SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન કોન્ફરન્સ હૈરલ્ડ. આ સિદ્ધાન્ત આ સત્ય આ શાસ્ત્રવચનનું મૂલ્ય આગળના આર્યધર્મવીરેથી કાઈ અને જાણ્યું ન્હોતું; એથી તે વિષયના ચિન્હનને પણ મહાદેષરૂપ ગણીને બિસ્કુલ અવકાશ દેતા નહિ. દિવસ રાત અભ્યાસ કરતા અવકાશ મળે ત્યારે પ્રણવનો જપ કરતા. રાત્રિમાં જ્યારે આલસ્યનું પ્રાબલ્ય વધે અને નિદ્રાના સંદેશા આવવા લાગે ત્યારેજ પથારી પર પડતા અને પડયા કે તુરત શાન્ત ચિત્તથી સુષુપ્તિમાં લીન થઈ જતા. એ નિદ્રા પણ દિવસના પૂરતા પરિશ્રમને લીધે સ્વપ્નન્ય, શાન્ત અને સુખરૂપ આવતી. રાત્રિના બે કલાક બાકી હોય ત્યાં તેઓ પથારીને પરિત્યાગ કરીને ભગવર્ભજન, અધ્યયન અથવા શ્રીટર્મરણમાં ચિત્તને પરોવી દેતા. ત્યાર પછી શૌચ, સ્નાનાદિ નિત્યકર્મોથી પરવારી પાછા પોતાના સ્વાધ્યાયમાં જોડાતા. અલ્પ આહાર અને અલ્પનિદ્રાનું મુખ્ય પ્રયોજન એજ છે કે, તેથી આલસ્ય–પ્રમાદ-બેચેની-બેટી વાસનાઓ-કુતર્ક કે નિદ્રાકાલે સ્વપ્નાઓ નથી આવતાં. અને ધિક સૂનારા ઉઘણુસીને તેમજ પ્રાતઃકાળમાં સૂઈ રહેનારા આળસુને અવશ્ય ખરાબ સ્વપ્ન આવે છે. વધારે નિદ્રા કરવાથી જડ–સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર શાંત રહી શકતું નથી; તેથી તેમાં મન અનેક તર્કવિતર્કનાં જાળાં ગુંથવાનું કાળીઆનું કામ ચાલુ કરે છે. હૃદયમાં બ્રમનું વૃક્ષ ઉભું થાય છે. માટે વહેલા ઉઠી શોચાદિથી પરવારી, પાંચ સાત દાણા માલકાંકણુનાં મોંમાં નાંખી, પિતાના કાર્યમાં લક્ષ લગાવે છે. ખરાબ-વિષયવર્ધક પ્રાણી પદાર્થો તરફ નજર કરતા નથી, તે વિચાર કરતા નથી, તેવી વાતો સાંભળતા નથી. વૃત્તિ કે સ્મૃતિને એ દિશામાં કદિપણ દેડાવતા નથી, પરંતુ નિરંતર બ્રહ્મના ધ્યાનમાં મન રહ્યા કરે છે, તેમને કામ ક્યાંથી સ્પશી શકે? મેહ કેમ ભમાવી શકે ? માયા શું સતાવી શકે? અને સ્વપ્ન સૃષ્ટિનુંમૃગજલ કેમ ડુબાવી શકે ? આવાં ઉગ્ર મબળ, પવિત્ર વર્તન અને સંસર્ગપરિયાગના બળથીજ આર્ય બ્રહ્મચારીઓ જગતની બજારમાં ભારતની કિંમત કેહીનુર જેવી કરાવી ગયા છે. આવા ભાગના અવલંબનથી જ તેઓ નવનિધિ અને અષ્ટસિદ્ધિ મેળવી ચુક્યા છે. આવાં અવિચલિત વ્રત નિયમથીજ ભગવાન તીર્થકર, આર્યશાસ્ત્રકાર, દર્શનકાર અને ઋતિકાર, તમ, કણાદ, પતંજલિ, વ્યાસ, વાલ્મિકી આદિ મહાન ઋષિ, વેદાંતપ્રચારક શંકરાચાર્ય અને બોધમત પ્રચારક કપિલમુનિ-ગોતમ બુદ્ધ, એવાજ ઉગ્રવર્તનવાળા હેમચંદ્ર સૂરિ, બલભદ્ર સુરિ કે જયવિજય આ જગતમાં શાશ્વત જય મેળવીને ધર્મના પવિત્ર માર્ગને પોતાની નિમળ પ્રભાથી પ્રકાશિત કરી ગયા છે. અને એજ માર્ગ છે કે જેના અવલંબન અને અનુસરણમાં જ ભારતને પુનરૂદ્ધાર-તેના ધર્મોને જીર્ણોદ્ધાર, તેનાં બાળકોનું પુનરૂછવન અને તેના જ્ઞાનને પુનઃ૫રિષ્કાર સમભાવે સમાઈ રહ્યો છે. આજે એ મનોનિગ્રહ વિના હિદનું હાણ અસ્થિરતાના મહાસાગરમાં ઝોકાં ખાતું, વૃત્તિ વાયુના વંટોળિયા પર ચડીને વિષયની બારીમાં ચકકર ખાતું, અધર્મના વિનાશકારક ખરાબાપર અથડાવા લાગ્યું છે. ધડાધડ લાગતી પવનની ઝડીઓથી સખત પથરના વધારે સંખ્ત ખડકનો બહાર નીકળેલાં જડબાંઓમાં એ વહાણ પછડાય છે, અથડાય છે. તેનાં પાટીઆઓ એક પછી એક ભાગીને ખસી જવા લાગ્યાં છે. તેમાં થઈને પાણીનાં તેફાની મજાઓ વહાણમાં ધસવા લાગ્યાં છે અને મૃત્યુશધ્યાપર પડેલા મનુષ્યની પેઠે એ વહાણ પણ “ઓ દુખ્યું ! ચાલ્યું !” થઈ રહ્યું છે. આત્મપ્રિય, ધર્મપ્રિય, શ્રદ્ધાકિય પ્રવાસી વીરાઓ ! એ ભરદરિયે ડૂબતાં વહાણને જે બચાવવું હોય અને આ ભવસાગરને પેલે પાર જે સહિસલામત ઉતરવું હોય, તો ઉપર દર્શાવેલા
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy