________________
૧૯૧૧]
જેન લગ્નવિધિ શાસ્ત્રાનુસાર સાબીત.
[૩૧૭
૩. ખેતીવાડીનાં ઢોરોની વૃદ્ધિ થશે અને ખેતીના પાકને નુકશાન નહિ લાગવાથી
મોંઘવારી થતી અટકશે ૪. ખેડુત લેકોને બળદ સેંઘા મળશે. ૫. દુધ, ઘી વગેરે પણ સસ્તાં થશે. ૬. જીનનાં માલીકને પૈસાને વ્યય ઓછો થવાથી દેખીતી રીતે નફે થશે. ૭. છેવટ સ્વાર્થ સાથે પરમાર્થ સાધી શકાશે.
ટુંકામાં એ રીતે ઘણા ફાયદાઓ દેખીતા છે તે હકીકત જાણ્યા પછી, આડે રસ્તે નહીં દેરવાતાં જગત નિયંતાએ આપણને કાગળનાં વાઈસ બનાવવાને અકલ આપી છે અને તે પાર પડી છે, તે તેને લાભ આપણે દેશના દયાળુ અને સુજ્ઞ હિંદુ, મુસલમાન, પારસી અને પ્રીસ્તી વગેરે તમામ કામોના શ્રીમંત અને અગ્રણી ગૃહસ્થો લેવાનું ચુકશે નહિ, એવી તેઓ પ્રત્યે સવિનય વિનતિ કરવામાં આવે છે. યુરોપુ વિહં વહુના ?
ઉપરને આટીંકલ રા. રા. છગનલાલ વિ. પરમાણુંદદાસ નાણાવટીએ ગુજરાતી પંચના તા. ૨૩-૯-૧૧ ના અંકમાં પ્રસિદ્ધ કરાવેલ તે બહુ ઉપયોગી લાગવાથી તેમાં મી. છગનલાલ વિ. પરમાણંદદાસ નાણાવટી પાસે થેડે સુધારે વધારે કરાવી તેની ૫૦૦૦) પ્રતિ લોકોમાં વિના મૂલ્ય વહેંચવા માટે મુંબઈ શ્રી જીવદયા જ્ઞાનપ્ર- સારક ફંડના ઓ. વ્યવસ્થાપક શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી તરફથી છપાવવામાં
આવી છે તેને વાંચનાર સદુઉપયોગ કરશે એવી આશા રાખવામાં આવે છે.
જેન લગ્નવિધિ–શાસ્ત્રાનુસાર સાબીત.
(લેખક- મુનિશ્રી જિનેંદ્રવિજ્યજી-ગોધરા). મારા પ્યારા જૈન બંધુઓ–પ્રાચીન કાળમાં આપણા વડવાઓ શાસ્ત્રાનુસારે જૈન લગ્નવિધિ પ્રમાણે વિવાહ પિતાના પુત્ર પુત્રીના કરતા હતા, પણ વચમાં દુર્ભક્ષકાળ આવવાથી જૈન લગ્નવિધિ નષ્ટ થઈ હતી. હાલ ઉરીને તેનો જન્મ થયો છે. સંવત ૧૪૬૮ માં રૂદ્ર પલીય ગચ્છના શ્રી વર્ધમાનસૂરિએ ગાવાર દિન નામનો ગ્રંથ રચ્યો. તે ગ્રંથમાં ૪૦ ઉદય જુદા જુદા પ્રકારના બતાવ્યા છે. હવે તે આચાર્ય પંજાબમાં આવેલા જાલંધરના ભૂષણરૂપ નંદવન નામના નગરના રાજા અનંતપાળના રાજ્યમાં થઈ ગયા. હવે કોઈ તર્ક કરે કે આદિનાથ ભગવાન જૈન લગ્નવિધિ પ્રમાણે પરણ્યા હતા કે આ ચાલતી રૂઢી પ્રમાણે પરણ્યા હતા. તેને ખુલાસે નીચે મુજબ -
જે વખત આદિનાથ ભગવાન પરણ્યા તે વખત પોતેજ જુગલા ધર્મ નીવારી કર્મ ભૂમિને પ્રચાર વર્તાવ્યો તે વખતમાં કોઈ જાતી ભેદ નહતો પણ ફકત આર્ય કહેવાતા હતા. તે વખતે જો આદિનાથ ભગવાનના વિવાહ થયા તે કાંઈ માણસે કર્યા નથી, પણ તેમને તે ઈદ્ર મહારાજે પરણાવ્યા હતા. ઇંદ્ર મહારાજ સમકિતિ હતા ને આદિનાથ ભગવાન તીર્થકર છે તે ઈંદ્ર મહારાજે મિથ્યા ના લગ્નવિધિ પ્રમાણે પરણવ્યા નથી પણ