________________
૭૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[માર્ચ
થએલા મુગ્ધ અને તે વાત કહેતાં આશ્ચર્ય ઉપજે છે. સાચી પણ વાત કહેલી તેમના ગળે ઉતરતી નથી.
૮ નિર્મળ જ્ઞાન દર્પણ વડે સમસ્ત આચાર નિહાળી સ્થાપિત કર્યાથી જેની બુદ્ધિ સુસંસ્કાર પામેલી છે તે નિરૂપણી પદાર્થોમાં કેમ મુંઝાઈ જાય? મતલબ કે શુદ્ધ સમજ પૂર્વક સદાચાર સેવી સત્ પુરૂષ નકામાં કાર્યમાં પિતાનો દુર્વ્યય કરતાજ નથી.
જ્ઞાન-અષ્ટક પ. ૧ જેમ ભૂંડને વિષ્ટા વહાલી લાગે છે તેમ અજ્ઞાનીને અજ્ઞાનજ બહાલું લાગે છે. અને જેમ રાજહંસને માનસ સરોવર વહાલું લાગે છે તેમ જ્ઞાની પુરૂને જ્ઞાન જ વહાલું લાગે છે. તેમને અજ્ઞાન કદાપ રચતું જ નથી.
૨ રાગ દ્વેશ અને મેહને ક્ષય કરનાર અને મોક્ષપદ પમાડનાર એક પદ માત્રનું થોડું પણ સાચું જ્ઞાન જ શ્રેષ્ઠ છે. શ્રી વીતરાગ શાસનમાં ઘણું જ્ઞાન માટે આગ્રહ નથી.
૩ જે જ્ઞાનથી આત્માનું સ્વરુપ સારી રીતે સમજાય તેજ જ્ઞાન પસંદ કરવા થાય છે. બાકીનું જ્ઞાન આડંબર માત્ર છે એમ મહાત્માઓનું કહેવું છે. - ૪ મિથ્યા-નકામા વાદવિવાદ કરવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. એતો ઘાંચીના બળદની પેરે ઘેરના ઘેર. તત્ત્વ વિચારથીજ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. - ૫ આપણે કોણ? આપણા સહજ ગુણ કયા? અત્યારે આપણી શી દશા વર્તે છે તે કેમ સુધારાય ? ઇત્યાદિને વિવેક પૂર્વક વિચાર કરી સ્થિર ચિત્તથી પુરૂષાર્થ કરવો તે મુષ્ટિજ્ઞાન ” ની મર્યાદા ગણાય છે.
૬ મેહની ગાંઠને ભેદનારૂં સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વિચિત્ર શાસ્ત્ર બંધનનું પ્રયોજન શું ? જે સ્વદષ્ટિથી અંધકારને ભેદી ચેમ્બુ દેખાતું હોય તે પછી દીપક પ્રગટવાનું પ્રયોજન શું. ( ૭ નિર્મળ જ્ઞાન રૂ૫ વજથી શેભિત મુનિ નિર્ભય છતાં શક્ર પેરે સમાધિ (નંદન) વનમાં સુખે વિચરે છે. આવા ગીશ્વરજ અદ્યાપિ જીવન મુકત હોઈ શકે છે.
૮ ખરૂં અમૃત, ખરૂં રસાયન અને ખરૂં ઐશ્વર્ય એ જ્ઞાન જ છે એમ બુદ્ધિજને કહે છે તે સાચું છે.
ઉપશમ અષક ૬. ૧ વિવિધ વિકલ્પને વમીને, સ્વરૂપ થશે, જ્ઞાનના પરિપાકને પામેલે પુરૂપ ઉપશાંત થયેલે કહેવાય છે. સમતા ભાવિત શાંતરસમાં મગ્ન થયેલા મહાપુરૂષનું આ લક્ષણ છે.