SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મને વિજ્યને મહામ. ૨૭૫. • કપ * રહ્યા છે. પિતાની અમૂલ્ય છેવનદારીને પ્રમાદની છરીવડે છેદવા લાગ્યા છે. કરાલ કલિની ઉષ્ણતાથી એ આશ્રમ ધર્મના મૂલાધાર પ્રબળ પાયારૂપ બ્રહ્મચર્યની દુભેધ દિવાલને આગ લાગી છે. અંધ આર્યસંતાનો પોતાનાં બળતાં ઘરને, ભવિષ્યને–ભાવી પ્રજાને લેશ પણ વિચાર કર્યા વિના, આંખો ટમટમાવતા જોઈ રહ્યા છે. અરે, એ દિવાલમાંથી ક્રમાનુસાર ખરી પડતા મજબુત પત્થરને પિતાને જ હાથે ઉપાડી ઉલટા દૂર ફેંકવા લાગ્યા છે. પિતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારી દેખતી આંખે વિનાશ માગનારાને કોણ બચાવી શકે? સમગ્ર જગતનું ખરાબ કરનારા એ કુટિલ કામના યંકર મારમાંથી બચવા માટે બ્રહ્મચારીઓ કઠોર વજીમય નિયમોનું પાલન કરતા. બ્રહ્મચર્યાશ્રમને એ અસરકારક નિયમ કોઈક કેસમાં જ નિષ્ફળ જતા. એ નિયમોના અવિચલિત પાલન સહિત, વિહિત વિધિ અને નિશ્ચયપૂર્વક, આશ્રમધર્મને અનુસરનારની સમીપમાં પણ કામદેવ કદીએ આવી શકતો નથી. વ્રતધારી વીરબાળકોનાં હૃદયમાં તે કદી પણ ફાવી કે તેમને સતાવી શકતા નથી. એવું વિધાન છે કે, અલ્પ આહાર, અલ્પનિદ્રા અને સત્સંગતિમાં રહી સારા આચારવિચાર અને સુવિધાઓનું સેવન, કરવાથી વાસના કે વિકારવર્ધક આહાર-વિહાર તેમજ તષિત સંસારવ્યવહારને પણ સંસર્ગ ત્યાગ કરવાથી, કામ તેને કનડી શકતો નથી. શરીરમાં રસો હોવા છતાં તેની શક્તિ કંઇ કામ કરી શકતી નથી. તેની તીવ્રતા, તેનું ઝેર, તેની અસર મરી જાય છે. તેને જુસ્સો મંદ પડી જાય છે. જે તે ઉડી જાય તે પછી ઉતરતો નથી. આ સત્ય વિધાર્થી–બ્રહ્મચારીઓના લક્ષમાં જ હોય છે, તેથી તેઓ શત્રુને હડવા કે વધવા દેતા જ નથી, નસ કે નાડીઓમાં પ્રવેશ કરવાને અવકાશ પણ આપતા નથી. અને હેના પ્રબળ અંકુશમાં તેનું જોર નરમ પડી જાય છે. તેઓ સ્ત્રીશન્ય એકાંતમાં ગુરૂ અથવા બીજ વિદ્યાર્થીઓના જ સહવાસમાં રહે છે. પિતાના સ્થાનનો ત્યાગ તેઓ પ્રાયઃ કરતા નથી, ગ્રામ કે જનસંસર્ગમાં જતા નથી, સ્ત્રીઓને સહવાસ તે શું પણ તેમનાં દર્શનને પણ તેઓ પરૂપ-પાપરૂપ સમજે છે. નાચ-તમાશા-નાટક-ચેટક-ભાંડ ભવાઈ-વિવાહ-વરોળા એવા વિષયવર્ધક સંસારી કીચડથી તેઓ કદી ખરડાતા જ નથી. પિતાને માટે પોતાના ભવિષ્યને માટે નરકની બારી જેવી ગણેલી સ્ત્રી જાતિ તરફ તે તેઓ ઝાંખીને જોતા પણ નથી. અભ્યાસ-તપ-ઇકિયેનું દમન અને વ્રત પાલન તેમને ચોમેર બચાવે છે. એ એક કુદરતી નિયમ જ છે કે, વિષયે અને તેમની વાસના ભોગ વડે જ વૃદ્ધિને પામે છે. લોહી ચાખનાર વાઘ શિકારી થાય છે; લોહી ન ચાખ્યું હોય ત્યાંસુધી તેમની રક્તપિપાસા જાગ્રત થતી નથી. એવાં પ્રમાણ પદાર્થવિજ્ઞાન અને પ્રાણીવિધાના ગ્રંથમાં અનેક પ્રમાણ મળી આવે છે. આર્યશાસ્ત્ર આ નિયમને બરાબર સમજી શક્યાં છે એથી તેમણે ચેતવણી દેવાને સિદ્ધાંત્તની દીવાદાંડી જગાવી કહ્યું છે કે – न जातु कामः कामानां तु उपभोगे नैव शाम्यति । हविषा कृष्णवर्मे व भूयएवाभिवर्धते ।। (मनु) પ્રકટ થયેલ કામ એ કામનાના ઉપગ વડે કદી પણ શાન્ત થતજ નથી. શાન્ત હોય એવું જેઓ માને છે, તેમની હેટી ભૂલ છે. કેમકે અગ્નિમાં ઘીની આહુતિઓ આ પવાથી એ અગ્નિ શાન્ત થવાને બદલે વૃદ્ધિને જે પામે, તે પ્રમાણે કામાગ્નિ-વિષયાગ્નિ પણ ભોગરૂપી આહુતિઓના પ્રદાનથી શાન્ત થવાને કે બુઝાઈ જવાને બદલે વૃદ્ધિને જ પામે છે.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy