________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[માર્ચ
-
—
-- ...
૬ નિસ્પૃહીનેજ મળી શકે અને વચનથી વર્ણવી શકાય નહિ એવી સહજ અખંડ તૃપ્તિમાં જે રહસ્ય–સુખ રહ્યું છે તેને મુગ્ધ લેકેને ખ્યાલ પણ કયાંથી હેય
૭ એ તૃપ્ત જીવને પગલે વડે પંચ વિષય સેવન દ્વારા વિષમય ઝેરી–બોટ ઉદ્ગાર આવે છે, અને જ્ઞાન-તૃપ્તને તે સધ્યાન રૂપ અમૃતનાં ઉદ્ગારની પરંપરા ઉદ્ભવે છે.
૮ પંચ (ઇંદ્રિય) વિષય સુખ વડે અતૃપ્ત એવા ઈદ કે ઉપેદ્રાદિક પણ સુખી નથી. કિંતું એક ભિક્ષુ મુનિજ–ભિક્ષા (માધું કરી વૃતિ) ચારી છતાં જ્ઞાનામૃતથી તૃપ્ત હોવાથી આકાશની પેરે નિરંજન નિલેપ થકા જગતમાં સુખી છે. એ ભારે આશ્ચર્ય કારક છે. કેમકે ઇદ જેવા અશ્વમેવાળા પણ દુખી અને એક ભિક્ષુ છતાં પણ સુખી છે.
નિલેષ–અષ્ટક ૧૧. ૧ કાજળની કંપલી જેવા સંસારમાં વસતા સ્વાર્થ સાધવામાં તત્પર સવે કે કર્મ લેપથી લેપાયાજ કરે છે. કેવળજ્ઞાન–સિદ્ધજ્ઞાનીજ કર્મ લેપથી લેવાતા જ નથી.
૨ પર પુદ્ગલિક ભાવને કરતું નથી, કરાવતા નથી, તેમજ અનુદત નથી એમ નિજ કતૃત્વ રૂપે અહંકાર તજી સાહિત્ય રૂપે રહેતાં જ્ઞાની પુરૂષ શી રીતે કર્મથી લેપાય.
૩ પુદ્ગલ સ્કંધ રૂપી હોવાથી પુદગલ વડે લેપાય છે. પણ હું આત્મા અરૂપે હેવાથી કર્મ પુદ્ગલ વડે લેપ નથી એમ વિવેકપૂર્વક વિચારી વર્તત આત્મા આકાશની પેરે લેપાત જ નથીઆવી નિર્લેપ દષ્ટિ મહાત્માની સમજ હોય છે.
૪ નિર્લેપ જ્ઞાન મગ્નની સર્વ શુભક્રિયા, વિભાગ ઉપયોગ પરભાવમાં જતા ઉપયોગ ને વારવા–અટકાવવા ઉપયોગી થાય છે.
૫ તપ અને શ્રુત, મદ વડે મત્ત થશોલે ક્રિયા કરતે છ એક લેપાય છે. અને સમ્યગ જ્ઞાન સંપન્ન, કિયા નહિં કરતે છત સાચી ક્રિયાની ભાવના રાખો અને કરનારની અનુમોદના કરે એવો અન્ય નિર્મદ–મદ હિત– નમ્ર હોવાથી કર્મ લેપથી લેપાતો નથી. ( ૬ નિશ્ચય જ્યથી જોતાં આત્મા અલિપ્ત છે.–લેપાયેલ નથી અને વ્યવહાર નથી જોતાં તે લિપ્ત છે-લેપાયેલે છે જ્ઞાની પુરૂષ અલિપ્ત દષ્ટિથી શુદ્ધ થાય છે. અને પિયાવાન લિપ્ત દૃષ્ટિથી શુદ્ધ થાય છે. ઉભયનુ સાધ્ય એક છતાં દ્રષ્ટિ ભેદે સાધન ભિન્ન છે.
૭ બંને દ્રષ્ટિનું સાથે જ ઉન્મીલન ઉદ્ઘાટન થયું હતું જ્ઞાન અને ક્રિયાને સહજ સમાવેશ થઈ જાય છે, તે પણ જ્યાં જે દ્રષ્ટિની વિવક્ષા કરી હોય ત્યાં તે દ્રષ્ટિની અનુકુળ જ્ઞાન કે ક્રિયાની મુખ્યતા પ્રધાનતા અને ઇતરની ગણતા કહેવા યોગ્ય છે.