________________
૧૯૧૧].
બરમાં લોકેની રીતભાત.
[ ૨૧૧
જન્મ અને બાળ અવસ્થા. બરમાં સ્ત્રી જ્યારે ગર્ભવંતી હોય છે, ત્યારે આપણા દેશની સ્ત્રીઓની માફક તેમને પણ મહેનતનું કામકાજ કરવા આપવામાં આવતું નથી, અને એ લોકોમાં એવી માન્યતા રહે છે કે ગર્ભવતી ને અલંકાર પહેરાવવામાં આવે તે કદાચ નજર પડે તેથી બીલકુલ સાદી રીતે રાખવામાં આવે છે. જે ઘરમાં બાળકને પ્રસવ થાય કે તરત જ તે ઘરના દરેક બારણે કાંટાવાળા છોડના તારણો બાંધી દેવામાં આવે છે તે એવી માન્યતાથી કે રખેને કોઈ ભુત પલીત કે ડાકણ શાકણું પ્રવેશ કરી જાય કે કોઈનો પડછાયો પડે. જન્મ થાય કે તરત જ સગાં હાલાં અને લાગતા વળગતાઓને ખુશ ખબર આપવામાં આવે છે, પછી સગાવ્હાલાંઓ જેમ આપણામાં પાંચ દોરીયા અને છઠ્ઠીના વસ્ત્રા. લંકારો આપે છે તેમ બર મા લોકોમાં જન્મની ખબર પડતાં જ યથાશકિત ભેટ લઈ ટોળાબંધ હર્ષ કરવા આવે છે. બચ્ચે જન્મે છે કે તરત જ એક કપડામાં વીટાળી માના ખાટલા પાસે રકાબીમાં સુવાડવામાં આવે છે અને જે છોકર હેય તો તમામ પુરૂષના ઉપભેગના વસ્ત્રો અને જે છોકરી હોય તે તમામ સ્ત્રીના વસ્ત્ર રકાબીમાં બચ્ચાંની બાજુ મુકવામાં આવે છે. જેમ આપણુમાં બચ્ચાંને ગળથુથી આપે છે તેમ બરમાં લોકોમાં મધ અને પાણીની ગળથુથી બનાવી આપવામાં આવે છે, અને સાત દીવસ પછી જોશીને બોલાવી નામ પાડવાને તથા જન્મોતરી કરવા સુચના કરવામાં આવે છે. ઘરમાં લોકોના ગેર અને જેશી મણીપુર તરફના બ્રાહ્મણ હોય છે તે પવનાના નામથી ઓળખાય છે, જેમ આપણામાં છોકરાઓની અછત હોય કે ખોટનું હેય તે ક્યરા ગાંડા ઘેલા એવાં નામ પાડવામાં આવે છે તેમ બરમાં લેકમાં પણ તેજ રીવાજ છે. આપણામાં ખોટની છે કરી હોય તે કેટલીક વખતે સગપણ કરી દઈ પારકી કરવામાં આવે છે તેવી જ રીતે બરમાં લોકો માં છોકરી અગર છોકરે જે ખોટના હેય તો કોઈ મામા માસી કે એવા અંગીત સગાને ખેળ બેસાડી દે છે. બરમા લોકોમાં બાળક અવસ્થાના બે મોટા ધામધુમના પ્રસંગ આવે છે. એક છોકરાને ચાદ પંદર વરસની ઉમરે દીક્ષા આપવાનો અને બીજો છોકરીને તેર ચાદ વરસની ઉમર થતાં કાન વિંધવા. જ્યારે છોકરાને દીક્ષા આપવાની હોય ત્યારે મોટા ઠાઠથી બાદશાહી કપડાં પહેરાવી પિતાના બધા સગાવહાલાં અને લાગતા વળગતાઓને તે મળવા જાય છે અને પછી અમુક ઠરાવેલ દીવસે ધર્મગુરૂ આવી દીક્ષા આપે છે અને માથે મુંડન કરાવી પીળાં સાધુનાં કપડાં પહેરાવી મઠમાં લઈ જાય છે જ્યાં તેને છે, મહિના અગર કમતીમાં કમતી ત્રણ મહિના ધર્માઅભ્યાસ કરવો પડે છે અને તેટલો વખત સાધુના જેવી ક્રિયા સાચવવી પડે છે અને ત્યારબાદ મુદત પુરી થયા પછી ઘેર આવી ગૃહસ્થાશ્રમમાં જોડાય છે. આ રીવાજ બર માં લોકોમાં ફરજીઆત છે અને જેથી દરેક બાળકના ઉપર નીતિની છાપ પાડવામાં અવકાસ મળે છે, અને છોકરીના કાન વિંધવાની ક્રિયા લગ્નપ્રસંગ જેવી મોટી ધામધુમથી કરવામાં આવે છે, અને માબાપ અને નજીકના સગાંઓ તરફથી છોકરીને હીરાની બુટી જોડીઓ ભેટ આપવામાં આવે છે. (અપૂર્ણ).