________________
૧૯૧૧ ] મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કત જ્ઞાનસાર સૂત્રની ચળ. [ ૭૯
૮ જેનું અનુષ્ઠાન જ્ઞાન યુક્ત હોવાથી દોષ પંકથી લેપાયું નથી કેવળ નિર્દોષ છે એવા શુદ્ધ અને તત્વ દર્શા મહાશયને વારંવાર નમસ્કાર છે. આવા મહાશયે સ્વપર તારક છતાં શરમ્ય છે.
નિસ્પૃહતા અષ્ટક ૧ર. ૧ શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપી સહજ આત્મ સ્થિતિ પામવા ઉપરાંત કંઈ બીજુ પામવાનું બાકી રહેતું નથી તેથી આત્માની ખરી રૂદ્ધિ સ્વરૂપ સ્થિતિ પામવા મુનિ નિસ્પૃહ થાય છે.
૨ પૃહાવંત લેકે હાથ જોડી જોડીને કોની કોની પ્રાર્થના કરતા નથી. કેવળ વિશાળ જ્ઞાન પામી મુનિજન નિસ્પૃહા હોવાથી કોઈની દિનતા કરતા નથી કેમકે નિસ્પૃહને જગતની કંઈ પણ પરવા નથી. સસ્પૃહ છોને તો જગતના ઓશીઆળા થઈ રહેવું પડે છે.
૩ મુખશોષ, મૂછ અને દીનતાને પ્રસવનારી સ્પૃહારૂપી વિષવેલીને જ્ઞાની પુરુષે જ્ઞાન રૂપી દાતરડાથી છેદી નાંખે છે. તેથી તેમને તેનાં કટુક ફળ ભોગવવાં પડતાંજ
નથી.
૪ અરતિ ચંડાલણીની સંગીણી સ્પૃહાને શાણુ માણસોએ ઘરમાં સંઘરવીજ જોઈએ નહિ.
૫ પૃડાવાળા લે કે તૃણથી પણ હલકા દેખાય છે છતાં આશ્ચર્યકારક છે કે તેઓ ભવ સમુદ્રમાં ડુબે છે.
૬ નિસ્પૃહજને પિતાનું ગેરવ નહિં કરતાં લાઘવ--લઘુતા ધારે છે. પ્રતિષ્ઠાથી ફુલાઈ નહિં જતાં મોટાઈ--પંભીરતા રાખે છે અને આત્મશ્લાઘા નહિં કરતાં સમતાનું જ સેવન કર્યા કરે છે.
છ નિસ્પૃહ પુરૂષને પૂછીની શય્યા, ભિક્ષાનું અન્ન, જીણું પ્રાય વસ્ત્ર અને વસવાને વન છતાં સહજ સંતોષથી ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ છે. એવું સુખ ઇ, ચંદ્રને પણ નથી.
૮ ટુંકાણમાં કહિતિ પર સ્પહાજ મહા દુઃખ છે અને નિષ્પ હતાજ પરમ સુખ છે. આ સિદ્ધાંતને મમ્ય વિચારી વિવેકી જેની પર સ્પૃહાને પરહાર કરવા અને નિસ્પૃહતાને આદર કરવા અવશ્ય ખપ કરવો યોગ્ય છે. તથાસ્તુ !
જૈન મુનિ મહારાજ અને રેલવેના પલ. જન મુનિ મહારાજેને રેલવેના પુલો ઓળંગવા સારૂ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કંપની તરફથી અગાઉની માફક પરવાના આપવાનું પાછું ચાલુ રાખવા સારૂં જે સગવડ કરી આપવામાં આવી છે તે ખાતર ચાલુ માસની તા. ૧૦ મીએ મી. નરોત્તમ