________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ અધિકારી તે જ હોઈ શકે છે. સમજણ એ એક એવી અસર છે કે તેનો પટ હૃદય ઉપર જે દેવાયો છે તે પછી તે હદય ઉપર બીજી અસર ચેટવા દે નહિ, અને હૃદય હદયવાનને પિતાને થએલી અસર મુજબ વર્તવા ફરજ પાડે છે. દુનિયામાં કોઈ પણ મનુષ્ય અંત:કરણની ઈચ્છા વિના સ્વતંત્ર આનંદમયી પ્રવૃત્તિ કરી શકતું નથી. હદય વિરૂદ્ધ કેઈપણ દબાણથી જે કાંઈ કરવામાં આવે છે, તે ત્યાં આનંદ નથી, અને તેવા વર્તનને અનુભવ હદય વેદત નથી, પણ ધીકારે છે.
ભેદો વિકલ્પને જન્મ આપે છે; વિકલ્પ વિકળતા પેદા કરે છે. વિકળતાથી ભાન ભૂલાય છે, અને તેથી મનુષ્યજીવન બગડે છે, નષ્ટપ્રાય થાય છે. અભેદ, એકવસંપાદક છે, અને ત્યાં વિકલ્પને વિરામ છે. જ્યાં વિકલ્પાભાવ, ત્યાં જ જ્ઞાન છે અને જ્યાં વિકલ્પ, ત્યાં અજ્ઞાન છે. ગમે તેટલી અપેક્ષાઓ સ્વીકારે, પણ એકબીજી અપેક્ષા, એકબીજીને મુકીને અધુરી સમજણ ગણાય છે. કહેનારા પિતાના બચાવમાં, અને પિતાની ઉત્તમતાને ઉલ્લેખ કરતાં વદે છે-લખે છે કે, “અમે આ અપેક્ષાએ આ વાત સ્વીકારીએ છીએ. તમે જે અપેક્ષાએ તમારી માન્યતામાં મગરૂર છે, તે અપેક્ષા અમારે માન્ય નથી. તમારી અપેક્ષા કરતાં અમારી અપેક્ષા શ્રેષ્ઠતમ છે.” આવી રીતે સાપેક્ષશિરોમણી બનીને એકબીજાની અપેક્ષાથી જુદા પડતા, અને એકબીજાની અપેક્ષાને-માન્યતાને પ્રહરતા જ્યાં નજરે પડે છે, ત્યાં તેઓ અપેક્ષાની માન્યતામાં છેતરાયા છે, અને છેતરાય છે. અપેક્ષાને અર્થ એ નથી કે એકબીજાએ એકબીજાથી જુદા પડવું પણ અપેક્ષા, એ શીખવે છે કે એક બીજાની બેલવાની કે સમજવાની મતલબ દેખાવમાં-વર્તનમાં એકબીજાથી જુદી હોવા છતાં એક જ લક્ષ્યને લક્ષીને વર્તવું. આ સમજણ સાપેક્ષતા સિદ્ધ કરે છે, પણ ઉપર લખી ગયેલી અપેક્ષામાં સાપેક્ષતા નથી, પણ શત્રુતા છે, જેને લઈને તેવાઓની સમજણ કે માન્યતા “ આ સાપેક્ષ છે” એમ કહેવું એ મૃષાવાદનું સેવન કરવા જેવું છે. આનંદઘનજી મહાત્મા અનન્તનાથજીના સ્તવનમાં કહી ગયા છે કે –
વચન નિરપેક્ષ, વ્યવહાર જુઠે કહ્યો,
વચન સાપેક્ષ, વ્યવહાર સાચે. જ્યાં વચનમાં અપેક્ષા છે ત્યાં વિચારમાં અપેક્ષા હોવી જોઈએ. વિચારપેક્ષા વર્તનમાં રહેવી જ જોઈએ. જ્યાં આ સમૂહ હોય ત્યાં સમૂહ છતાં ભેદ નથી, અને સમૂહ છતાં જ્યાં ભેદ છે–વિવાદ છે, ત્યાં વચનસાપેક્ષતા-વિચારસાપેક્ષતા-વર્તન સાપેક્ષતા નથી; ભલેને પછી પિતાના મનને ફોસલાવવા તેવાઓ તેમ માને. વસ્તુતઃ તેમનું વર્તનજ તેમની માન્યતાનું ખંડન કરે છે.
જુદીજુદી જાતના ખાતાઓની બનેલી ખાતાવહીનાં સરવૈયાં છેટા નફાનાં ગમે તેવાં હોય, પણ દરેક સરવૈયાને આધાર ઉપખાતાના એક સરવાળા ઉપર રહે છે, અને તે સરવાળાના પરીણામે જ ખેટ અગર લાભની સમજણ સ્વીકારાય છે. ભિન્નભિન સ્વભાવની અને સ્વાદની વનસ્પતિઓને એકત્ર કરી વૈદ્ય ગુટિકા બનાવે છે, તે ગુટિકાને અમુકરોગપ્રતિઘાતક એક સ્વભાવ બને છે. તેમજ તીખી, કટુક, મધુર, આમ્સ વગેરે ભિન્ન રોથી બનેલી રસવતી, એક નૂતન સ્વાદને અર્થે છે. આવાં અનેક દષ્ટાંતથી એમ પણ