકે તેઓ વગર સમજણે હાએ હા પાડતા નથી. આવા સાક્ષને માટે ખરી રીતે માન ધરાવવું જોઈએ. જેઓ સમજી શકે છે, અને સમજ્યા પછી જ સ્વીકાર કરે છે, તે જ સ્વીકાર છંદગીના છેડા સુધી ટકી રહે છે. જેઓ લાજથી કે શરમથી હામાં હા મેળવી વર્તન કરે છે તેઓ પોતાના વિચારમાં મક્કમ રહી શક્તા નથી, કેમકે જ્યાં પિતે પિતાના વિચાર શું છે તે ઓળખતા નથી, ત્યાં મક્કમતા શાની? અને કેમાં હેય? આવાઓ કરતાં તે શ્રદ્ધાવિનાના પણ સમજતાં સમજી શકે, યુક્તિપ્રયુક્તિઓ કરી શકે, શંકા સમાધાનનું સ્વરૂપ જાણી શકે, તેવા મનુષ્યો સો દરજજો સારા છે. જ્યારે ત્યારે પણ સમજવા