________________
૩૧૮].
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[અકબર
શાસ્ત્રાનુસારથી સાબીત થાય છે કે જૈન લગ્નવિધિ પ્રમાણે પરણાવ્યા. જૈન લગ્ન વિધિની પ્રતર રૂપે સમજુતી.
પ્ર–જૈન લગ્ન વિધિ એટલે શું ? અને તે શેમાં છે ? ઉ– જૈન શાસ્ત્ર પ્રમાણે પરણવાની રીતી, અને તે આચારદિનકર ગ્રંથમાં છે,
પ્રા–આચારદિનકર ગ્રંથ કોણે રચેલે છે? અને તે ક્યાં ગચ્છના હતા? ઉશ્રી વૃધમાનસૂરિએ રચ્યો છે અને તે રૂદ્ર પલ્લીય ગેછના હતા. પ્ર–તે ગ્રંથને રચાં આજે કેટલાં વર્ષ થયાં? ને કયારે સંપુર્ણ થયો? ઉ૦–આજે ૬૯ર વર્ષ થયાં અને સં. ૧૪૮ માં સંપૂર્ણ થયેલ છે. પ્રવ–આચારદિનકર ગ્રંથ કયા આગમને આધારે રચેલે છે? ઉ૦–આવશ્યક સૂત્ર તથા તેની ટીકાને આધારે. પ્ર–આચારદિનકર ગ્રંથમાં બીજા કયા કયા વિષયો દર્શાવ્યા છે ? ઉ–તેમાં એકંદર ૪૦ પ્રકરણે છે અને તે દરેક પ્રકરણનું નામ ઉદય આપેલ
છે. દરેક ઉદયમાં ગૃહસ્થ શ્રાવકના આચાર તથા સોળ સંસ્કાર વર્ણવેલા છે. પ્ર-શ્રાવકના ૧૬ સંસ્કારોમાં આ લગ્ન વિધિ કેટલામો સંસ્કાર છે? ઉ–તે શ્રાવકને ચાદમો સંસ્કાર છે. પ્ર–આ લગ્નવિધિને પ્રચાર આગળ ચાલતું હતું કે નહીં? ” ઉ૦–આ વિધિ જૈનમાં અનાદિકાળથી ચાલી આવે છે. પ્ર–એ વિધિનું વર્ણન કેઈ શાસ્ત્રમાં છે કે નહીં? ઉ---કળીકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મારાજે રચેલા ત્રિષષ્ટીલાકાપુરૂષ ચરિત્ર
ની અંદર આદિનાથપર્વમાં અને જ્યશીખરસૂરિકૃત જૈન કુમાર સંભવ કાવ્યમાં
એ પ્રસંગનું વર્ણન છે. પ્ર–આ સનાતન વિધિ કોણ કરાવતા હતા? ઉ–ગૃહી ગુરૂ એટલે ગૃહથી ગુરૂ પણ સાધુ મહારાજના જેવા ન ગણાય. તે
સાંસારિક, વ્યહવારિક રીતભાત કરાવે, પણ સાધુ પંક્તિમાં ગણાય. ગ્રહી
ગુરૂ અથવા કુળ ગેર જન બ્રાહ્મણે કરાવતા હતા. પ્ર -- હાલમાં તેઓ કેમ કરાવતા નથી? ઉ૦-- શંકરાચાર્યના વખતમાં જૈન બ્રાહ્મણે રહ્યા નથી એટલે તેઓએ પોતાના
વેદવિધિથી લગ્નવિધિ કરાવવા માંડી, . પ્ર – જૈન બ્રાહ્મણ સિવાય બીજા બ્રાહ્મણોથી તે વિધિ થઈ શકે કે કેમ ઉ-- સમય અને દેશકાળને અનુસરીને થઈ શકે. કારણ કે અત્યારના વખતમા
બ્રાહ્મણોની પાસે જૈન મુનિઓ પણ વિદ્યાભ્યાસ કરે છે. એટલુ જ નહીં પણ દેરાસરમાં જીનેશ્વર ભગવાનની પૂજા કરવા માટે પણ બ્રાહ્મણને રાખવામાં આવે છે
તો પછી વિધિ કરાવવામાં કોઈ બાધ નથી. ખુશીથી થઈ શકે. પ્ર - આ વિધિની ક્રિયા કેવી રીતે થાય છે?