________________
મનોવિજયને મહામંત્ર.
૨૦૩
અર્થ મેઘસત્તાન ધર્મશાન વિષયને” કનક અને કામિનીથી દૂર રહે તેને જ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અર્થાત “સ્ત્રી સંગ’ સેવનાર અથવા કામિનીની કામના પણ કરનારને ભવસાગરથી તારનાર ધર્મનું જ્ઞાન કદિ પણ થઈ શકતું નથી; માટે શ્રીકૃષ્ણ ગીતાજીમાં ઉપદેશ છે કે –
ध्यायतो विषयान्पुसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ | વિત્ત-વનિતાદિ વિષય સાધનોને વિચાર માત્ર કરવાથી તેમના પર રાગ-પ્રીતિ ઉત્પન્ન થાય છે; પ્રીતિથી સંગની ઈચ્છા ઉત્પન્ન થાય છે, ઈચ્છા કામન્વરને આતુરતાને—ઉત્કંઠાને ઉપજાવે છે. એ ઈચ્છા તૃપ્ત ન થતાં ક્રોધ ઉપજે છે. ક્રોધથી સંમેહ-મિથ્યાજ્ઞાન ઉપજે છે, ભ્રમિત મન બની જાય છે. આ સંમોહથી સ્મૃતિ-યાદદારત બગડે છે. એ ચિત્તભ્રમથી બુદ્ધિને પણ નાશ થાય છે. અને બુદ્ધિને નાશ થતાં મૃત્યુ-પ્રાણનાશ થાય છે. આમ કામિનીની કામના માત્ર મનુષ્યનું કામ હાડી નાંખે છે; અને એક પગથિયું ચૂકનારને આખરે અધઃપાત થાય છે. “વિરાછાનાં મવતિ વિનિuત: ફાતમુહ:” વિષયને વિચાર કરવા જેટલી વિવેકભ્રષ્ટતા થતાં જ-એ એક ભૂલ, અનેક ભૂલેને ઉપજાવી, શતમુખ વિનિપાત–સર્વ નાશના કારણરૂપ થઈ પડે છે. માટે સુખેછુ પુરૂષે સ્વપ્નમાં પણ સ્ત્રી જાતિને વિચાર સુદ્ધાં ન કરવો જોઈએ એમ શા સમજાવે છે અને શ્રીકૃષ્ણ હેની સાક્ષ પૂરે છે. વળી અન્યત્ર પણ કહ્યું છે કે –
नारी सुप्रेयसी मत्वा प्रीतिं कुर्वन्ति ये नराः।। ते शठा मन्दमतयस्ते मुढा नर देहकाः ॥
સ્ત્રીને સુંદર સમજીને, જે નર ધરતા પ્રેમ;
તે શઠ-ખર-મતિમન્દ અતિ, કેમ મેળવે ક્ષેમ? संस्पृष्टं दुःखदंचाहे विषं नारी तु चिन्तिता । ज्ञानं ध्यान तथा प्राणान् समूलान्हरते पुनः॥
અહિ કરશે તન વિષ અહડે, પ્રાણ જ માત્ર ત્યજાય;
સ્ત્રી વિષ ચિંતવતાં હડે, જ્ઞાન, પ્રાણ, તપ જાય. दर्शनाद्धरते चित्तं स्पर्शनाद्धरते बलम् । संभोगाद्धरते वीर्य नारी प्रत्यक्ष राक्षसी ॥ | દર્શન છે મન હરણકર, બળ હરનારો સ્પર્શ
વીર્ય હરે સંભોગથી, સ્ત્રી રાક્ષસી પ્રત્યક્ષ. विषमासौ मदनज्वालारूपेन्धनसमेधिता । कामिभिर्यत्र हुयन्ते यौवनानि धनानि च ॥