________________
૧૯૧૧]
શ્રી અજારા પાર્શ્વનાથજી તિર્થની નેધ.
[૨૮૧
શ્રી અજાર નગરે અજારાપાશ્ચનાથજી તિર્થને ચમત્કાર-તથા કરવામાં આવેલ ઘીની અખંડ જ્યોત–અને જગત ગુરૂ વિજ્યહિરસુરીશ્વરજી
જ્ઞાન ભંડારનો પુનરોદ્ધાર તથા તે સ્થળની ટકી છે. મથાળે જણાવેલ શ્રી અજાર નગરમાં શ્રી અજારા પાર્શ્વનાથજીનું ઘણું પ્રાચીન વખતનું તિર્થ આવેલું છે. આ તિર્થનું મહાભ્ય શ્રી જ્ય માહભ્ય, હિરસોભાગ્ય કાવ્ય હિરસુરીશ્વરને રાસ આદિ અનેક ગ્રંથોમાં પ્રસંશાપુર્વક વર્ણવેલું છે. તિર્થમાલાના સ્તવનમાંજ “અંતરીક્ષ અપાવર અમી ઝરોરે જીરાવલ જગન્નાથ તીરથ તે નમુંરે” એવું આપણે હમેશાં બોલીએ છીએ છતાં આ તિર્થ કઈ જગો પર આવેલું છે તેની કેટલાએક ભાઇઓને બીલકુલ ખબર નથી. કેટલાએક ભાઇઓ એવું માને છે કે ઘણે જમાનો ચાલ્યા જવાથી એ તિર્થ લુપ્તપ્રાય થઈ ગયું હશે? પણ તેમ નથી એ અજારા પાર્શ્વનાથનું તિર્થ સોરઠ જીલ્લામાં ઉના અને દેલવાડા ગામની સમીપમાં હાલ મોજુદ છે. અને તેમાં ઘણા ચમત્કારી, પ્રભાવીક અને મનોવાંછીત ફળ દેનારી શ્રી અજારા પાર્શ્વનાથજીની પ્રતિમા બીરાજે છે. આ પ્રતિમાજીની ઉત્પતિ પણું ઘણું ચમત્કારી છે. તે બીંબ કોઇના ભરાવેલા નથી પણ સાક્ષાત સાસન દેવતાએ હાજર થઈ સાગર નામના શ્રેણીને તેમના કેટલાએક મનોરથ પુરા પાડવા આપેલ હતા. આ વખતે સાગર શ્રેષ્ટી પિતાના ધંધા અર્થે વહાણમાં બેસી દરિયાઈ સફર કરતો હતો. શ્રેષ્ઠી પ્રતિમાજી લઈ અતી ઉલ્લાસથી પુજન કરી અજાર નગરે આવ્યા. આ વખતે ત્યાં અજેપાળ રાજાને કુષ્ટ (કોઢ)ને સખ્ત બાધી લાગુ પડેલે હતો. મોટા ધનવંતરી વૈદ્યથી આરામ નહિ થતાં તે પ્રતિમાજીનું નમણ ચોપડવાને ઉપચાર ચાલુ કર્યો. નવ દિવસ નમણું ચોપડવાથી રોગ તદન ઉપસમી ગયો. આથી અજેપાળ રાજાએ હર્ષત થઈ બડી ઘ.મ ધુમથી શુભ મૂહુર્તે એક ભવ્ય દેરાસર બંધાવી લાખો સૈનૈયા ખચ, તે પ્રતિમાજીનું અજારા પાર્શ્વનાથજી નામ આપી અજાર નગરે પ્રતિષ્ઠા કરી, અને કાયમને ખર્ચ ચલાવવા માટે તે દેરાસર નીચે બાર ગામ અર્પણ કર્યા આથી તે એક મોટું તિર્થ કહેવાયું. અનેક દેશના સંધ આવવા લાગ્યા અને મહામ્ય વધવા માંડયું (આ સંબંધી વિસ્તાર પુર્વક હકીકત શ્રી શત્રુંજય મહાભ્ય, હિરભાગ્ય કાવ્ય આદિમાં તથા કેટલાક સ્તવનોમાં કહેવામાં આવી છે માટે વિશેષ જાણવાની ઉત્કંઠા રાખનાર સર્જનને તે પુસ્તકે જોઈ લેવા વિનંતિ કરવામાં આવે છે, અને તે મહાઓ અત્યાર સુધી જયવંતું વર્તે છે હજુપણ કોઈ વખતે સંધ્યા સમયે તે કોઈ વખત રાત્રીના સમયે શીખર ઉપર દીવ્ય જ્યોતી અને રાત્રીના સમયે દીવ્ય નાટારંભ તે કેટલાએક ભવી જીવના જેવામાં આવે છે.
અજારા પાર્શ્વનાથજી પ્રગટ થવાને સમય. અજારા પાર્શ્વનાથજી પ્રગટ થયાના સમયને સાડી બાર લાખ વરસ થયાનું તેમની ઉત્પતિ સંબંધીના વનમાં જણાવેલું છે અને તેને શેત્રુજ્ય મહમ અને હિર