________________
૧૯૧૧]
જેન શિલાલેખે.
[૩૪૩
વિગેરે ત્રિા, ચેરાસી, વૈબાસી, જેલ અને કંકાલીના ઢગલાઓમાંથી મળી આવ્યાં હતાં. મથુરાનગરની ભૂમિ ત્રણ ચાર વખત બદલાયેલી છે, અને તેથી પ્રાચીન નગરીનાં ખંડિયરોના ઢગલાઓ નગરથી કેટલેક દૂર આવેલા છે. ઇ. સ. ૧૦૧૮ માં મહમદ ગઝનીએ મથુરા ઉપર હલ્લો કર્યો ત્યારે તેણે ઘણાં મંદિરોને નાશ કર્યો હતો. અને તેથી આ ટેકરાઓ ખોદતાં જુના કુશન સમયના રૂપનાં ખંડિલરો મળી આવે છે. મથુરાનગરીની પ્રાચીનતા તેની નજદીકમાંથી મળી આવેલા ઇન્ડો ગ્રીસીયન રાજાઓના સિક્કાઓથી પણ સિદ્ધ થાય છે. ફાહીયાન અને હીઓનાથસેગના વર્ણન ઉપરથી જણાય છે કે ચોથા તથા સાતમા સૈકામાં ધેનું ત્યાં વિશેષ પ્રાબલ્ય હતું. કન્ના, જેલ, બાસી અને કંકાલીના ટેકરાઓમાંથી નીકળેલાં ઇન્ડો સ્કાઈથીઅન રાજાઓના (કનિષ્ક, હવિષક, વાસુદેવ) સમયના જૈન અને બદ્ધ સ્તૂપના ખંડિયરે, તે સમયના મથુરાના ધાર્મિક ઇતિહાસ ઉપર સારો પ્રકાશ પાડે છે. કનીંગહામના રીપોર્ટના ત્રીજા વોલ્યુમમાં કંકાલીમાંથી નીકળેલી જન મૂર્તિઓ અને તેની ભાગેલી ગાદી ઉપરના લેખો આપવામાં આવ્યા છે પરંતુ તે અશુદ્ધ હેવાથી ડો. બુલરના રીડીંગ્સ પ્રમાણે નીચે આપવામાં આવે છે.
કનિષ્ક-કશાન સંવત ૫ નો શિલાલેખ. (મૂતિની ગાદી ઉપરનો ) * સિદ્ધ, પહે? રિ ૨૦+૨ ચાપુરા સર્વ સસ્વાહિત યુવા .....નિત ત્રહવાસી કમાન રુરિત (૩છાનારી)..સતિ
આ લેખ છિન્ન હોવાથી કેટિગણુ, બ્રહ્મદાસીયકુલ અને ઉછા નગરી શાખાના આચાર્યના ઉપદેશથી આ મૂર્તિ કરાવવામાં આવી હતી. તેના કરતાં વિશેષ જણાતુ નથી. આ ઉપરાંત આ જ જાતને બીજે પણ લેખ છે.
- જન મૂતિની ગાદી ઉપર સં. ૯ નો શિલા લેખ.
सिद्धं महाराजस्य कनिष्कस्य राज्ये संवत्सरे नवमे मासे प्रथ ! दिवसे पक्षस्यां पुर्खाये कोटियतो गणतो वाणियतो कुलतोबै रितो शाखा तो वाचकस्य नागनंदिस निर्वर्तनम ब्रह्म....धूतुये भट्टि मितअ कुटुम्बिनिये विक्ताये श्री वर्धमा नस्य प्रतिमा कारिता सर्व सत्वानं हित सुखाये.
સિદ્ધિ મહારાજ કનિષ્કના રાજ્યમાં નવમા વર્ષે પ્રથમ માસે ૫ દિવસે કેટિગણું વાણિયકલ અને વૈરિશાખાના વાચક નાગનન્દિનું નિવર્તન વર્ધમાન સ્વામિની પ્રતિમા બ્રહ્મની પુત્રી અને મંદૃિમિત્રની કુટુંબિન વિકતાએ કરાવી.
કુશાન સં. ૨૦ નો જૈન મૂર્તિ ઉપર લેખ. सिद्धं सं २० ग्रमा दि १५ कोटियतो गणतो वाणियतो कुलतो वैरितो. शाखातो शिरिकातो भट्टितो वाणकस्य आर्य संघ सिहस्य निर्वर्तन मदतिलस्य...