________________
ર૭ર]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
સપ્ટેમ્બર
પ્રાણી-સકળ જગતને સકળ ભાર વહન કરનારાં નિર્દોષ પશુઓને કયા અપરાધની આ શિક્ષા થાય છે તે શ્રદ્ધાળુ દુનિયા સમજી શકતી નથી.
દકાળનું સંકટ બીજા કેટલાક ભાગોની પેઠે કાઠિયાવાડ, ગુજરાતમાં સારી રીતે ફેલાયું છે. ગુજરાત કાઠિયાવાડમાં ઘાસ ચારાની ભારે તંગી છે. જુના વખતમાં ઘાસ ચારાને જે સંગ્રહ કરવામાં આવતો હતો તે સંગ્રહ કરવાની જરૂર આજકાલ ઓછી સ્વિકારવામાં આવ્યાથી પરિણામ ઘણું દુઃખકારક આવ્યું છે. અનાજની સાથે ઘાસ ચાર પણ મણના ભાવથી વેચાવા લાગ્યો છે ને ઘાસના ભાવ ઘણાજ આકરા થઈ પડયા છે. એક અનુભવી લખે છે કે ઘાસ ચારાના સંબંધમાં સું વર્ષ પર પડેલા દુકાળનું સ્વરૂપ ઓણસાલ દુકાળ ધારણ કરશે આ ઘણીજ ચોકાવનારી-હૃદયને થર થર કંપાવનારી–ભંયકર બાબત છે, પરંતુ દુકાળના સંકટને કંઈક ખ્યાલ પરગજુ ને પરોપકારી રાજ્ય રાજાઓ અને ધનાઢયેના હૃદયમાં લાવવા માટે એ બીના જણાવવી પડી છે.
બેશક, આ દુકાળના વખતમાં ગરીબ મનુષ્યોની હાડમારી પણ કાંઈ ઓછી નથી. તેમને ઉગારવાના ઉપાયો પણ લેવાવાની ખાસ જરૂર છે પણ આ લેખ હેરોના રક્ષણ માટે લખાતે હોવાથી સખી ગૃહસ્થોનું ધ્યાન ખાસ એ બાબત પર ખેંચ્યું છે. જગત આખું જાણે છે કે ખેતીવાડીને સઘળે આધાર ઠેર ઉપર રહેલું છે, અને વળી આ પણ તેટલેજ દરજજે સ્વીકારાયેલી બાબત છે કે હિંદ દેશને ઘણેખરો આધાર ખેતી વાડી ઉપરજ છે, હિંદમાં જે ઢોરોનો નાશ થાય તે ખેતીવાડી બંધ થઈ જાય અને પરિણામે મનુષ્યો ભુખે મરતાં થાય, લાંબા વિચાર કરવાથી સર્વેની ખાત્રી થશે કે કઈ પણ રીતે હિંદમાં ઢોરોની સંખ્યા છે તે નભાવી રાખવી બલકે તેમાં વધારો કરવો એ જ હિંદની આબાદીને માટે ખાસ જરૂરનું છે. ઢોરોને બચાવવામાં ધર્મ, ને તેને નાશ થવામાં પાપ માનવાનું એ પણ એક કારણ હેવું જોઈએ. ધર્મની રીતે સમજાવીએ તે દરેક ધર્મના અગત્યના મુખ્ય મુખ્ય સિદ્ધાંતને આગળ કરી ઢોરનું રક્ષણ કરવાની ને તેને વધ નહિ કરવાની વાત ખુલી રીતે સમજાવી શકાય તેમ છે, પરંતુ આજ કાલ કેળવણીએ લેકેના મન એટલાં ન્યાયયુકત અને પક્ષપાતરહિત બનાવ્યાં છે કે આવી લોકોપયોગી બાબતને ધર્મ સાથે ભેળવવાની જરૂર રહી નથી. જે અસર ધર્મને નામે નહી થાય તે અસર સામાન્ય બોધદ્વારા થઈ શકશે એવો આ જમાનો છે, માટે દેશકાળ મુજબ યથા મતિ ને યથાશકિત આ વિષય એક દેશપયોગી વિષય તરીકે ચર્ચવાનું અહિં યોગ્ય ધાર્યું છે.
પશુઓનું રક્ષણ કરવું એ આજોઠીક પણ જુના કાળમાં એ જરુરનું આવશ્યક કૃત્ય ગણાયું છે. જુના કાળમાં પશુ એજ ધન ગણાતું. માલ મીલકતમાં સૌથી કીમતી ચીજ તરીકે ઢોરોને ગણવામાં આવતાં નાણુના અર્થને લેટીન ભાષાને પિયુંનીયા શબ્દ એપણ પેક્સ એટલે પશુનું ટોળું એ શબ્દ પરથીજ નીકળે છે. આજે આપણું