________________
૨૧૪
જેન કેંજરન્સ હૈરછ.
રૂપ કાસ્ટથી સળગતી, વિષય કામની જ્વાળ;
યૌવન ધનને હીમતા, કામી પામે કાળ. આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સુરેશ જેવા સમર્થ દેવતાને પણ હથેલીમાં નચાવનાર, વિશ્વામિત્ર, પરાશર જેવા ચિરકાલ તપ સાધનથી મનને વશ કરનાર, તપસ્વીઓને પણ ભમાવનાર, સમગ્ર જગતમાં સત્તા જમાવી શીશંકર સરખાનું ઉપહાસ કરનાર મહારાજ કામદેવ ને ખરાબ કર્યા વગર રહે છે? કેટલા મહાપુરૂષોના તે કેળીઆ કરી ગયો છે, કેટલાં મહારાજ્યો તેણે તારાજ કર્યા છેકેટલી બળવાન પ્રજાઓને તેણે પાયમાલ કરી છે અને વિશ્વને વિનાશ કરનારું તેનું કેવું તેમજ કેટલું બધું અગાધ સામર્થ્ય છે એ માત્ર પ્રાચીન પુરાણોમાં કે આગળના ઇતિહાસમાં જ નહિ પણ આજના આપણી આંખ સામેના વ્યાવહારિક જગતમાં આપણી આગળ પાછળ અને આસપાસ આપણે નિરંતર જોઈ અને અનુભવી શકીએ છીએ. એ કામનેજ પ્રતાપે પ્રાયઃ ઘેરઘર વેરઝેર, ઠગાઈ, લડાઈ, નબળાઈ અને આળસાઈએ ઘેરો ઘાલ્ય છે. મનુષ્ય તોપના ગેળાથી, તીર તરવાર કે કટારના ઘાથી, બોમ્બ અથવા ડાઇનામાઇટના ઉલ્કાપાતમાંથી વખતે ભાગ્યબળે બચી જાય છે, પણ જળસ્થળવ્યાપી મદન મહારાજના ભારથી-કામદેવનાં બાણથી તે કરોડમાં કઈકજ બચી, પિતાનું શાશ્વત કલ્યાણ સાધીને ઉભય લેકને જીતી શકે છે. બાકી તે વિશાળ જનસમુદાય તો એ ઝેરી બાણથી ઘાયલ થઈને આ સંસાર સાગરમાં ગેથાં ખાતાં ડુબતો મરતે જન્મમરણની રેટમાળમાં–વંટળીમાં
હડેલા તણખલા પેઠે ઘુમ્યા કરે છે. આ જગતની મોહમાયા રૂપી ઝંઝાવાતની ચકરડીમાં ઉલગબરડીઓ ખાતે, ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં શેકાતે, અનેક આફતોના ખડકો સાથે અફળાતે ને ટીચા, તોફાની ભવસાગરમાં સૂકાન કે સ્નેહી વગરના તુટેલા-છુટેલા નાવની. પેઠે ખેંચાતો અને તણાતો પ્રલયના ભયંકર દિવસ પર્યન્ત અનંત દુઃખને અનુભવ કરે છે. આવા ચાલુ ભયંકર મોતમાંથી–આમાનું એવું મોત ઉપજાવનારા કામદેવના વિષમ બાણમાંથી પિતાની પ્રજાને-પિતાની સંતતિને બચાવવા માટે જ આપણું દીર્ઘદશી પ્રવીણ પૂર્વજોએ –આર્યઋષિ મહર્ષિઓએ તેમના આડી બ્રહ્મચર્યની અભેધ પ્રબળ દિવાલ બાંધી દીધી છે. જ્યાં સૂધીએ દિવાલેનું આર્યો દત્તચિત્તથી રક્ષણ કરતા, ત્યાં સુધી એ દિવાલ પણ વિષયને ચેપી ભયંકર રોગ ફેલાવનારાં કામનાં રજકણે અને બાણમાંથી તેમને બચાવ કરતી. એ દિવાલને પ્રતાપે જ વેદવ્યાસ અને વાલ્મીક જેવા, મન અને યાજ્ઞવલ્ય જેવા, ભીષ્મ અને અર્જુન જેવા, શ્રી રામ અને શ્રીકૃષ્ણ જેવા શ્રી મહાવીર અને બુદ્ધ જેવા પ્રતાપી મહાપુરૂષો આગલા યુગમાં ભારતે ઉપજાવ્યા હતા. આ યુગમાં પણ મહારાણા પ્રતાપ અને શિવાજી સરખા, તત્વજ્ઞાની શ્રી શંકર અને માત્તમ સરખા, ભક્તરાજ વિજયસિંહ અને શ્રી ચૈતન્ય સરખાં અમૂલ્ય રને આ દેશમાં ઉપન્ન થયાં છે. જેમની કીર્તિમાત્ર હિંદમાં જ નહિ પણ સમગ્ર જગતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરમાં અંકાઈ ચુકી છે. ભારતના દુર્ભાગ્યે આજે અભેધ દિવાલમાં ઠેકઠેકાણે ગાબડાં પડ્યાં છે. તેને યમ નિયમરૂપી અને વિષયના લુણાથી ખવાઈ ગયો છે. તેના કોઠા અને કાંગરાઓ મરામત કે વારફેર વગર–શાસ્ત્રાવકન અને અધ્યયનના હાથફેરા વગર, કટાઈ કાળાં ઠીકરાં જેવાં થઈ ગયાં છે. આળસુ આર્યો આજે દેખતી આંખે પિતાનું અલ્ય રક્ષણ નષ્ટ કરી