________________
૧૯૧૧]
શ્રી અજારા પાર્શ્વનાથજી તિર્થની નેંધ.
[૨૮૩
વખતનાં ભવ્ય અને ચમત્કારી પ્રતિમાઓથી વિરાછત છે. યાત્રા કરતાં જુદા જ પ્રકારની શાંતી અનુભવાય છે. જો કે આ સ્થળની કેટલાએક શ્રાવક ભાઇઓને માહીતી નહીં હોવાથી અનુભવજ્ઞાન થઈ શકેલ નથી તે પણ શ્રી મુંબઈમાં ગોડીજી મહારાજના દેરાસરમાં પધરાવેલી ૪૦ પ્રતિમાજી અને ભાવનગરના દાદા સાહેબના દેરાસરમાં પધરાવેલી ૩૨ પ્રતિ, માજી તથા સિધક્ષેત્રને વિષે બાબુ માધવલાલ દુગડની ધર્મશાળાની અંદર આવેલા દેરાસરમાં મુળનાયક અને તેમની પડખેની શ્યામ પ્રતિમાજી તથા જામનગર નજીક લાલપુર ગામના દેરાસરમાં પધરાવેલી ત્રણ પ્રતિમાજી આ સ્થળને વિષેથી લઈ જઇ પધરાવવામાં આવેલી છે અને તેને લાભ ઘણું શ્રાવક ભાઈઓએ લીધેલ હોવાથી અહીના જીનાલય અને પ્રતિમાજી કેવાં ભવ્યતાવાળાં અને ચમત્કારી છે તેને કાંઈક ખ્યાલ આવી શકશે. આંહીથી તેટલે પરીવાર બહાર ગામ ગયા છતાં હજુ અહી ઘણી ભવ્ય પ્રતિમાઓ છે. આ એક ખરેખર યાત્રા લાયકની પંચતિર્થી ગણાય છે.
આ સ્થળ વિશે જગદગુરૂ વિજયહિરસુરીશ્વરજી મહારાજનું
પધારવું. તેમને કાળ ધર્મ અને તે પછીને ચમત્કર. જગદગુરૂ વિજયહિરસુરીશ્વરજીનું નામ તેમના ચરિત્ર અને પ્રભાવથી શ્રાવક ભાઈઓમાં સ્થીર સ્મરણીય રહેલું છે. તેઓશ્રીએ આ તિર્થને વિષે બે ચાતુર્માસ કરેલાં છે. તેમનું અંતીમ ચાતુર્માસ આ ક્ષેત્રને વિષે હતું. તેમણે અકબર બાદશાહને પિતાની અમૃત તુલ્ય દેશનાથી પ્રતિધ અયો, અને તે પ્રતિબોધને ગ્રહણ કરી બાદશાહે ગુરૂજીને જગગુરૂનું બીરૂદ આપ્યું. તે સાથે એક વર્ષમાં છ માસ સુધી પોતાની સર્વત્ર હકુમતમાં કોઈ પણ માણસ કોઈ પણ વખત છવહીંસા ન કરે એવો અમારી પડતું વજડા, શેત્રુજ્ય ઉપરનો મુંડકા વેરો માફ કર્યો, જજીયા નામને કર કાઢી નાખે, બંદીજને રૂણ મુક્ત કર્યા, ડાબર નામના મહેોટા સરોવરમાંથી મચ્છવધ બંધ કર્યો, અને જે જે જગ્યાએ જૈન શ્વેતાંબરી ધર્મ વાળાનાં તિર્થો, કાઠીઓ, પુજાની જગ્યાઓ અને સ્થળો હોય તે સંઘના હવાલામાં યાવત, ચંદ્ર દીવાકર સુધી રહેવાને અને તે ભૂમી નજીક કોઈપણ માણસ કોઈપણ દિવસે અને કોઇપણ વખતે પ્રાણીની વાત કરી ન શકે એવાં ફરમાને કરી આપ્યાં વિગેરે અનેક ધર્મોના કાર્ય તેમણે કર્યા અને ગુરૂજીએ કરાવ્યાં. ગુરૂજીએ ત્યાંથી વિહાર કરી સર્વ દેસના સંધ સહિત સિદ્ધગીરીની યાત્રા કરી ઉનતપુર (ઊના) ગામમાં પધાર્યા. આ તેમનું અંતીમ ચેમાસું હતું. અહીં તેઓશ્રી ભાદરવા સુદ ૧૧ ના દિવસે કાળધર્મ પામ્યા. શ્રાવકોએ પવીત્ર ભૂમી ઉપર આમ્રવૃક્ષની શિતળ છાયા નીચે તેમના સ્થળદેહને અગ્ની સંસ્કાર કર્યો, તેજ રાત્રીમાં એ જગ્યા ઉપર દીવ્યનાટારંભ થવા લાગ્યો તે એક સસે દીઠે. પિતે ત્યાં ગયે, પણ તેવા ચમત્કારથી તે કાંઈક ડર્યો જેથી ગામમાં આવી શ્રાવકોને તે વાત જણાવી. શ્રાવકો જેવાને ગયા. ત્યાં પ્રભાત થવા આવેલું એટલે નાટારંભ સમાપ્ત કરી દે વીસર્જન થયેલા, પણ તિર્થંકર ભગવાનના વખતમાં જેમ ઉછેરા થતા