________________
૩૧૬]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[અકબર
વિક છે. વળી કેટલાક કામદારો જે કામ પ્રથમથી જ ચાલતું આવેલ છે તેને તરત છોડી ન દેવાયતે સારૂં એવા અભિપ્રાય ધરાવે છે. તેથી જીનીગ ફેકટરીમાં ચામડાને બદલે કાગળના વાઈસરો દાખલ કરવાની શરૂઆત વખતે જીનીંગ ફીટરોમાં ઉપરમાં જણાવ્યા પ્રમાણે સહેજ અણગમો દેખાશે, તો પણ ફેકટરીના માલીકે અથવા મેનેજર જે દ્રઢ નિશ્ચય રાખી આઠ કે દશ દિવસ સુધી પોતાની દેખરેખ રાખી ખંતથી કામ લેવા મહેરબાની કરશે તે કાગળ સાથે કાથાની ભેળસેળવાળાં વાઈસરો તથા કાગળનાં નીખ લસ વાઈસ ચામડાનાં વાઈસર જેવાંજ અગત્યનાં જણાશે, માટે તેઓને અમારી એજ વિનંતિ છે કે શરૂઆતમાં નવે સુધારે દાખલ કરતી વખતે, કામદારોના ગભરાટ અથવા કોલાહલથી કોઈપણ રીતે નિશ્ચય નહિ છોડતાં ખંતથી કામ લઈ પિતાની ખાત્રી કરી, જોઇ તેમાં કોઈ પણ ખામી જણાય તો જે ઠેકાણે આ વાઇસરો વેચાતા મળે છે ત્યાં તથા જે ફેંકટરીઓમાં તે વપરાય છે ત્યાંથી તે બાબત ખુલાસા મેળવી કામ લેવા વિનંતિ છે. મી. શીવજી મોરારજી જણાવે છે કે આવાં કાગળોનાં વાઇસરો ૪-૫ વર્ષોથી આશરે ૫૦ નીંગ ફેંકટરીઓમાં વપરાય છે અને તેનાથી સંતોષકારક કામ નીકળે છે. જે ફેકટરીઓમાં આ વાઇસરે વપરાય છે તેમાંની થોડીએકનાં નામ મી. શીવજી મોરારજી નીચે પ્રમાણે અમને જણાવતાં તે સર્વેની માહિતી માટે નીચે જણાવવામાં આવે છે. ન. દેશ | શહેર જીનીંગ ફેંકટરીનું નામ
૧ બીસર તમાલ મેશર્સ રણછોડદાસ ગાંગજી લખમીદાસની કુ
દખણ | બારસી ધી ગોકુલદાસ કલ્યાણજી બારસી કોટન જીનીંગ ફંકટરી ૩. દખણ બારસરેડમી, રાયમલ હીરજીની જીનીંગ ફેંકટરી
દખણ | બારસી ઘી વાલચંદ નાનચંદ જીનીંગ ફેકટરી હવે ઉપરથી વાંચનાર ગૃહસ્થના મન ઉપર આ લખાણે કદાચ અસર કરી હશે.
આપણુ મનુષ્ય જાતિમાં દીનદયાળ પ્રભુએ નવી નવી શોધ કરવાની કુદરતી બક્ષીસ આપણું મગજને આપેલી છે, અને સારાસારની પરીક્ષા કરવાને શકિતવાન બનાવ્યા છે. તે શકિતનો ઉપયોગ કરતાં ચામડાને બદલે કાગળનાં વાઇસરો દાખલ કરવામાં ઉપરમાં જે ફાયદાઓ બતાવેલા છે તેને ટુંક સાર હું ફરીથી આપને નીચે જણાવવા રજા લઉં છું.
૧. કાગળના વાઇસ વાપરવાથી તે વાઈસરો બનાવનાર લેકને હુન્નર ઉદ્યોગ ખીલવવામાં ઉત્તેજન મળશે.
૨. હિંદુસ્થાન ખાતે દર વર્ષે હજારે નિર્દોષ જીવોની હિંસા બંધ થવાથી તેઓને છનના માલીકોને આશીર્વાદ મળશે.