________________
૨૧૦]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[જુલાઈ
ડેલીગેટોની ફી વધારવામાં આવે તો [કોન્ફરન્સના આગેવાનોની મુંબઈ ખાતે મળેલી ખાસ મીટીગે ડેલીગેટની ફી વધારી રૂ. ૫) ની કરી છે તેથી ખુશી થવા જેવું છે તેથી આવકમાં વધારો થવા ઉપરાંત પ્રતિનિધિની સંખ્યા ઉપર પણ મારે અંકુશ મુકાશે. બધા ડેલીગેટોને બેસાડવા સગવડ થઈ શકે તેવા મોટા હલના અભાવેજ મંડપ ઉભ કરવાની જરૂર રહેશે; પરંતુ કેટલોક ઠઠાર કરવામાં આવે છે તે બંધ કરી માત્ર તડકાથી રક્ષણ મેળવવા પુરતી જ મંડપની શોભા કરવામાં આવે તો ખર્ચમાં ઘણી કાપકપ કરી શકાય.
કોન્ફરન્સના ખર્ચે એક મોટો શમીઆને [ તબુ ! ખરીદવાનું કે ઇ તરફથી કહેવામાં આવે છે પરંતુ તેમાં રોકાયેલી રકમના વ્યાજથી તેમજ તેને એક ઠેકાણેથી બીજે ઠેકાણે લાવવાના ખર્ચથી તથા આખા વર્ષ દરમીયાન જાળવી રાખવાના ખર્ચ કરતાં, ભભકાબંધ માંડવો ઉભો કરવામાં ન આવતાં સાદે મંડપ ઉભો કરવામાં આવે તેથી વધારે ખર્ચ થવા સંભવ જણાતો નથી; કાળમાન જોતાં, ખુરશીને બલે જાજમની બેઠક સર્વને અનુકુળ થાય તેમ જણાતું નથી.
ઘણી વખત તીર્થ સ્થળે કોન્ફરન્સ મેળવવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ તીર્થ સ્થળે ધાર્યા કરતાં વધારે સંખ્યામાં ડેલીગેટે ઉતરી પડે અને કોન્ફરન્સ શંભુ મેળાનું રૂપ ધારણ કરે એ બનવાજોગ છે. આ પ્રસંગે કેન્ફરન્સનું કાર્ય શાંતિથી ચલાવી શકાય નહિ, પરંતુ કેન્ફરન્સના ઉપદેશકોને ભાષણોદ્ધારાએ તે પ્રસંગે મળેલા લોકોને કોન્ફરન્સના હેતુઓ સમજાવવા માટે મોકલવામાં આવે તે તેઓ ઘણો લાભ કરી શકે ખરા.
અપૂર્ણ.
“બરમાં લેકની રીતભાત"
( લેખક શા. પિપટલાલ ત્રીભોવનદાસ કરાંચીવાળા) બરમાં લોકોની રીતભાત વિષે જાણવા પહેલાં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એ લેઓને સુધરેલા દેશના લેકેની વિદ્યા અને રીતભાતના સહવાસમાં હજુ એક સદી પણ થઈ નથી. જો કે ઈગ્રેજ લોકોએ સને ૧૮૨૪ માં આરાકાન અને ટીનાસરીમ પ્રાંતે જીતી લીધા પણ ઉપરના બન્ને પ્રાંતેને બરમાના મુખ્ય ભાગની સાથે એટલો બધે સંબંધ નહોતે.
પરંતુ ૧૮૫૨ માં જયારે અંગ્રેજ લોકોએ બ્રહ્મદેશને દક્ષિણ ભાગ સર કર્યો અને તે ભાગ ઉપરના બંને પ્રાંતે સાથે જોડી દીધા ત્યારથી જ એ લેકની રીતભાતમાં ફેરફાર થતો ચાલ્યો.