________________
૧૯૧૧]
દુકાળમાં ઢેરેનું રક્ષણ.
[૨૭૧
પ્રભુ દશન જોઈને આનંદકારી, “શાંન્તિ” મંડલને તારવા આવારી, “મણિલાલ” વદે મુખથી ઉચ્ચારી-રીસભ૦
મણલાલ કાલીદાસ કાપડીયા.
વઢવાણ સીટી.
દુકાળમાં ઢોરોનું રક્ષણ " લખનાર–પિપટલાલ કેવળચંદ શાહ-રાજકેટ. The Quality of mercy is not strain’d; It droppeth as the gentle rain from heaven. Upon, the place beneath; it is twice blest. It blesseth him that gives and him that takes. 'Tis mightiest in the mightiest: it becomes. The throned monarch better than the crown His sceptre shows the force of temp'ral power, The attribute to awe and majesty, Wherein doth sit the dread and fear of Kings; But mercy is above the sceptred Sway, It is enthroned in the heart of Kings, It is an attribute to God Himself, · Earthly power doth then show likest God's, When mercy seasons Justice.
Shakespeare. મેઘરાજાની મહેરબાનીના અભાવે કહે કે જગતમાં વધી પડેલાં પાપનાં પરિણામ રૂપે કહે પણ આ પ્રાચીન ભારત વર્ષમાં દુકાળનું સંકટ આજકાલ વધતું જાય છે. ચાલુ માસું અત્યાર સુધીમાં નિષ્ફળ નીવડયું છે. મેઘરાજાને મનાવવા માટે લોકોએ ઉજાણ આદિ પ્રયોગો અત્યંત આર્જવભરેલાં વચને વડે કર્યા છતાં મેઘજી ઇંદ્રજીની પેઢીએ લોકોની કાકલુદી સામે જરાપણુ દયાની નજરથી જોયું નથી. મનુષ્યની તે ઠીક પણ બિચારાં મુગાં પ્રાણીની દયાજનક સ્થિતિ તરફ પણ નજર કરી નથી. મનુષ્યોને તો કદાચ કોઈ પ્રકારનાં પાપની શિક્ષા થતી હશે પણ બિચારાં નિરપરાધી અબોલ મુગાં