________________
૨૮૨]
જૈન કેન્ફરન્સ હેરડ
[સપ્ટેમ્બર
ભાગ્ય કાવ્ય આદી ગ્રંથિથી સંપૂર્ણ ટેકો મળે છે. જેમ સંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા સૌથી પ્રાચીન સમયની છે તેમ આ પ્રતિમા પણ તેવાજ પ્રાચીન સમયની છે. અને થોડા વર્ષ પૂર્વે તે પ્રતિમાજીને ફરી લેપ કરાવતા પણ તેવુજ અને માન થતું હતું તેમ એ તિર્થને વિષે પણ પ્રાચીનતા બતાવનારે એક ઘંટ જળવાઈ રહ્યો છે. તે ઉપર “શ્રી અજારા પાર્શ્વનાથ સંવત ૧૦૧૪ શા. રાયચંદ જેચંદ” એ લેખ લખાયેલે છે એટલે તે ઘંટ પણ એ તિર્થની પ્રાચીનતાજ બતાવે છે. •
મુનિ શ્રી જસવિય તેને લીધે લાભ.
આવા પ્રાચીન તિર્થને મહીમા અધિક છતાં તે સ્થળ એક ખુણા ઉપર પડેલ હોવાથી અને પ્રાયે શ્રાવની વસ્તી ઘટી જવાથી એ તિર્થને જોઈએ તેટલો લાભ શ્રાવક ભાઈઓ અને મુની ગણ લઈ શકતા નથી તે પણ હાલમાં ગયા ચૈત્ર વદ ૧૦ની મતીએ યાત્રા અર્થે મુનીરાજ શ્રી જસવિજછ મહારાજ અત્રે પધારેલા. તેઓ સાહેબને એ તિર્થને ચમત્કાર ઉત્કૃષ્ટ જણાય તેથી પેંડા દિવસ વિશેષ રહી એ તીર્થને સુવિશેષ લાભ લેવા તેમની પ્રબળ ઈચ્છા થઈ. પણ અક્ષય ત્રીજ (વૈશાક સુદી ૩) તે પિતાને શેત્રે જાગીરી ઉપર કરવાને અભીગ્રહ હતો અને તે ગીરી આંહીથી ૧૦૦ માઈલ દુર હેવાથી અહીંથી સુરતમાં તેમને વિહાર કરવાની જરૂર પડી, પણ ફરી આવી સુવિશેષ લાભ લેવાની ઈચ્છાથી કેટલોક અભીગ્રહ ધારી અહીથી રવાના થયા, અને સીદ્ધક્ષેત્ર પહોંચવાની ઉતાવળને લઈને બાર બાર કેસના વિહાર કરવા લાગ્યા. રસ્તામાં કેટલેક સ્થળે મુનીને કલ્પતા શુદ્ધ આહાર પાણીની જોગવાઈ ન થવાથી અને સખ્ત તાપને લઈ તેમને શ્વાસને વ્યાધિ થઈ આવ્યો.
પણ વૈશાક સુદ ૨ ના જે સિદ્ધગીરી પહોંચી ગયા, ત્યાં સારો લાભ લઈ આ તરફ ફરી આવવા પ્રયાણ કર્યું. શ્વાસને વ્યાધી મટેલે નહિ તે છતાં પુદગળની દરકાર નહીં કરતાં બાર બાર ગાઉના વિહારે તેઓ શ્રી આ તિર્થ સ્થળે ફરી આવી પહોંચ્યા અને પિતાને એ તિર્થને પ્રભાવ સવિશેષ ચમત્કારી ભા. તે સાથે શ્વાસના વ્યાધિથી વિહાર કરવાની અશક્તિ જણુઈ, અને તેજ અવસરમાં વરસાદ પડે શરૂ થઈ જવાથી આ ક્ષેત્રની સમીપના ઊના ગામે ચાતુર્માસ રહેવાનું નકકી કર્યું.
આ તિર્થસ્થળની સમીપમાં બીજાં યાત્રાનાં ધામો ઉના, દેલવાડા ને દીવ છે, ઉના ગામમાં ભવ્ય પાંચ છનાલયે છે, અને અકબર બાદશાહને પ્રતીબોધ આપી જગતગુરૂનું બીરૂદ પ્રાપ્ત કરનાર પરમ ઉપકારી શ્રી વિજ્યહીરસુરીશ્વરજી અને સવાયું બીરૂદ સંપાદન કરનાર શ્રી વિજયસેન સુરીશ્વરજી અને તે પછી પાટ પરંપરા થયેલા આ ચાર્યોની પાદુકાની બાર દેરીઓ આવેલી છે અને ઉપાશ્રયની અંદર જે જગ્યાએ વિજયહીર સુરીશ્વર મહારાજજી કાળ ધર્મ પામ્યા તે જગ્યાએ તેમની ગાદીની સ્થાપના છે, અને જાર ગામથી બે માઈલ દુર દેલવાડા ગામ છે, ત્યાં પણ એક ભવ્ય જીનાલય છે, અને તેનાથી બે ગાઉ દુર દીવ કરીને ગામ છે ત્યાં ત્રણ છાલ છે. આ બધાં સ્થળો પ્રાચીન